સુરત શહેરમાં ગરબા આયોજન ફરી એક વખત વિવાદમાં (Navratri controversy in Surat) આવ્યું છે. સુરતના વેસુ સ્થિત ઠાકોરજીની વાડીના નવરાત્રી આયોજકોએ ગરબાના આયોજનમાં વિધર્મીઓને બાઉન્સર તરીકે રાખતા બજરંગ દળના કાર્યકર્તાઓ ચાલુ ગરબામાં ઘસી આવ્યા હતા. એટલું જ નહીં વિરોધ કરતા હોબાળો મચી ગયો હતો. બાઉન્સર્સ અને બજરંગ દળના કાર્યકર્તાઓ વચ્ચે પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ ઝપાઝપી થઈ હતી. જેમાં બે લોકોને ઈજા થઈ છે. ત્યારે આ બનાવની જાણ થતા (Navratri in Surat) પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
શું હતી ઘટના નવરાત્રીના નવ દિવસ કોઈ પણ અપ્રિય ઘટના ગરબા આયોજનમાં ન થાય આ માટે નવરાત્રી ગરબા આયોજકો દ્વારા બાઉન્સર તેહનાત કરવામાં આવે છે. પરંતુ આ બાઉન્સરને લઈને સુરતમાં વિવાદ સર્જાયો છે. સુરત ઠાકોરજીની વાડીમાં પવિત્ર તહેવાર નવરાત્રીમાં ગરબા આયોજકોએ વિધર્મી બાઉન્સરોને તહેનાત કરી દેતા બજરંગ દળના કાર્યકર્તાઓ પહેલા વાંધો ઉઠાવ્યો અને ત્યારબાદ ચાલુ ગરબામાં ધસી આવ્યા હતા. આ અગાઉ પણ બજરંગ દળના કાર્યકર્તાઓએ ગરબા રમવાના બહાને જઈને ઉલટતા તપાસ કરી આવ્યા હતા. (Surat Bouncers Bajrang Dal fight)
બાઉન્સરે કામે નહીં રાખવા અપીલ જ્યારે તેમને ધરાઈ થઈ કે બાઉન્સર વિધર્મીઓ છે, ત્યારે તેઓએ આયોજકને બાઉન્સરે કામે નહીં રાખવા અપીલ કરી હતી. એટલું જ નહીં વારંવાર સંચાલકોને અંગે બજરંગ દળના કાર્યકર્તાઓએ સમજાવ્યા પણ હતા. વારંવાર અપીલ કરવા બાદ પણ સંચાલકોએ બાઉન્સર નહીં બદલતા આખરે સોમવારે બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વેસુ સ્થિત ઠાકોરજીની વાડી પહોંચી ગયા હતા. (Navratri 2022 in Surat)
પોલીસ ઘટના સ્થળે પહોંચી તેઓનું બાઉન્સરનું નામ પૂછતા પોતાનું રાહુલ (Bajrang Dal in Surat) હોવાનું જણાવ્યું હતું. જેથી મામલો વધુ બિચક્યો હતો.બાઉન્સરએ પોતાની ઓળખ છુપાવતા અને પોતે હિન્દુ હોવાનું જણાવતા બજરંગ દળના કાર્યકરો વધુ ઉશ્કેરાયા હતા. જેને લઈને બોલાચાલી શરૂ થઈ ગઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. જોકે ત્યાં પોલીસ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં બે લોકોને ઇજા પણ થઈ છે. (Bouncer controversy in Surat)