ETV Bharat / city

National Weightlifting Championships 2022: નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2022 માટે ગુજરાતમાંથી સુરતના 5 ખેલાડીઓની પસંદગી

author img

By

Published : Mar 19, 2022, 7:20 PM IST

નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2022 (National Weightlifting Championships 2022)માં ગુજરાતમાંથી સુરતના 5 ખેલાડીઓની પસંદગી થઈ છે. ગુજરાતમાંથી પસંદગી પામેલા આ પાંચેય ખેલાડીઓ સુરતના છે. નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 19થી 31 માર્ચ સુધી ભુબનેશ્વરમાં રમાડવામાં આવશે.

National Weightlifting Championships 2022: નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2022 માટે ગુજરાતમાંથી સુરતના 5 ખેલાડીઓની પસંદગી
National Weightlifting Championships 2022: નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2022 માટે ગુજરાતમાંથી સુરતના 5 ખેલાડીઓની પસંદગી

સુરત: ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (Indian Weightlifting Federation) દ્વારા ઓરિસ્સાના ભુબનેશ્વરમાં નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ (National Weightlifting Championships 2022)નું આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતમાંથી માત્ર સુરતના 5 ખેલાડીઓનું (National Weightlifting Championships Gujarat Players) સિલેક્શન થતાં સુરતનું ગૌરવ વધ્યું છે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા ઓરિસ્સાના ભુબનેશ્વરમાં ખાતે નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2022 (National Weightlifting Championships At Bhubaneswar)નું આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 19થી 31 માર્ચ સુધી રમાડવામાં આવશે.

ગુજરાતમાંથી માત્ર સુરતના આ 5 ખેલાડીઓનું સિલેક્શન- નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતમાંથી માત્ર સુરતના આ 5 ખેલાડીઓનું સિલેક્શન થતાં સુરતનું ગૌરવ વધ્યું છે. આ પાંચેય ખિલાડીઓ (Surat Gujarat Athletes)ની અલગ અલગ કેટેગરીમાં પસંદગી કરવામાં આવી છે. નિલેષ યાદવની 109 કિગ્રા કેટેગરીમાં, આયુષી ગજ્જરની 81 કિગ્રા કેટેગરીમાં, વિધા શર્માની 59 કિગ્રા કેટેગરીમાં, હેતવી લિંબાણીની 64 કિગ્રા કેટેગરીમાં અને પ્રિયા ગેહલોતની 71 કિગ્રા કેટેગરીમાં પસંદગી કરવામાં આવી છે. આ પાંચેય ખેલાડીઓ નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

આ પણ વાંચો: આયુષીએ માત્ર 17 વર્ષની વયે ગુજરાતમાં પ્રથમવાર વેઇટલિફ્ટિંગમાં રચ્યો ઇતિહાસ

નેશનલ લેવલ પર મેડલ અંકિત કરે તેવી અપેક્ષા- આ પાંચેય ખિલાડીઓએ સ્ટેટ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ (state weightlifting championship gujarat)માં પણ ઉત્કૃષ્ટ પ્રદશર્ન કર્યું હતું. આ બાબતે 'સુરત વેઇટલિફ્ટિંગ ક્લબ' (Surat Weightlifting Club)ના કોચ સારથી ભંડેરીએ જણાવ્યું કે, આ પાંચેય ખિલાડીઓ ગત નવેમ્બર 2021માં ગુજરાત સ્ટેટ વેઇટલિફ્ટિંગ એસોસિએશન દ્વારા યોજાયેલ-યુથ બોય્ઝ એન્ડ ગર્લ્સની સ્ટેટ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2021-22માં ઉત્કૃષ્ટ પ્રદશર્ન કરી નેશનલ લેવલની સ્પર્ધા માટે ક્વોલિફાઇ કર્યુ હતું. ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ નેશનલ લેવલ પર આ ખેલાડીઓ દ્વારા મેડલ અંકિત કરવામાં આવે તેવી સૌ કોઇ ને અપેક્ષાઓ છે.

આ પણ વાંચો: State level Weightlifting : સુરતનો સારથી ભંડેરીએ સતત 16 વખત ગોલ્ડ મેડલ મેળવી રેકોર્ડ બનાવ્યો

સારથી ભંડારી અને તેજસ પચ્ચીગર પાસેથી મેળવે છે તાલીમ- આ પાંચેય ખેલાડીઓ સુરત વેઇટલિફ્ટિંગ ક્લબના કોચ સારથી ભંડારી તથા સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ તેજસ પચ્ચીગર પાસેથી તાલીમ મેળવે છે. ગુજરાત વેઇટલિફ્ટિંગ એસોસિએશનના પ્રમુખ ડો. મયુર પટેલ અને કોચ અમિત રાઠોડે નેશનલ ચેમ્પિયનશિપ ખાતે ખેલાડીઓ દ્વારા ઉમદા પ્રદર્શન કરી મેડલ અંકિત કરવામાં આવે તેવી અપેક્ષાઓ સહ શુભેચ્છાઓ પાઠવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.