ETV Bharat / city

Umargam Studios: નારગોલના દરિયા કિનારે વન વિભાગનું શરૂના ઝાડનું ઘેઘુર જંગલ ફિલ્મ-સીરિયલના કલાકારો માટે આકર્ષણનું કેન્દ્ર - vapi film studious

ઉમરગામમાં વૃંદાવન સ્ટુડિયો અને ગોવાડાનો સ્ટુડિયો ફિલ્મો અને સિરિયલોના શૂટિંગ માટે જાણીતો છે. આ પ્રોડકશન હાઉસ મોટેભાગે ઉમરગામ-નારગોલ વિસ્તારમાં વલસાડ વનવિભાગે ઉભા કરેલા શરૂના વનમાં સારા દ્રશ્યો કેમેરામાં કેદ કરવાનું વધુ પસંદ કરે છે. કોરોના કાળમાં આ ઉદ્યોગ ઠપ્પ થયા બાદ હવે ફરી આ વિસ્તારમાં શૂટિંગ માટે કલાકારોનો કાફલો આવી રહ્યો છે.

Umargam Studios
Umargam Studios
author img

By

Published : Jul 25, 2021, 7:34 PM IST

  • કોરોના સંક્રમણ ઘટતા ઉમરગામ દરિયા કિનારે અપાઈ રહી છે શૂટિંગની પરમિશન
  • વન વિભાગ હસ્તકના શરૂના ઝાડનું વન આકર્ષણનું કેન્દ્ર
  • 2019-20માં 77 દિવસ ચાલ્યું હતું શૂટિંગ

વાપી: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનો દરિયા કિનારો વર્ષોથી પ્રવાસીઓને અને ફિલ્મ-સીરિયલના શૂટિંગ માટે જાણીતો વિસ્તાર છે. જેમાં વન વિભાગની પરમિશન મેળવી ફિલ્મ-સીરિયલના પ્રોડક્શન હાઉસ કલાકારોના કાફલા સાથે આવે છે. શરૂના ઝાડના ઘેઘુર વનમાં સારા દ્રશ્યો કેમેરામાં કંડારે છે. જો કે ગત વર્ષ આખું કોરોનામાં ગયા બાદ હવે કોરોના સંક્રમણ ઘટતા છેલ્લા 2 મહિનામાં પ્રોડક્શન હાઉસે ફોરેસ્ટ પાસે શૂટિંગની પરમિશન મેળવી 20 હજારની રેવન્યુ સરકારની તિજોરીમાં જમા કરાવી છે. વર્ષ 2019-20માં 3.85 લાખની રેવન્યુ જમા થઈ હતી.

વનવિભાગ જરૂરી ફી વસુલ કરી શૂટિંગની પરમિશન આપે છે

આ પણ વાંચો- લોકપ્રિય ‘રામાયણ’ સિરિયલનું શૂટિંગ રાજ્યના છેવાડાના ગામમાં થયું હતું, સિરિયલે ફરી એકવાર બનાવ્યો રેકોર્ડ

વનવિભાગ જરૂરી ફી વસુલ કરી આપે છે શૂટિંગની પરમિશન

વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે વૃંદાવન સ્ટુડિયો અને ગોવાડા ખાતે એમ 2 ફિલ્મ-સીરિયલના શૂટિંગ માટેના સ્ટુડિયો છે. ઉમરગામ દરિયા કિનારે અને નારગોલ દરિયા કિનારે તેમજ આસપાસના વિસ્તારમાં આ પ્રોડકશન હાઉસ કલાકારોના કાફલા સાથે ઇનડોર અને આઉટડોર શૂટિંગ કરે છે. જેમાં મોટે ભાગે વલસાડ વન વિભાગ હસ્તકના શરૂના વનનું આકર્ષણ વધુ હોય છે. જે માટે વનવિભાગ જરૂરી ફી વસુલ કરી શૂટિંગની પરમિશન આપે છે.

શરૂના ઝાડનું ઘેઘુર જંગલ
શરૂના ઝાડનું ઘેઘુર જંગલ

દરિયા કિનારે વન વિભાગે સારી માવજતથી શરૂના ઝાડનો ઉછેર કર્યો

આ અંગે હાલમાં કોરોના સંક્રમણ ઘટતા ફરી છેલ્લા 2 મહિનામાં 4 દિવસ માટે પ્રોડક્શન હાઉસ દ્વારા ફિલ્મ-સીરિયલના શૂટિંગની પરમિશન ફોરેસ્ટ વિભાગ પાસેથી મેળવી હોવાનું દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક રૂપક સોલંકીએ જણાવ્યું હતું. નાયબ વન સંરક્ષક રૂપક સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, નારગોલ અને ઉમરગામના દરિયા કિનારે વન વિભાગે સારી માવજતથી શરૂના ઝાડનો ઉછેર કર્યો છે. ઘેઘુર વન વર્ષોથી પ્રવાસીઓ અને ફિલ્મ કલાકારોને માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

નાણાકીય વર્ષ 2020-21માં એક પણ પરમિશન નહોતી અપાઈ

અનેક નામી અનામી સિરિયલો અને ફિલ્મોનું શૂટિંગ અહીં થયું છે. જો કે પાછલાં વર્ષોની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2019-20માં આ વિસ્તારમાં 77 દિવસ સુધી વન વિભાગ પાસેથી શૂટિંગની પરમિશન મેળવવામાં આવી હતી. જેના થકી વન વિભાગે 3.85 લાખની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી હતી. જ્યારે વર્ષ 2020-21 કોરોના કાળને કારણે કોરું ગયું હતું. જ્યારે વર્ષ 2021-22ના નાણાકીય વર્ષમાં છેલ્લા 2 મહિનામાં 4 દિવસ શૂટિંગ માટેની પરમિશન આપવામાં આવી છે.

આ પણ વાંચો- વલવાડામાં પરમિશન વિના ફિલ્મ શૂટિંગ કરતા પ્રોડ્યૂસર સહિત 2 સામે કાર્યવાહી

પ્રાઈવેટ હોટેલ-રિસોર્ટસ કરતા સસ્તામાં મળી શકે છે શૂટિંગની પરમિશન

ઉલ્લેખનીય છે કે, વન વિભાગ જંગલના વિસ્તારને કે વૃક્ષોને નુકસાન ન થાય, ગંદકી કચરો ન થાય તેવી બાંહેધરી જે તે પ્રોડક્શન હાઉસ પાસેથી લીધા બાદ જ દિવસના 5000 રૂપિયા ફી લેખે શૂટિંગની પરમિશન આપે છે. જે માટે સ્થાનિક RFO કક્ષાએ ચલણ ઇસ્યુ કરાવી શકે તેવી વ્યવસ્થા છે. જ્યારે અન્ય પ્રાઈવેટ હોટેલ રિસોર્ટ કે ગાર્ડનમાં તે રકમ 5 ગણી ચૂકવવી પડે છે. તે પછી પણ સુંદર દ્રશ્યો મળવા મુશ્કેલ હોય છે. પરંતુ અહીં સસ્તા દરે કુદરતી સૌંદર્યોથી ભરપૂર સારા દ્રશ્યો કંડારી શકાય છે. ત્યારે, કોરોના સંક્રમણ ઘટતા ગત આખું વર્ષ સુમસામ રહેલો વન વિભાગનો વન વિસ્તાર ફરી શૂટિંગના ધમધમાટથી સરકારી તિજોરી છલકાવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.