સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi Man ki Baat) ‘મન કી બાત’માં સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયાની આજે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, સુરતની અન્વી ઝાંઝરૂકિયા દિવ્યાંગ હોવા છતાં ઉચ્ચ મનોબળની અને ધની અન્વીએ શારીરિક, માનસિક મર્યાદાઓને ઓળંગી યોગાસનમાં વૈશ્વિક ખ્યાતિ મેળવી છે. મોદીએ ઉલ્લેખ કર્યા બાદ સુરતની દીકરી સિદ્ધિના શિખરે પહોંચી છે.
સફળતાને સેલ્યુટઃ નરેન્દ્ર મોદી(PM Narendra Modi Man ki Baat) દર મહિનાના છેલ્લા રવિવારે ‘મન કી બાત’કહેતા હોય છે. તેઓ આ મન કી બાતમાં સમાજ કલ્યાણ, વૈજ્ઞાનિક, શિક્ષણ જગત, દેશ સંસ્કૃતિ વગેરે વિશે ચર્ચાઓ કરતા હોય છે. પણ રવિવારે તેમણે સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયાની ચર્ચા કરી હતી. વડાપ્રધાન એ રેડિયોના માધ્યમથી તેની યોગાસનમાં નિપુણતા અને સંઘર્ષમય જીવનની કહાની શેર કરી હતી. દિવ્યાંગ છતાં ઉચ્ચ મનોબળની અન્વીએ શારીરિક, માનસિક મર્યાદાઓને ઓળંગી યોગાસનમાં વૈશ્વિક ખ્યાતિ મેળવી છે તેવું રેડિયોના માધ્યમથી વડાપ્રધાનએ અન્વીની ઘર્ષમય જીવનની કહાની શેર કરી હતી.
યોગામાં શિખર સરઃ વડાપ્રધાનએ કહ્યું કે અન્વી નાનપણથી જ દિવ્યાંગ છે. દેશભરમાં કોઈ ન કરી શકે તેવા યોગાસનો કરીને સૌને અચંબિત કરી દે છે. તેની આ જ ખૂબીએ તેને દેશ અને દુનિયા માટે પ્રેરણારૂપ બનાવી છે. અન્વીની વાત વડાપ્રધાનના મુખેથી સાંભળતા તેના પિતા વિજયભાઇ ઝાંઝરૂકિયા તથા માતા અવની ઝાંઝરૂકિયા તેમજ તેના પરિવારજનો ખુશખુશાલ થયા હતા.
ખામીઓને અવગણી નાખીઃ અન્વીના પિતાએ જણાવ્યું કે તે સુરતના નરથાણ સ્થિત સંસ્કારકુંજ જ્ઞાનપીઠમાં અભ્યાસ કરે છે. તેના જન્મથી જ અનેક પ્રકારની માનસિક અને શારિરિક બિમારીઓ છે. જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી કરાઇ છે. હાલ માઈટ્રોટ વાલ્વ લિકેજ છે અને તેના હ્રદયમાં બે હોલ છે. તેના મોટા આંતરડામાં ક્ષતિ છે. તે 75 % બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે . બોલવામાં પણ સમસ્યા અનુભવે છે. છતા પણ યોગમાં તેણે સિદ્ધિઓ મેળવતી ગઈ. દેશભરમાં પ્રખ્યાત બની હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું.
અસામાન્ય બાળકની અસાધારણ સફળતાઃ અન્વીના માતા અવની ઝાંઝરૂકિયાએ જણાવ્યું હતું કે, અન્વી જન્મજાત દિવ્યાંગતા લઈને જન્મી હતી જન્મના થોડા દિવસો બાદ અમને ખ્યાલ આવ્યો કે અન્વી અન્ય બાળકો જેવી નોર્મલ નથી. તે શરૂઆતમાં પોતાના રોજિંદા કામ-કાજ જાતે કરી શકતી ન હતી. અનેક શારીરિક-માનસિક સમસ્યાઓ હોવા છતાં હિંમત હાર્યા વિના પરિશ્રમ, ધીરજથી તેનો ઉછેર કર્યો છે. દીકરી અન્વીને યોગ કરવાની પ્રેરણા કયાંથી મળી તે વિશે તેમણે કહ્યું કે, જ્યારે તે 10 વર્ષની હતી ત્યારે માથા પર પગ ચડાવીને સૂતી હતી, આવી યોગાસન જેવી મુદ્રા જોઈને મને એ સમયે તેને યોગક્ષેત્રે મોકલવાનો વિચાર આવ્યો અને તેની સ્કુલના યોગ શિક્ષક નમ્રતાબેન વર્માને મળીને યોગ શીખવવાની શરૂઆત કરી હતી.
પુરસ્કાર, પ્રશંસા અને પ્રસિદ્ધિઃ કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 2022 માટે દેશભરમાંથી ‘રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટે’29 બાળકોની પસંદગી કરાઇ હતી. જેમાં અન્વીની પણ પંસદગી કરાઇ હતી. બાલ પુરસ્કાર’ મેળવીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. ‘ગુજરાત ગરિમા એવોર્ડ-2022’ આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસના દિવસે રાજ્યપાલ અને મુખ્યપ્રધાનના હસ્તે એનાયત થયો છે. આ એવોર્ડ મેળવનાર અન્વી રાજ્યની(Global fame in yoga) સૌથી નાની ઉંમરની એવોર્ડ પ્રાપ્તકર્તા છે.
વડાપ્રધાને કર્યું વેલકમઃ ગત 10મી સપ્ટે.એ વડાપ્રધાનએ અન્વી અને તેના માતાપિતાને નવી દિલ્હી મળવા બોલાવ્યા હતા. વડાપ્રધાનએ માત્ર પાંચ મિનિટ મુલાકાતનો સમય આપ્યો હતો, પરંતુ અન્વીની સિદ્ધિઓ અને તેની આવડતના લીધે આ મુલાકાત 33મિનિટ સુધી લાંબી ચાલી હતી. વડાપ્રધાન સાથે મુલાકાત કરવાની અન્વીને ઘણા સમયથી ખૂબ તાલાવેલી હતી. જે આ મુલાકાત સાથે પૂર્ણ થઈ હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાનએ અન્વીને ચોકલેટ આપીને વ્હાલ કર્યું હતું અને તેની વિવિધ યોગમુદ્રાઓ નિહાળી હતી.