- નારાયણ સાંઈને સુરત લાજપોર જેલ પરત લાવવામાં આવ્યા
- 14 દિવસનો ફ્લો પૂર્ણ થતાં અમદાવાદથી સુરત લાજપોર જેલ લવાયા
- દુષ્કર્મ મામલે કારાવાસ ભોગવી રહ્યા છે નારાયણ સાંઈ
સુરત: આશ્રમની સાધિકા સાથે દુષ્કર્મ મામલે આજીવન કારાવાસ ભોગવી રહેલા નારાયણ સાંઈને આજે 14 દિવસનો ફ્લો પૂર્ણ થતાં પોલીસ જાપ્તા સાથે અમદાવાદથી સુરત લાજપોર જેલ પરત લાવવામાં આવ્યા હતાં. મીડિયાના કેમેરા સામે નારાયણ સાંઈ કંઈ જ બોલ્યા નહતા. નારાયણ સાંઈને સુરત પરત લવાયા ત્યારે તેના દર્શન માટે જેલ બહાર ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
આજે ફ્લો જામીન પૂર્ણ થયા
ગુજરાત હાઈકોર્ટ દ્વારા દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈને 14 દિવસના ફ્લો જામીન આપવામાં આવ્યા હતા. નારાયણ સાંઈની માતાને હૃદયની બીમારી હોવાના કારણે કોર્ટે તેને 14 દિવસના ફ્લો જામીન આપવામાં આવ્યા હતા. જેથી તે 14 દિવસ પહેલા સુરતની લાજપોર જેલથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. આજે ફ્લો જામીન પૂર્ણ થતા પોલીસ જાપ્તા સાથે નારાયણ સાંઈને ફરી સુરત જેલ લાવવામાં આવ્યા હતા. નારાયણ સાંઈ જેલ પહોંચે તે પહેલા જેલની આસપાસ તેના અનુયાયીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા.
7 વર્ષથી સુરત જેલમાં છે નારાયણ સાંઈ
ઉલ્લેખનીય છે કે, આશ્રમની સાધિકા સાથે દુષ્કર્મ મામલે નારાયણ સાંઈ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. તે સુરતની લાજપોર જેલમાં છેલ્લા સાત વર્ષથી કારાવાસ ભોગવી રહ્યા છે અને તેની માતાની તબિયત સારી નહીં હોવાના કારણે તેને હાઇકોર્ટમાં ફલોની માંગણી કરી હતી.