ETV Bharat / city

સુરતને પ્લાસ્ટિકમુક્ત બનાવવા મહાનગરપાલિકાની પહેલ, કચરો એકત્રિત કરતા શ્રમજીવીઓને વળતર ચૂકવી તેમની પાસેથી પ્લાસ્ટિક એકત્રિત કરાશે - રાજ્ય સરકારની ગ્રાન્ટ

સુરત શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે મહાનગરપાલિકાએ નવી તજવીજ હાથ ધરી છે, જે હેતુસર ઘન કચરા એકત્રીકરણ કરતાં શ્રમજીવીઓને પ્રતિ કિલો 3 રૂપિયા વળતર ચૂકવીને પ્લાસ્ટિકનો જથ્થો એકત્ર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકારે મહાનગરપાલિકાને ગ્રાન્ટ પણ ફાળવી છે.

સુરતને પ્લાસ્ટિકમુક્ત બનાવવા મહાનગરપાલિકાની પહેલ, કચરો એકત્રિત કરતા શ્રમજીવીઓને વળતર ચૂકવી તેમની પાસેથી પ્લાસ્ટિક એકત્રિત કરાશે

author img

By

Published : Sep 9, 2021, 11:59 AM IST

  • પ્રતિ કિલો ત્રણ રૂપિયા વળતર ચૂકવી ને પ્લાસ્ટિકનો જથ્થો એકત્ર કરવાની તજવીજ
  • વ્યક્તિદીઠ 10 કિલો ની મર્યાદામાં પ્લાસ્ટિકનો જથ્થો લઈને પંદર દિવસે શ્રમજીવીઓને વળતર ચૂકવવામાં આવશે
  • શ્રમજીવીઓના આધારકાર્ડ અને બેંક ડીટેલ લેવામાં આવશે

સુરત: પ્લાસ્ટિકમુક્ત શહેર બનાવવાના હેતુસર ઘન કચરા એકત્રીકરણ કરતાં શ્રમજીવીઓને પ્રતિ કિલો 3 રૂપિયા વળતર ચૂકવીને પ્લાસ્ટિકનો જથ્થો એકત્ર કરવાની તજવીજ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. 'રેગ પીકર્સ શ્રમજીવી' આર્થિક વિકાસ યોજના અંતર્ગત આ કામગીરી માટે રાજ્ય સરકારે મહાનગરપાલિકાને 40.79 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે.

આ પણ વાંચો- કેન્દ્ર સરકારે ભારતને સિંગલ-યુઝ પ્લાસ્ટિક-ફ્રી બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી વધુ માહિતી
આ ગ્રાન્ટની રકમમાંથી અંદાજે 900થી વધુ શ્રમજીવી અને વળતર ચૂકવવામાં આવશે. પ્રતિ વ્યક્તિદીઠ 10 કિલોની મર્યાદામાં પ્લાસ્ટિકનો જથ્થો લઈને 15 દિવસે શ્રમજીવીઓને વળતર ચૂકવવામાં આવશે. તો આ અંગે સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ એક વર્ષ સુધીના કામગીરી સોંપવામાં આવશે. ત્યારબાદ સરકાર વધુ ગ્રાન્ટની ફાળવણી કરશે તો કામગીરી યથાવત રાખવામાં આવશે. શ્રમજીવીઓના આધારકાર્ડ અને બેન્ક ડિટેલ લેવામાં આવશે.
આ પણ વાંચો- પ્લાસ્ટિક પ્રદૂષણ સામે 83 વર્ષના વૃદ્ધા સૌ કોઈ માટે છે પ્રેરણાનો સ્ત્રોત

911 શ્રમજીવીઓ પાસેથી પ્લાસ્ટિકનો જથ્થો પ્રાપ્ત કરવાનું આયોજન

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રમજીવીઓ દ્વારા એકત્ર કરવામાં આવતા વિવિધ પ્રકારના પ્લાસ્ટિકના જથ્થાનો યોગ્ય થતો નથી, જેને પગલે આ યોજના અંતર્ગત શહેરમાંથી ઘનકચરા એકત્ર કરતા અંદાજે 911 શ્રમજીવીઓ પાસેથી પ્લાસ્ટિકનો જથ્થો પ્રાપ્ત કરવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શ્રમજીવીઓને પ્રતિકિલો પ્લાસ્ટિક માટે 3 રૂપિયા વળતર ચૂકવવામાં આવશે. શ્રમજીવીઓના આરોગ્ય સાથે સલામતી જળવાઈ રહે તે માટે ફ્લોરોસેન્ટ રંગનું જેકેટ, હેન્ડ મોજો, રેઈનકોટ, બુટ અને માસ્ક સહિતની સુવિધા પણ મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.