સુરત : દેશમાં પ્રથમવાર 200 આંખમાં લગાવવામાં આવેલ મલ્ટીફોક્લ લેન્સ (Multifocal lens research in Surat ) અંગે ઉપર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એફિલિયેટેડ ભારતીય ઓપ્ટોમેટ્રી કોલેજના પ્રોફેસર ડો ચેતના પટેલે (Dr. Chetna Patel's eye research) રિસર્ચ કર્યું છે.
લોકો આજીવન ચશ્માથી મુક્તિ પામી શકે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મેડિસિન ફેકલ્ટીના અગ્રણી અને હાલના ભારતીય કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડો. ચેતના પટેલે એક ખાસ સંશોધન (Dr. Chetna Patel's eye research) કર્યું છે કે નજીવી રકમથી લોકો આજીવન ચશ્માથી મુક્તિ પામી શકે છે. આ અંગે ડો. ચેતના પટેલે જણાવ્યું હતું કે, અગાઉ આ વિષય ઉપર વિદેશમાં રિસર્ચ કરવામાં આવતું હતું. પરંતુ દેશમાં પ્રથમવાર એટલી કોન્ટીટીમાં રિસર્ચ (Clinical Analysis Research on Eyes ) કરવામાં આવ્યું છે. તેમને 200 આંખ ઉપર મલ્ટીફોક્લ લેન્સ (Multifocal lens research in Surat ) બેસાડી નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ નિરીક્ષણ પછીના ક્લિનિકલ એનાલિસિસ પછી કેટલાક તારણો સામે આવ્યા હતાં. આ તારણો અંગે પણ તેઓએ જણાવ્યું હતું કે 95 ટકા દર્દીઓને મલ્ટીફોક્લ લેન્સના પ્રત્યારોપણ પછી મોતિયાના ઓપરેશન બાદ દૂરના કે નજીકના ચશ્મા પહેરવાની જરૂરિયાત રહેતી નથી.
આ પણ વાંચોઃ યુરોપિયન દેશોમાં Environmental Electricity મળશે : આ પ્રોજેકટમાં Gujaratis સિંહફાળો આપી રહ્યાં છે
75 ટકા દર્દીઓને નહિવત માત્રામાં ગ્લેર, હેલોસની અનુભૂતિ
ડોક્ટર ચેતના પટેલે(Dr. Chetna Patel's eye research) જણાવ્યું હતું કે મલ્ટીફોક્લ લેન્સના (Multifocal lens research in Surat ) પ્રત્યારોપણ પછી ગ્લેર, હેલોસ વગેરે સ્વાભાવિક છે. પરંતુ આ સ્ટડીમાં 75 ટકા દર્દીઓને નહિવત માત્રામાં ગ્લેર, હેલોસની અનુભૂતિ થઈ છે. જે તેમને તેમના રોજિંદા કાર્યોમાં તકલીફ કરતું નથી. Quality of life questionnaire મા પણ 95 ટકા દર્દીઓ તેમની દૂર અને નજીકની દ્રષ્ટિથી સંતુષ્ટ છે. 98 ટકા દર્દીઓ તેમના મોતિયાના ઓપરેશન બાદ મલ્ટીફોક્લ લેન્સના પ્રત્યારોપણથી ખૂબ જ સંતુષ્ટ છે. 92 ટકા દર્દીઓ આ લેન્સની ભલામણ બીજા દર્દીઓ માટે કરે છે. ચોક્કસાઇપૂર્વક દર્દીઓને યોગ્ય પરામર્શ આ સર્જરી માટે ખૂબ જ જરૂરી છે. યોગ્ય પરામર્શ બાદ જ કયા પેશન્ટને મલ્ટીફોક્લ લેન્સ નાખવા હિતાવહ છે તે નક્કી કરી શકાય છે.
આ પણ વાંચોઃ અમદાવાદ: 4 વર્ષીય બાળકી ઝેનાબની 9 કલાકની જટીલ સર્જરી થઈ સફળ
આ પ્રકારના રિસર્ચ વિદેશમાં થાય છે
રિસર્ચ અંગે પ્રિન્સિપલ અને તેમના ગાઈડ ડોક્ટર મહેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે આ પ્રકારના (Multifocal lens research in Surat ) રિસર્ચ વિદેશમાં થાય છે. પ્રથમવાર 200 આંખ ઉપર આ રિસર્ચ કરવામાં આવ્યું છે. રાજ્યના અને અન્ય એક રાજ્યના રેફરી આ (Clinical Analysis Research on Eyes ) રિસર્ચ ઉપર મંતવ્ય આપે છે.