ETV Bharat / city

Mucormycosis Ayurvedic Treatment Surat: આયુર્વેદથી સાજા થયાં પાકિસ્તાનની સુરૈયા, ડોક્ટરે આપી નિ:શુલ્ક સારવાર

પાકિસ્તાનના મુલતાનની 61 વર્ષીય વૃદ્ધા સુરૈયાબાનુ સુરતથી મ્યુકોરમાઈકોસિસની સારવાર (Mucormycosis Ayurvedic Treatment Surat) લઈ રહી છે. સુરતના ડોક્ટર રજનીકાંત પટેલ આયુર્વેદિક પદ્ધતિથી આ સારવાર કરી રહ્યા છે. સુરૈયાબાનુની દીકરીએ ડોક્ટર રજનીકાંતનો સંપર્ક કર્યો હતો.

Mucormycosis Ayurvedic Treatment Surat: આયુર્વેદથી સાજી થઈ પાકિસ્તાનની સુરૈયા, સુરતના ડોક્ટરે આપી નિ:શુલ્ક સારવાર

author img

By

Published : Mar 28, 2022, 7:59 PM IST

સુરત: મ્યુકોરમાઈકોસિસથી પીડિત (Mucormycosis Ayurvedic Treatment Surat) પાકિસ્તાનની વૃદ્ધ મહિલાને જીવિત રહેવા માટે આશાનું કિરણ હજારો કિલોમીટર દૂર ભારતમાં નજર આવ્યું છે. મગજ સુધી ફંગસ અને લાખો રૂપિયા સારવાર પર ખર્ચ (black fungus treatment cost in india) કર્યા બાદ પણ રાહત ન મળતા પાકિસ્તાની વૃદ્ધ મહિલાની દીકરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના ડો.રજનીકાંત પટેલનો સંપર્ક (ayurvedic doctors in surat) કર્યો અને આયુર્વેદિક સારવાર શરૂ કરી હતી. આજે વૃદ્ધ મહિલાને આ રોગથી મહદઅંશે રાહત મળી ચૂકી છે.

વૃદ્ધ મહિલાને આ રોગથી મહદઅંશે રાહત મળી ચૂકી છે.

મ્યુકોરમાઈકોસિસની નિઃશુલ્ક સારવાર- ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે વર્ષો જૂની દુશ્મનાવટ (India Pakistan Conflict) હોય તેમ છતાં આજે પણ બન્ને દેશોની સરહદ વચ્ચે માનવતાની રેખા હજી પણ કાયમ છે. ભારતના આયુર્વેદિક ડો.રજનીકાંત પટેલ પાકિસ્તાની 61 વર્ષીય વૃદ્ધા સુરૈયાબાનુને મ્યુકોરમાઈકોસિસ (pakistani mucormycosis patient treatment in surat)ની નિઃશુલ્ક સારવાર આપી રહ્યા છે. મગજ સુધી ફંગસ પહોંચી ગઈ હતી, પરંતુ ડોક્ટર રજનીકાંત પટેલની સારવારના કારણે હાલ તેઓને 50 ટકા રાહત મળી ચૂકી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુલતાન શહેરમાં રહેતા 61 વર્ષીય મહિલા સુરૈયાબાનુની દીકરી ઈકરા અઝીઝ માતાને મ્યુકોરમાઇકોસીસ (mucormycosis in pakistan) થતા ખૂબ જ ચિંતિત હતી.

આ પણ વાંચો: મ્યુકરમાઇકોસિસની અસરથી પીડાતા દર્દીઓને IFL સારવારથી મળશે સામાન્ય જીવન

ડોક્ટર રજનીકાંત પટેલ અને આયુર્વેદિક ઉપચારની આભારી- ઈકરા અઝીઝે ETV Bharatને વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, માતાને એક વર્ષ પહેલાં કોરોના થયો હતો અને ત્યારબાદ બ્લેક ફંગસ થતાં પાકિસ્તાનની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ઉપરનું જડબું પણ કાઢવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી આ બ્લેક ફંગસ (black fungus in pakistan)ની સારવાર અન્ય કયા માધ્યમથી કરી શકાય તે અંગે સર્ચ કરી રહી હતી ત્યારે મને ખબર પડી કે ભારતના ડોક્ટર રજનીકાંત પટેલ આયુર્વેદના માધ્યમથી આ સારવાર કરે છે. અમે ડોક્ટરને સિટીસ્કેન રિપોર્ટ સહિતના અન્ય રિપોર્ટ મોકલ્યા હતા. તેઓએ જે પણ દવાઓ બતાવી હતી તે અમે કરી. અગાઉ કરતા હાલ ખૂબ જ રાહત મળી છે અને આગળ પણ આવી રીતે સારવાર થશે તેથી અમને ખાત્રી છે કે, મારી માતા ફરીથી પહેલાની જેમ સારી થઈ જશે. હું ડોક્ટર રજનીકાંત પટેલ અને આયુર્વેદિક ઉપચાર (ayurvedic treatment for fungal infection)ની આભારી છું.

3થી 4 લીટર ઊંટનું દૂધ પીવે છે- ડોક્ટર રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સુરૈયાબાનુના દીકરીએ મારો સંપર્ક કર્યો હતો. તેમના મગજ સુધી ફંગસની અસર પહોંચી ગઈ હતી. તેમના રિપોર્ટ જોયા બાદ તેમની સારવાર શરૂ કરી હતી. અહીંથી દવાઓ પાકિસ્તાન મોકલવા માટે અમે 3થી 4 કુરિયર કંપની (india to pakistan courier service)નો સંપર્ક કર્યો હતો. પરંતુ કોઈપણ પાકિસ્તાન દવા મોકલવા માટે તૈયાર નહોતું. જેથી અમે તેમને જણાવ્યું હતું કે, ત્યાં કોઈપણ હર્બલ વનસ્પતિ વેચનારા માર્કેટમાં જે પણ દવાઓ અહીંથી કહેવામાં આવે ત્યાં શોધો. એટલું જ ન નહીં અમે દર્દીને રોજે ઊંટનું દૂધ (camel's milk in fungus treatment) પીવા માટે કહ્યું હતું, કારણ કે તે એન્ટી ફંગલ વધુ હોય છે અને પાકિસ્તાનમાં આ સહેલાઈથી મળી જાય છે. તેઓ 3થી 4 લીટર ઊંટનું દૂધ પીવે છે. આ સારવાર ચાલી રહી હતી અને એક મહિના બાદ જે રિપોર્ટ કર્યા તેમાં સારી અસર જોવા મળી રહી છે. અમે તેમને જરૂરી સારવાર અહીંથી કરી રહ્યા છે.

આ પણ વાંચો: ઓમિક્રોન સામે આયુર્વેદમાં બાળકો અને મોટા લોકો માટે ઉપચાર શું ? જાણો તબીબોના મુખે...

આયુર્વેદથી 400 મ્યુકોરમાઇકોસિસગ્રસ્ત દર્દીઓની સારવાર- ઉલ્લેખનીય છે કે, મ્યુકોરમાઇકોસિસની આ પ્રકારની મોર્ડન ટ્રીટમેન્ટમાં 25 લાખ સુધીનો ખર્ચ થાય છે. પરંતુ ડોક્ટર રજનીકાંત દ્વારા સુરૈયાબાનુની સારવાર નિ:શુલ્ક કરવામાં આવી છે. ડોક્ટર રજનીકાંત પટેલે વધુમાં કહ્યું કે, અત્યાર સુધી અમે 400 મ્યુકોરમાઇકોસિસગ્રસ્ત દર્દીઓની સારવાર કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.