સુરતઃ શહેરમાં રહેતા હજારોની સંખ્યામાં રાજસ્થાન સમાજના લોકોમાંથી અનેક લોકો લોકડાઉનમાં પોતાના વતન જવા ઇચ્છે છે, પરંતુ અત્યાર સુધી રાજસ્થાન સરકારે પોતાના નાગરિકોને પરત બોલાવવાની તૈયારી બતાવી નથી.
આ વચ્ચે નવસારીના સાંસદ સી. આર. પાટીલે રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, ગેહલોત સરકાર પોતાના રાજસ્થાનના નાગરિકોને બોલાવવા માટે પરવાનગી આપી રહ્યાં નથી અને રાજકારણ કરી રહ્યાં છે.
સાંસદ સી. આર. પાટીલે રાજસ્થાનના મુખ્યપ્રધાન ગહેલોત પર નિશાન સાધ્યું છે. પાટીલે કહ્યું છે કે, આવા સમયે પોલિટિક્સ બંધ કરે રાજસ્થાન સરકારે કોઈ પણ પ્રકારની પરમિશન હજી સુધી આપી નથી. સુરતમાં લાખોની સંખ્યામાં રાજસ્થાની લોકો વસવાટ છે.
જ્યાં સાંસદે લેખિતમાં મજૂરી આપવા જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજસ્થાનના અધિકારીએ એક પરિપત્રમાં જણાવ્યું છે કે, તેઓ ગુજરાતમાં રહેતા રાજસ્થાન સમાજના લોકોને રાજ્યમાં આવવાની પરવાનગી આપશે નહીં. જ્યારે બીજી બાજુ ગુજરાતની રાજ્ય સરકારે ટોલ ટેક્સમાં માફી આપી તમામને તેમના વતન જવા માટે સરળતા કરી દીધી છે. આવા સમયે રાજસ્થાન સરકારને રાજકારણ નહીં કરવું જોઈએ.