ETV Bharat / city

માતા બની પુત્રના મોતનું કારણ, તેણીએ પણ જીવનલિલા સંકેલી

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ વેદરોડ દરવાજા પાસે માતાએ પોતાના જ 5 વર્ષીય પુત્રની હત્યા કરી નાખી છે. તેમજ પુત્રની હત્યા બાદ પોતે પણ પંખા સાથે ફાંસો ખાઈને જીવન ટુંકાવી દિધુ છે. આ ઘટનાથી વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. આ મામલે હાલમાં કતારગામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. Mother and son committed suicide in Surat, mother killed her son, Mother became cause of son s death

માતા બની પુત્રના મોતનું કારણ
માતા બની પુત્રના મોતનું કારણ
author img

By

Published : Aug 21, 2022, 3:36 PM IST

સુરત વેદરોડ દરવાજા પાસેના પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહેતી 30 વર્ષીય યોગિતા રાકેશ ઝાંઝમેરા એ પોતાના 5 વર્ષીય પુત્ર દેવાંશને પંખા સાથે ફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યો હતો ( mother killed her son ). ત્યાર પછી તેણીએ પંખા સાથે ફાંસો ખાઈને જીવનો અંત લાવ્યો હતો (Mother and son committed suicide in Surat). આ મામલાની જાણ કતારગામ પોલીસને થતા કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમને તપાસ હાથ ધરીને માતા પુત્રના મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો.

આ પણ વાંચો ભણવાની ઉંમરમાં મોત તરફ ભણી સુરતની દિકરી

માતા પુત્રનો આપઘાત આ બાબતે મૃતકના પતિએ રાકેશએ જણાવ્યું કે, ગઈકાલે સાંજે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. દરવાજો ખખડાવ્યો પણ અંદરથી કોઈ જવાબ આવ્યા નહતો. ત્યારબાદ તેમને બારી માંથી જોયું તો તેમની પત્ની અને પુત્ર બન્ને હોલના પંખા સાથે લટકતા હતા. ઘરનો દરવાજો તોડીને મૃતદેહને નિચે ઉતારવામાં આવ્યા હતા. 108 મારફતે તેમને સિમ્મેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે બન્નેને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો પ્રેમ પ્રકરણમાં પિતાએ પુત્રી પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ

આપઘાતનું કારણ અકબંધ કતારગામ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, મૃતકોના શરીર પર કોઇજ પ્રકારના નિશાન જોવા મળ્યા નથી. ફક્ત ગળા પર ફાંસો ખાધો તેના જ નિશાન જોવા મળ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર ઘર કંકાસના કારણે આવું પગલું ભર્યું હોય તે માની શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.