ETV Bharat / city

EXCLUSIVE: કોરોનાના બીજા સ્ટ્રેઈનથી સંક્રમિત થયેલા 60 ટકા લોકો પ્લાઝમા ડોનેટ નથી કરી શકતા, જાણો કેમ ? - Plazma donors facing issues in surat

કોરોના દર્દીઓની સારવાર માટે પ્લાઝમાનું મહત્વ છે. જોકે, કોરોનાના બીજા સ્ટ્રેઈનના કારણે દર્દીઓમાં રિકવરી બાદ એન્ટીબોડી ઓછા જોવા મળતા તેઓ પ્લાઝમા ડોનેટ ન કરી શકતા હોવાનું સુરત રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખે જણાવ્યું હતું.

EXCLUSIVE: કોરોનાના બીજા સ્ટ્રેઈનથી સંક્રમિત થયેલા 60 ટકા લોકો પ્લાઝમા ડોનેટ નથી કરી શકતા, જાણો કેમ ?

author img

By

Published : Apr 29, 2021, 3:35 PM IST

  • કોરોનાના બીજા સ્ટ્રેઈનથી શરીરમાં એન્ટીબોડીનું પ્રમાણ ઘટતું હોવાનો દાવો
  • સુરત રેડક્રોસ સોસાયટીના પ્રમુખ ડૉ. પ્રફુલ શિરોયાએ કર્યો દાવો
  • વેક્સિનેશન પ્રક્રિયા શરૂ થયા બાદ બ્લડની અછત પણ સર્જાઈ શકે છે

સુરત: શહેરમાં એક તરફ પ્લાઝમાની અછત છે, તો બીજી તરફ પ્લાઝમા ડોનેટ કરવા આવી રહેલા લોકો પૈકી સંખ્યાબંધ દર્દીઓ પ્લાઝમા ડોનેટ કરી શકતા નથી. જેની પાછળનું મુખ્ય કારણ કોરોનાનો બીજો સ્ટ્રેઈન હોવાનું સુરત રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, સ્ટ્રેઁઈન-2ના જે પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે તેમનામાં એન્ટીબોડીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું છે. જેના કારણે તેઓ પ્લાઝમા ડોનેટ કરી શકતા નથી. હાલ સુરતમાં 10માંથી 6 એવા ડોનર છે, જેઓ પ્લાઝમા ડોનેટ તો કરવા માંગે છે પરંતુ એન્ટીબોડી ઓછા હોવાથી કરી શકતા નથી.

EXCLUSIVE: કોરોનાના બીજા સ્ટ્રેઈનથી સંક્રમિત થયેલા 60 ટકા લોકો પ્લાઝમા ડોનેટ નથી કરી શકતા, જાણો કેમ ?

આ પણ વાંચો: કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ પ્લાઝમા ડોનેટ કર્યું

વેક્સિનેશન શરૂ થવાથી ભવિષ્યમાં બ્લડની અછત સર્જાઈ શકે છે

ગત વર્ષે સુરતે રાજ્યમાં સૌથી વધુ પ્લાઝમા ડોનેટ કરીને રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. જોકે, હાલમાં જ્યારે શહેર કોરોનાના બીજા તબક્કામાં લડી રહ્યું છે. ત્યારે પ્લાઝ્માની અછત સર્જાઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં કેસ વધતા પ્લાઝમાની માગમાં વધારો થયો છે. જેને લઈને શહેરની મુખ્ય બ્લડ બેંકો દ્વારા કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોને પ્લાઝમા ડોનેટ કરવા માટે અપીલ કરે છે. મહત્વની વાત એ છે કે, ગત વર્ષના સ્ટ્રેઈન થકી સાજા થયેલા લોકો કરતા નવા સ્ટ્રેઈનથી સંક્રમિત થયેલા લોકોના શરીરમાં એન્ટીબોડીની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ 18 વર્ષથી ઉપરના લોકો વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરી રહ્યા છે. જેથી નજીકના ભવિષ્યમાં બ્લડની અછત પણ સર્જાવાનો ભય બ્લડ બેંકને સતાવી રહ્યો છે.

આ પણ વાંચો: સુરતમાં બે સગા ભાઈઓ પૈકી મોટાભાઈએ 15 વખત, તો નાનાભાઈએ 7 વખત પ્લાઝમા ડોનેટ કર્યા

10માંથી માત્ર 4 લોકોના શરીરમાં માપદંડ પ્રમાણેના એન્ટીબોડીઝ મળે છે

રેડક્રોસ બ્લડ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે, સાજા થયેલા દર્દીઓના શરીરમાં એન્ટીબોડીની સંખ્યા શરીરમાં 10થી વધુ હોવી જરૂરી છે. જોકે, ડોનેશન કરવા આવતી 10 વ્યક્તિઓમાંથી માત્ર 4 વ્યક્તિના શરીરમાં જ એન્ટીબોડીની સંખ્યા માપદંડ પ્રમાણે હોય છે. જેથી અન્ય 6 વ્યક્તિના પ્લાઝમા લઇ શકાતા નથી. વળી વેક્સિન લીધા બાદ 3 મહિના સુધી રક્તદાન ન કરી શકાય તેમ હોવાથી મારી લોકોને અપીલ છે કે, લોકો એકસાથે વેક્સિન લેવાને બદલે ધીરે ધીરે વેક્સિન મુકાવે. જેથી તેમનો ટર્ન આવતા અઢીથી ત્રણ મહિનાનો સમય મળી શકે અને જરૂરિયાતમંદ લોકોને બ્લડ પણ મળતું રહે. હાલ ઘણા યુવાઓ રક્તદાન કેમ્પ લગાવીને બ્લડ એકત્ર કરવાની કામગીરી કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.