ETV Bharat / city

રવાણી જેમ્સના અંદાજે 300થી વધારે રત્ન કલાકારો પગાર વધારાની માંગણી સાથે ઉતર્યા હડતાળ પર - Surat local news

સુરતમાં બે દિવસથી રવાણી જેમ્સના 300થી વધુ રત્નકલાકારો હડતાળ પર ઊતર્યા છે. છેલ્લા પાંચ વર્ષથી પગાર વધારો ન મળતા રત્નકલાકારોમાં રોષ જોવા મળ્યો હતો.

Surat news
Surat news
author img

By

Published : Jul 21, 2021, 7:06 PM IST

  • છેલ્લા પાંચ વર્ષથી પગાર વધારો ન થતા રત્નકલાકારોમાં રોષ
  • રત્નકલાકારો પાસે જાડા હીરાનું કામ લેવામાં આવે છે
  • 300થી વધુ રત્ન કલાકારો હડતાળ પર

સુરતના હીરા ઉદ્યોગ (diamond business) માં ભલે તે હોય પરંતુ રત્નકલાકારો (jewellers) ની સ્થિતિ આજે પણ કફોડી બની છે. છેલ્લા પાંચ વર્ષથી પગાર વધારો ન થતા કાપોદ્રા વિસ્તારમાં આવેલા રવાણી જેમ્સના અંદાજે 300થી વધારે રત્ન કલાકારો પગાર વધારાની માંગણી સાથે હડતાળ પર ઉતરી ગયા હતા.

છેલ્લા બે દિવસથી તેઓ હડતાળ પર

આંતરરાષ્ટ્રીય બજાર (international market) માં પોલિશ્ડ ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડ વધતા હવે સુરતની અનેક કંપનીઓના રત્ન કલાકારો પગાર વધારાની માગ કરી રહ્યા છે. કાપોદ્રા વિસ્તારમાં રવાણી જેમ્સના અંદાજીત 300થી વધારે રત્ન કલાકારો પગાર વધારાની માગ સાથે હડતાળ પર છે. છેલ્લા બે દિવસથી તેઓ હડતાળ પર છે. આરોપ છે કે, કંપની દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પગારમાં વધારો કરાયો નથી.

પગાર વધારાની માગ સાથે સતત બીજા દિવસે હડતાળ પર ઉતર્યા
સુરતના વરાછા, કાપોદ્રા, કતારગામ વિસ્તારોમાં વિશ્વના 100માંથી 90 હીરા કટિંગ અને પોલિશિંગ થાય છે. આ ઉદ્યોગમાં આશરે 8 લાખથી વધુ રત્નકલાકારો કામ કરી રહ્યા છે. હીરાઉધોગમાં ભારે તેજી હોવા છતાં ડાયમંડ કંપનીના માલિકો દ્વારા હીરા કટિંગ અને પોલિશ્ડ કરનારાઓના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો ન કરાયો નથી. જેથી રવાણી જેમ્સ 300 જેટલા રત્નકલાકારો પગાર વધારાની માગ સાથે સતત બીજા દિવસે હડતાળ પર ઉતર્યા છે.

20 ટકા જેટલો પગાર વધારો કરવાની અમારી માંગ છે
રત્નકલાકાર (jewellers) રાકેશભાઈએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષથી ફેક્ટરીના સંચાલકો દ્વારા પગાર વધારો કરાયો નથી. મંદીમાં પગાર ન મળ્યો અને તેજીમાં પૂરતો ભાવ ન અપાતા તેઓની હાલત કફોડી બની છે. 20 ટકા જેટલો પગાર વધારો કરવાની અમારી માંગ છે .અમારી પાસે જાડા હીરાનું કામ લેવામાં આવે છે. તેની સામે તે મુજબનું વેતન આપવામાં આવતું નથી. કંપની દ્વારા યોગ્ય નિવેડો નહીં લાવવામાં આવે તો હડતાળ યથાવત રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.