ETV Bharat / city

સુરતના દરિયાઈ માર્ગેથી 16 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો - દારૂની હેરાફેરી

સુરત શહેરના દરિયાઈ માર્ગથી મોટી સંખ્યામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સુરત મરીન પોલીસે વિદેશી દારૂ સહિત 16 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હજીરા વિસ્તારમાં દરિયાઈ માર્ગે બોટ માફરતે 16,67,320 લાખનો અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ વ્યક્તિને મરીન પોલીસે ઝડપી પાડ્યા છે અને દરિયાઈ માર્ગ પરથી દારૂની હેરાફેરી કરનારનો ભાંડાફોડ કર્યો છે.

સુરતના દરિયાઈ માર્ગે લવાયેલો લાખો રૂપિયાનો ઈંગ્લિસ દારૂ ઝડપાયો

author img

By

Published : Oct 15, 2020, 5:52 PM IST

સુરતઃ શહેરમાં અન્ય સ્થળોથી દારૂ પહોંચાડવાનો અનેક બનાવ સામે આવતા હોય છે. પરંતુ હવે દરિયાઈ માર્ગથી લાખો રૂપિયાનો દારૂ સુરતમાં પહોંચાડવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવને મરીન પોલીસે રંગેહાથ ઝડપી પડ્યો હતો. દરિયાઈ માર્ગથી દારૂ સુરત શહેરમાં પહોંચાડવાનો નવો કીમિયો અજમાવ્યો હતો, પણ આ બનાવને પોલીસે ઝડપી પાડ્યો છે.

શહેરના રસ્તા પર પોલીસના સઘન ચેકીંગથી દરિયાઈ માર્ગેથી સુરતમાં દારૂ ઘુસાડવાનો કીમિયો અજમાવામાં આવી રહ્યો છે. ત્યારે હજીરા મરીન પોલીસ દ્વારા ચેકીંગ દરમિયાન મરીન પોલીસ દ્વરા પેટ્રોલિંગ દરમ્યાન એસ્સાર જેટી પર બોટ પોઇન્ટ-7ની નોટિકલ માઈલથી દૂર દરિયાના પાણીમાં એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. જેમાં હરેશ ચીનીયા, ધર્મેન્દ્ર બાબુ, મનોજ માનકા ટંડેલ, સંજય કાલીદાશ, બટવરલાલ નગિન આ 5 વ્યક્તિ નાની દમણથી વગર પાસ પરમીટ ભારતીય બનાવટનો ઈંગ્લીસ દારૂ લાવી રહ્યા હતા.

પોલીસને બિયરના ટીન અને વોડકાના કુલ 272 બોક્સ મળ્યા હતા. તેની ગણતરી કરતા અંદાજીત ઇંગ્લિશ દારૂના કુલ મુદ્દામાલની કિંમત 16,67,320 જેટલી છે. આ દારૂને હજીરા મરીન પોલીસ સ્ટેશનમાં લાવામાં આવ્યો છે અને મરીન પોલીસે 5 આરોપીને ઝડપી 2 ઈસમોને પોલીસ વોન્ટેડ જાહેર કર્યા છે. વોન્ટેડ કરવામાં આવેલ આરોપીના નામ આશિષ ટંડેલ અને નરેશ પટેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.