ETV Bharat / city

જૂઓ સુરતથી ગ્રાઉન્ડ રિપોર્ટ: સુરતમાં 100થી વધુ વૃક્ષ ધરાશાયી થતા 25 વાહનો દબાયા - ગ્રાઉન્ડ રિપોર્ટ

તૌકતે વાવાઝોડા લેન્ડ ફોલ થયા બાદ પણ સુરતમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં અત્યાર સુધી 5 ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્ત-વ્યસ્ત થયું છે. ભારે પવનના કારણે વૃક્ષો પડી જવાથી ઠેર-ઠેર રસ્તા બંધ થઇ ગયા છે. વાવાઝોડું સોમવારની રાતે ભારે પવનના કારણે સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.

સુરતમાં 100થી વધુ વૃક્ષ ધરાશાયી થતા 25 વાહનો દબાયા

author img

By

Published : May 18, 2021, 1:33 PM IST

  • તૌકતે વાવાઝોડા લેન્ડ ફોલ થયા બાદ પણ સુરતમાં ભારે પવન સાથે વરસાદ
  • વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થયું
  • પવનના કારણે વૃક્ષો પડી જવાથી ઠેર-ઠેર રસ્તા બંધ થઇ ગયા

સુરત: તૌકતે વાવાઝોડાના કારણે સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવનાર 12 કલાકમાં સુરતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જેથી લોકોને ઘરે થી નાની કાઢવા માટેની અપીલ કરાઇ છે. સાથે સુરત શહેરનામાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. સુરત માં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાઇ રહ્યો છે.

આ પણ વાંચો: રાજકોટમાં 3 ઈંચ વરસાદ પડતાં અનેક વૃક્ષો ધરાશાયી

વાવાઝોડું આવતા પહેલા જ દરીયાકિનારે મોટા મોજા ઉતારવાનું શરૂ થઈ ગયું

તૌકતે વાવાઝોડા લેન્ડ ફોલ થયા બાદ પણ સુરતમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં અત્યાર સુધી 5 ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્ત-વ્યસ્ત થયું છે. ભારે પવનના કારણે વૃક્ષો પડી જવાથી ઠેર-ઠેર રસ્તા બંધ થઇ ગયા છે. સોમવારની રાતે ભારે પવનના કારણે સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં વીજળી જવાની સમસ્યા પણ ઉદભવી હતી વાવાઝોડું આવતા પહેલા જ સુરત સહિત દક્ષિણ ગુજરાતના દરીયાકિનારે મોટા મોજા ઉછળવાનું શરૂ થઈ ગયું હતું.

સુરતમાં 100થી વધુ વૃક્ષ ધરાશાયી થતા 25 વાહનો દબાયા

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાને પગલે રાજકોટ પોલીસે રીંગ રોડ ખાલી કરાવ્યો

કોવિડ હોસ્પિટલમાં સતત મોનીટરીંગ

સુરતમાં સાંજથી જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો. જ્યારે વાવાઝોડું ત્રાટકયા બાદ શહેરમાં ભારે વરસાદ પડતા અનેક સ્થળો પર ધરાશાયી થયેલા આ વૃક્ષોના કારણે વાહનો દબાઈ જવાની ઘટના પણ સામે આવી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે, લોકો ઘરમાં રહે અને સુરક્ષિત રહે. સાથે કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને કોઈ હાલાકી ન થાય તે માટે સતત મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરતમાં 25થી વધુ વાહનો ધરાશાયી ઝાડના કારણે દબાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.