- સતત બની રહેલી આગની ઘટનાને કારણે સુરત મનપા સતર્ક
- વિવિધ હોસ્પિટલોમાં કરવામાં આવી રહ્યું છે મોકડ્રીલ
- હોસ્પિટલ સ્ટાફને પણ માહિતગાર કર્યા
સુરત: જિલ્લામાં 25 એપ્રિલના જ રોજ આશુતોષ હોસ્પિટલમાં જે આગની ઘટના બની હતી ત્યાર બાદ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરના આદેશ મુજબ દર અઠવાડિયે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી હોસ્પિટલોમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ કરવામાં આવે છે અને સાથે હોસ્પિટલમાં રહેલા કર્મચારીઓને ફાયરના સાધનો વિશે માહિતીઓ આપવામાં આવે છે.
યુનિક હોસ્પિટલમાં મોકડ્રીલ
સુરતના ભટાર વિસ્તારમાં આવેલ યુનિક હોસ્પિટલમાં ગુરુવારે શહેર ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ દરમિયાન ફાયર વિભાગ દ્વારા TTL મશીન દ્વારા હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ દરમિયાન સ્થાનિક પોલીસ પણ આ મોકડ્રીલમાં જોડાઈ હતી. સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક અને પાયલોટિંગ ગાડી સાથે ઉપસ્થિત થતી. યુનિક હોસ્પિટલમાં મોકડ્રીલ થયા બાદ હોસ્પિટલના સ્ટાફને ફાયરના સાધનોનાં ડેમો સાથે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં કરવામાં આવી ફાયર મોકડ્રીલ
બીજા હોસ્પિટલમાં પણ કરવામાં આવશે કામગીરી
આ મોકડ્રીલ ઈન્ચાર્જ ઓફિસર પ્રકાશ.એમ.પટેલ સાહેબ દ્વારા એમ કહેવામાં આવ્યુકે સુરત ખાતે આવેલ યુનિટ હોસ્પિટલમાં ગુરુવારે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.હોસ્પિટલમાં ફસાયેલ દર્દીઓને ડેમો દ્વારા ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી.સાથે હોસ્પિટલના સ્ટાફ અને વોર્ડબોયને વગેરેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલના ઉપરથી ચાર દર્દીઓને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ એમ્બ્યુલન્સમાં બીજા હોસ્પિટલમાં રવાના કરવામાં આવી હતી.
આ પણ વાંચો : સુરતની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ફાયર વિભાગે મોકડ્રીલ યોજી