ETV Bharat / city

સુરતના વરાછામાં બાઈકસવાર ઇસમો યુવકના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર, જુઓ વીડિયો... - mobile snatching in surat

સુરતના વરાછા વિસ્તારમાં મોબાઈલ સ્નેચીંગની ઘટના સામે આવી છે. જેમાં બાઈકસવાર 2 ઇસમો એક યુવકના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થઇ ગયા હતા. આ ઘટના CCTVમાં કેદ થઇ જઇ છે. જેમાં જણાઇ આવે છે કે, માત્ર 2 સેકન્ડની અંદર જ આ મોબાઈલ સ્નેચરો ઘટનાને અંજામ આપી બાઈક પર ફરાર થઇ ગયા હતા.

સુરતના વરાછામાં બાઈકસવાર ઇસમો યુવકના હાથમાંથી મોબાઈલ ઝુંટવી ફરાર થયા

author img

By

Published : Oct 20, 2020, 3:32 PM IST

  • સુરતમાં વધી રહ્યુું છે ગુનાખોરીનું પ્રમાણ
  • વરાછામાં મોબાઈલ સ્નેચીંગની ઘટના
  • ઘટના CCTVમાં કેદ

સુરત : સુરતમાં દિવસને દિવસે ચેઈન અને મોબાઈલ સ્નેચીંગની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. મોબાઇલ સ્નેચરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

બાઈક પર આવેલા બે ઈસમો હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર

વરાછા રામબાગ વિસ્તાર પાસે મોબાઈલ સ્નેચીંગની ઘટના સામે આવી છે. જેમાં બે બાઈકસવાર ઇસમો યુવકના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થઇ ગયા હતા. મોબાઈલ સ્નેચીંગની આ ઘટના CCTVમાં કેદ થઇ છે. આ યુવાન જ્યારે રસ્તા પરથી મોબાઇલ પર વાત કરતો જઇ રહ્યો હતો ત્યારે માત્ર 2 સેકન્ડની અંદર જ મોબાઈલ સ્નેચરો ઘટનાને અંજામ આપી બાઈક પર ફરાર થઇ ગયા હતા.

સુરતના વરાછામાં બાઈકસવાર ઇસમો યુવકના હાથમાંથી મોબાઈલ ઝુંટવી ફરાર થયા
કાયદેસરની કાર્યવાહી કરવા માગ

આ સમગ્ર મામલે યુવકે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ પોલીસે આવા મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી પણ લોકોએ માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.