- મુળ ઝારખંડની સુરતમાં રહેતી યુવતી ચિઠ્ઠી લખી ગુમ
- બંને બહેનો સુરતમાં રહી બેંકમાં નોકરી કરતી હતી
- 7 જાન્યુઆરીથી રજની કુમારી છે ગુમ
- પોલીસે આ અંગે તપાસ હાથ ધરી
સુરતઃ મુળ ઝારખંડની 31 વર્ષીય રજનીકુમારી રાષ્ટ્રીયકૃત બેંકમાં નોકરી કરે છે. 'ભગવાનને મેરે લિયે દુનિયામેં કોઇ જગહ નહીં બનાઇ, લવ યુ સૉરી' સુરતમાં રાષ્ટ્રીયકૃત બેંકની મહિલા કર્મી ગુમ થતા સુરતના અડાજણ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઇ છે. આ મહિલા કર્મી આ પ્રકારની ચિઠ્ઠી લખી 7 જાન્યુઆરીથી ગુમ છે. જે અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
રજની બેંકમાં કરતી હતી નોકરી
આ મહિલા કર્મી સાતમી જાન્યુઆરીથી ગુમ છે. રજની કુમારી પોતાની બહેન સાથે સુરતમાં રહે છે. બંને બહેન રાષ્ટ્રિયકૃત બેન્કમાં નોકરી કરે છે. રજની કુમારી સુરતના નાનપુરા વિસ્તાર ખાતે આવેલી બેંકમાં ફરજ બજાવે છે. 7મી જાન્યુઆરીના રોજ બંને બહેનો બેંક જવા માટે નીકળી હતી. પરંતુ રજની કુમારી બેંક પહોંચી નહોતી. રજની કુમારી બેન્ક શા માટે નથી આવી આ કોલ બેંક દ્વારા તેની બહેન ઉપર કરવામાં આવ્યો ત્યારે તે ગુમ થઈ હોવાની જાણકારી બહેનને થઈ હતી.
રજની કુમારીની ચિઠ્ઠી વાંચીને બહેન રાની સ્તબ્ધ થઈ ગઈ
રજની કુમારીની બહેન રાણીએ જ્યારે રજનીકુમારીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો ત્યારે રજની કુમારીનો ફોન બંધ આવી રહ્યો હતો. રાની તેની શોધખોળ કરવા લાગી હતી. તે દરમિયાન ઘરમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં રજની કુમારીએ લખ્યું હતું કે 'ભગવાનને દુનિયામે મેરે લિયે કોઇ જગહ નહીં બનાઇ, દુનિયા છોડ કર જા રહી હું’ રાની તુમસે કોઇ પ્રોબ્લેમ નહીં હૈ મુઝે. love you, sorry.' ચિઠ્ઠી વાંચીને રજની કુમારીની બહેન રાની સ્તબ્ધ થઈ ગઈ હતી. બાદમાં આ અંગેની જાણકારી તેને સ્થાનિક પોલીસ મથકમાં કરી હતી. પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કોઈ કારણસર રજનીની સગાઈ તૂટી ગઈ હતી
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2020માં રજનીકુમારીની સગાઈ થઈ હતી. પરંતુ કોઈ કારણસર તેની સગાઈ તૂટી ગઈ હતી. ત્યાર બાદથી રજની કુમારી ડિપ્રેશનમાં રહેતી હતી. આ ડિપ્રેશનના કારણે તેને આ પગલું ભર્યું હોય તેવું અનુમાન પોલીસ લગાવી રહી છે. આ સાથે જ રજની કુમારીની શોધખોળ પણ પોલીસે શરૂ કરી છે.