સુરત : આજે દશેરાના પર્વ (Dussehra 2022) પર રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજામાં (Shastra Puja at Surat Police Headquarters) ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રાજ્યના લોકોને દશેરાની શુભેચ્છાઓ આપી હતી.
ખેડામાં પથ્થરમારોને લઈને હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા : ખેડા જિલ્લામાં જે રીતે નવરાત્રી આયોજનમાં પથ્થરમારાની ઘટના (Stone pelting during Navratri in Kheda) બની હતી તેને લઈ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાત શાંતિ પ્રિય રાજ્ય છે. દેશનું સૌથી સલામત રાજ્યમાં ગુજરાત અગ્રેસર છે. સૌ એક સાથે મળીને તહેવાર ઉજવે છે કેટલાક લોકો તહેવારોમાં અર્ચન પેદા કરવા માંગતા હોય છે. ખેડાના નવરાત્રી શાંતિથી ઉજવાઈ રહ્યો હતો કોઈ સમાજ નહીં અસામાજિક ટોળકી દ્વારા અશાંતિનો પ્રયોગ કરાયો હતો. ગુજરાતમાં જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે.
બેટ દ્વારકા દરિયાઈ સરહદે જોડાયેલું છે : હર્ષ સંઘવીએ બેટ દ્વારકા અંગે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, લાખો ભક્તો પોતાની મનોકામનાઓ લઈને દ્વારકા આવતા હોય છે. બેટ દ્વારકા દરિયાઈ સરહદે જોડાયેલું છે. કરાચી થી 45 નોટિકલ માઈલ દૂર છે. સરકારી જગ્યાએ જ તેને દૂર કરવા પ્રક્રિયા છે. મકાનો બનાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી એ આપણા રાજ્યમાં ચાલવા નહીં દેવાય. સલાયાના એટીએસ દ્વારા ધરપકડ કરાઈ તેનું મકાન બેટ દ્વારકામાં ગેરકાયદેસર (Demolition In Bat Dwarka) બનાવ્યું હતું તેની ઉપર બુલડોઝર ફેરવું જરૂરી છે. હાલ સરકાર દ્વારા આવા પ્રક્રિયા રેગ્યુલર થતી કામગીરી છે. ગુજરાતના લોકો માટે બેટ દ્વારકા ખૂબ મહત્વનું છે.