ETV Bharat / city

સુમૂલ ડેરીના સંચાલકો બેફામ વહીવટ કરતા હોવાનો આક્ષેપ, રેલો આવતા તાત્કાલિક દૂધ મંડળીઓના પ્રમુખની યોજાઈ બેઠક - co operative society act

સુમૂલ ડેરીના સંચાલકો દ્વારા થઈ રહેલા મનસ્વી વહીવટના કારણે સુમૂલ ડેરી પર (sumul dairy surat) સંકટના વાદળ છવાઈ રહ્યા છે. માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં 80થી વધુ દૂધ મંડળીના પ્રમુખો મિટીંગ યોજાઈ (Milk Society Presidents Meeting) હતી. અહીં સુમૂલ સંચાલકો સભાસદોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

સુમૂલ ડેરીના સંચાલકો બેફામ વહીવટ કરતા હોવાનો આક્ષેપ, રેલો આવતા તાત્કાલિક દૂધ મંડળીઓના પ્રમુખની યોજાઈ બેઠક

author img

By

Published : Oct 8, 2022, 3:31 PM IST

સુરત સુમૂલ ડેરી ફરી એક વાર ચર્ચામાં (sumul dairy surat) આવી છે. ડેરીના સંચાલકો દ્વારા થઈ રહેલા મનસ્વી વહીવટના કારણે સુમૂલ ડેરી પર સંકટના વાદળ છવાઈ રહ્યા છે. ત્યારે માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં 80થી વધુ દૂધ મંડળીના પ્રમુખો મિટીંગ યોજાઈ (Milk Society Presidents Meeting) હતી. અહીં સુમૂલ સંચાલકો સભાસદોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમ જ આગામી દિવસોમાં જરૂર પડ્યે દૂધ પણ બંધ કરી દેવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

2.50 લાખ પશુપાલક સભાસદોનો જીવનનિર્વાડ ડેરી પર નિર્ભર સુમૂલ ડેરી (sumul dairy surat) સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સમાન છે. સુરત અને તાપી જિલ્લાના આશરે 2.50 લાખ પશુપાલક સભાસદોનો જીવનનિર્વાહ સુમૂલ ડેરી (sumul dairy surat) પર નભે છે. ત્યારે આ સભાસદો હવે સુમૂલના સંચાલકો દ્વારા કરાઈ રહેલા અણઘડ અને મનસ્વી વહીવટને લઈ બગાવત કરવાના મૂડ બનાવી રહ્યા છે.

મહત્વપૂર્ણ બેઠકમાં થઈ ચર્ચા

મહત્વપૂર્ણ બેઠકમાં થઈ ચર્ચા માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલી પાનેશ્વર દૂધ મંડળી (Paneshwar Milk Society) ખાતે સુરત જિલ્લાના માંગરોળ અને માંડવી તાલુકાના દૂધ મંડળીના સંચાલકોની અતિ મહત્વની બેઠક મળી (Milk Society Presidents Meeting) હતી, જેમાં અનેક મહત્વના મુદ્દાઓ બાબતે લાંબી ચર્ચાઓ ચાલી હતી. મંડળીના પ્રમુખોનું માનીએ તો, સંચાલકોની અણઆવડતના કારણે આવતા ઉનાળા સુધીમાં કદાચ સુમૂલ ડેરીમાં દૂધની ભારે અછત (herdsmen Meeting in surat) પણ સર્જાઈ (milk Shortage in Sumul Dairy) શકે છે.

2 જિલ્લામાં 2.50 લાખ જેટલા સભાસદો છે સુમૂલ ડેરીમાં તાપી અને સુરત જિલ્લાના થઈ કુલ 2.50 લાખ જેટલા પશુપાલક સભાસદો છે અને માત્ર માંડવી અને માંગરોળ તાલુકામાંથી લગભગ સવા 2 લાખ લિટર દૂધ રોજે રોજ સુમૂલ ડેરીમાં (sumul dairy surat) પહોંચે છે, પરંતુ પશુપાલકોને છેલ્લા 8 વર્ષથી સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. સુમૂલ ડેરી પોતાની જરૂરિયાત પૂરી કરવા મહારાષ્ટ્ર રાજ્યમાંથી પણ દૂધની ખરીદી કરે છે. ત્યારે સુમૂલ ડેરી (sumul dairy surat) દ્વારા દૂધના ભાવમાં, ચિલિંગ પ્લાન્ટ માટે તેમ જ અન્ય મુદ્દાઓ માટે ભેદભાવ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

ડેરી સંચાલકો અપમાન કરતા હોવાનો આક્ષેપ થોડા સમય પહેલા પણ આ પશુપાલકો મોટી સંખ્યામાં સુમૂલ ડેરી ખાતે (Milk Society Presidents Meeting) પહોંચ્યા હતા. અને પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાયને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે પણ સુમૂલ સંચાલકો દ્વારા આ પશુપાલકોનું અપમાન કરી સભાસદોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ મંડળીના સંચાલકો દ્વારા પશુપાલકોને થઈ રહેલા અન્યાય બાબતે લડી લેવા માટે મન મક્કમ કરી લીધું છે. જરૂર પડ્યે સુમૂલ ડેરીમાં (sumul dairy surat) ભરવામાં આવતું દૂધ પણ બંધ કરી દેવાની ચીમકી આપી છે.

રોજનું 13 લાખ લિટર દૂધ સુમૂલ ડેરીમાં ભરવામાં આવે છે સુમુલ ડેરી ના લગભગ 2.50 લાખ પશુપાલક સભાસદો છે અને રોજનું લગભગ 13 લાખ લિટર જેટલું દૂધ આ સભાસદો દ્વારા સુમૂલ ડેરીમાં (sumul dairy surat) ભરવામાં આવે છે, પરંતુ આગામી દિવસોમાં દૂધની અછત સર્જવવાની શક્યતા દૂધ મંડળીના પ્રમુખો સેવી રહ્યા છે. બીજી તરફ સુમૂલ ડેરી (sumul dairy surat) એક સહકારી સંસ્થા હોવા છતાં સુમૂલ ડેરીના સંચાલકો દ્વારા ધીરે ધીરે તમામ વિભાગોમાં કોન્ટ્રાક્ટર ઘૂસાડવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

વજન કાંટામાં ગડબડ સહકારી મંડળીના નિયમ (co operative society act) મુજબ, ત્રણ મહિનાથી વધુ ઇન્ચાર્જ એમ.ડી નહીં રાખી શકાય છતાં છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ દ્વારા કામ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એક ગંભીર બાબત જે સામે આવી છે એ છે સુમુલ ડેરી દ્વારા લેવામાં આવતા દૂધની પદ્ધતિ, સુમૂલ ડેરી દ્વારા તમામ નોંધાયેલી મંડળી પર વજન કાંટા મુકવામાં આવ્યા છે, જેમાં 0.99 ગ્રામથી ઓછું દૂધ વજનમાં નથી આવતું.

દૂધમાં કૌભાંડ દાખલા તરીકે 2 લિટર અને 99 ગ્રામ દૂધ હોય તો 2 લીટર જ બતાવે જો દૂધ 100 ગ્રામ પૂરું થાય તો 2 લીટર અને 100 ગ્રામ બતાવે છે. એટલે કે 99 ગ્રામ સુધીની દૂધની ગણતરી નથી થતી, જેથી મંડળીના પ્રમુખો દ્વારા વારંવાર આ (co operative society act) બાબતે ફરિયાદ કરવામાં આવી છતાં સંચાલકો મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જો ગણતરી કરવામાં આવે અને માત્ર 0.50 ગ્રામ દૂધ પણ એક સભાસદનું ઓછું ગણવામાં આવે તો 2.50 લાખ સભાસદનું રોજનું કેટલું દૂધ સુમૂલ ડેરી દ્વારા એમ જ લઈ લેવામાં આવે છે. જો ગણતરી કરીએ તો આંકડો કરોડોમાં જાય એવી શક્યતા દેખાઈ રહી છે.

તાપી અને સુરત જિલ્લામાં 80 ટકાથી વધુ સભાસદો આદિવાસી સમાજના લોકો છે સુમૂલ ડેરી (sumul dairy surat) સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન છે ,આશરે 1200 મંડળીઓ ના 80 ટકા થી વધુ સભાસદો આદિવાસી સમાજના લોકો છે અને પશુપાલન કરી પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. એક સમય હતો, જ્યારે હાલના વર્તમાન પ્રમુખ માનસિંહ પટેલ દ્વારા માજી પ્રમુખ રાજેશ પાઠક પર 1,000 કરોડ રૂપિયાના ભરષ્ટાચારના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જોકે પ્રમુખ બન્યા બાદ હવે સર્વ સત્તા માનસિંહ પટેલ પાસે છે, છતાં ભરષ્ટાચારની વાત હવે ભુલાઈ ગઈ છે. ત્યારે સભાસદો ઈચ્છી રહ્યા છે કે. વટવૃક્ષ જેવી સુમૂલ ડેરીના વહીવટને (sumul dairy surat) સુપેરે ચલાવવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.