સુરતઃ સુરતમાં નવી સિવિલ કેમ્પસમાં સાકારિત થયેલા અદ્યતન સરકારી મેડિકલ કોલેજના ભવનનું કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh Mandvia in Surat)લોકાપર્ણ કર્યું હતું.આ તકે તેમણે પ્રોફેસર અને ડોક્ટરોને સંબોધતાં કહ્યું કે,ડોકટર લૂંટ ન ચલાવે એ જરૂરી (Health Minister Mandvia slams doctors )છે. આ સરકારી મેડિકલ કોલેજમાં PMSSY હેઠળ મેડિકલની 150 બેઠકોમાં વધુ 100 બેઠકોનો ઉમેરો કરીને 250 બેઠકો કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ આજે સિદ્ધાર્થનગરથી પી.એમ. મોદીએ 9 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કર્યું
આપણે લૂંટ ચલાવવાની નથી- દેશના આરોગ્યપ્રધાને ડોક્ટરોને સંબોધતાં (Mansukh Mandvia in Surat)કહ્યું કે ડોક્ટર એ દેશની સેવા પરંપરા રહી છે. આપણે ચિકિત્સાને વ્યવસાય તરીકે સ્વીકાર્યા નથી. આપણી આજીવિકા છે. આપણે કમાણી કરવી જોઈએ. પરંતુ આજે ખૂબ જ દુઃખ સાથે (Health Minister Mandvia slams doctors )કહેવું પડે છે કે કોવિડ-19માં મને એવુ લાગે છે કે મારાં ડોક્ટર્સ, મારી ફેકલ્ટી, પ્રોફેસર્સ ઈચ્છે દેશની અંદર હેલ્થ એક્સેબલ કરી શકે. આપણે આપણા બાળકને જ્યારે ક્લાસની અંદર ભણાવીએ છીએ ત્યારે તમે ડોક્ટર ચોક્કસ છો. પરંતુ નોકરી કરશો તો એ ફેકલ્ટી તરીકે કરશો કે પ્રેક્ટિસ કરશો. તમે પૈસા કમાવ તો કોઈ વાંધો નથી. પરંતુ આપણે લૂંટ ચલાવવાની નથી. આ પ્રકારના સંસ્કારથી આપણે આગળ નથી વધવાના. પ્રેક્ટિસના અનેક નિયમો છે. મેં એ નિયમો કોવિડ-19માં જોયાં છે. એ બદલાવ આપણે લાવી શકીએ છીએ.
આ પણ વાંચોઃ Medical College at Vadod : સરકારે કોરોનાનો બહાદુરીથી મુકાબલો કર્યો: CM
UG વિદ્યાર્થીઓની સીટ વધારીને 92,000 કરવામાં આવી - સુરતમાં આજે મેડિકલ કોલેજમાં ભારત સરકારે આપેલા ફંડમાંથી નિર્માણ કરવામાં આવેલા ભવનનું લોકાર્પણ (Mansukh Mandvia in Surat) કરવામાં આવ્યું. મેડિકલ કોલેજોની સંખ્યા 330થી વધીને અત્યારે 566 કરવામાં આવી છે. UG વિદ્યાર્થીઓના સીટ 52,000 હતી. તે વધારીને 92,000 કરવામાં આવી છે. હાલ પણ વધી જ રહી છે. PGની સીટ 31,000થી વધીને અત્યારે 62,000થી વધારે કરવામાં આવી છે. દરેક ડોક્ટરો વ્યવસાયિક રીતે પોતાના પૈસા લે. પરંતુ એ પૈસા વાજબી હોય એવી અપેક્ષા આપણે ડોક્ટર (Health Minister Mandvia slams doctors )પાસે રાખીએ છીએ. દરેક ડોક્ટરો પોતાનું દાયિત્વ જયારે નિભાવતો હોય ત્યારે એક ડોક્ટર બનાવવા પાછળ સરકાર કેટલોય ખર્ચ કરતી હોય છે. જ્યારે ડોક્ટર તરીકે પોતે પણ હેલ્થ કેરને એક્સેબલ બનાવવા માટે દૂર સુધી ગ્રામ્ય વિસ્તારોમાં પણ જઈને સેવા આપે એવી સરકારની અપેક્ષાઓ છે.