ETV Bharat / city

મમતા દીદી માનસિક સંતુલન ગુમાવી બેઠી છે: શિવરાજ સિંહ ચૌહાણ - Shivraj Singh Chouhan visit to Surat

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ આજે ગુરુવારે સુરતની મુલાકાતે આવ્યાં હતા. તેઓએ દાંડીયાત્રાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓએ મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. હાલ જ મમતા બેનરજીએ બિહાર અને યુપીના લોકોને ગુંડા કહી સંબોધિત કર્યા હતા, જેના જવાબમાં શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, મમતા દીદી માનસિક સંતુલન ગુમાવી બેઠા છે, તેઓ હારી ગયા છે, તેઓ નંદીગ્રામમાં જ હારી જશે. તેમજ તેઓએ કહ્યું કે, TMC એટલે ટેરર, મર્ડર અને કરપશન છે.

શિવરાજ સિંહ ચૌહાણ
શિવરાજ સિંહ ચૌહાણ
author img

By

Published : Apr 1, 2021, 8:23 PM IST

  • મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સુરતની મુલાકાતે
  • શિવરાજસિંહ ચૌહાણે મમતા બેનરજી પર કર્યા આકરા પ્રહારો
  • મમતા બેનરજી હારી રહ્યા છેઃ શિવરાજસિંહ ચૌહાણ

સુરતઃ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ આજે ગુરુવારે સુરતની મુલાકાતે આવ્યાં હતા. જ્યા શિવરાજ સિંહ ચૌહાણે મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, જનતા નારા લગાવી રહી છે કે, દો મઈ દીદી ગઈ, દીદી કા ખેલ ખતમ હોબે. હિંસાની રમત હવે બંગાળમાં નહીં ચાલે. ટોળા બાજીની રમત પણ હવે નહીં ચાલે, કમિશનની રમત પણ નહીં ચાલે, અત્યાચાર અને અન્યાયની રમત નહીં ચાલે. TMCનો અર્થ છે ટેરર, મર્ડર અને કરપશન, ત્યારે આ ખેલ હવે નહીં ચાલે. તેમજ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે, ક્યારે આપે કોઈ મુખ્યપ્રધાનને જોયા છે જે પોતાના વિધાનસભા બેઠકમાં પ્રચાર માટે ફરી રહ્યા હોય. પોલીંગ બૂથ ઉપર જઈને બેસી રહ્યા હોય એનો અર્થ સાફ છે બંગાળના લોકોએ TMS અને મમતા દીદીને હટાવવાનું મન બનાવી લીધું છે.

મમતા દીદી માનસિક સંતુલન ગુમાવી બેઠી છે: શિવરાજ સિંહ ચૌહાણ

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન શરૂ

નંદીગ્રામમાં જ મમતા બેનરજી હારી રહ્યા છેઃ શિવરાજસિંહ ચૌહાણ

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નંદીગ્રામમાં જ મમતા દીદી હારી રહી છે. જે રીતની ભાષાનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે, તેનાથી શરમ આવે છે કે, તેઓ એક રાજ્યના મુખ્યપ્રધાન છે. આ પ્રકારના શબ્દો તેઓ બોલી રહ્યા તે કારણે જ લાગે છે કે, તેઓએ માનસિક સંતુલન ગુમાવી દીધું છે. તેમનો પરાજય નિશ્ચિત છે.

સિંધિયા બંગાળના સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં સામેલ

ગુજરાતે પણ હવે યુપી અને મધ્ય પ્રદેશની જેમ લવ જેહાદ કાયદો લાવવાની તૈયારી બતાવી દીધી છે. ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમે અગાઉ જ કાયદો લાવી દીધો છે. અમે લવની વિરુદ્ધ નથી, પરંતું લવ જેહાદના વિરુદ્ધ છીએ. બે દિવસ માટે ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈટ ગુજરાતની મુલાકાતે આવવાના છે તે અંગે શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ત્રણેય કાયદા ખેડૂતલક્ષી છે, તેમના વિકાસ લક્ષી છે અને આ કાયદાના કારણે ખેડૂતોને લાભ થઈ રહ્યો છે. બંગાળની ચૂંટણીમા અત્યાર સુધી જ્યોતિરાદિત્ય સિંધિયા જોવા મળ્યા નથી, આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, તેઓ બંગાળના સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં સામેલ છે, તેમનો કાર્યક્રમ પણ નિશ્ચિત છે અને તેઓ ખૂબ જ પ્રભાવી નેતા છે.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં તૃણમૂલ કોંગ્રેસ નુકસાન ટાળી શકશે?

ગાંધીજી પ્રાસંગિક વ્યક્તિત્વ ધરાવનારા વ્યક્તિ હતા

સુરત અને ભરૂચની મુલાકાતને લઈ શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, નર્મદા નદી મધ્ય પ્રદેશથી આવે છે, એટલું જ નહીં તાપી નદી પર ત્યાંથી ગુજરાતમાં આવે છે. ત્યારે આ નદી ખંભાતની ખાડીમાં વિસર્જિત થાય છે તે સ્થળ જોવા મળે તેવી ઈચ્છા હતી. આજે આ ઇચ્છા પૂર્ણ થઈ છે. ગાંધીજી પ્રાસંગિક વ્યક્તિત્વ ધરાવનારા વ્યક્તિ હતા અને તેમની જરૂર દર સમયે થતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.