સુરત: લાર્સન એન્ડ ટૂબ્રોના (Larsen & Toubro)હેવી એન્જિનીયરિંગ કંપનીએ હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં ગોરખપુર હરિયાણા અણુ વિદ્યુત પરિયોજના (Gorakhpur Nuclear Power Plant )માં સ્થાપિત થનાર NPCILના સ્વદેશી ડિઝાઇન કરેલા MWe પ્રેસરાઇઝ હેવી વોટર રિએક્ટર્સ (PHWR) માટે ચોથા સ્ટીમ જનરેટર SGને રવાના કર્યું હતું.
આ માટે એક કાર્યક્રમનું આયોજન સુરત નજીક હઝિરામાં L&Tના અદ્યતન હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સમાં થયું હતું, જ્યાં NPCIL(Nuclear Power Corporation of India Limited)અને એલએન્ડટીના મહાનુભાવો હાજર રહ્યાં હતાં. સંપૂર્ણ ઓર્ડર નિયમિત સમયમર્યાદાના 6 મહિના પૂર્ણ થયો છે, જે કોવિડ-19 મહામારી વચ્ચે પણ ન્યૂક્લીઅર ઉત્પાદન ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય માપદંડ ઊભો કરે છે.સ્ટીમ જનરેટર્સ (Steam generators) હીટ એક્સચેન્જર્સ છે, જે ન્યૂક્લીઅર રિએક્ટરના હાર્દમાં પેદા થતી ઉષ્માનો ઉપયોગ કરીને વરાળ કે બાષ્પને પાણીમાં પરિવર્તિત કરે છે. આ PHWR(pressurized heavy-water reactor)માં રેડિયેટેડ અને બહારના વાતાવરણ વચ્ચે એક હદ તરીકે કામ કરશે.
આ પણ વાંચો: L એન્ડ T કંપનીના હેડ તરીકેની ઓળખ આપી કરોડો રૂપિયાની ઠગાઈ કરનારા શખ્સ ઝડપાયો
સમયગાળાથી છ મહિના અગાઉ આ મહત્વપૂર્ણ ઉપકરણ પ્રદાન
એલએન્ડટી હેવી એન્જિનીયરિંગના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ અને હેડ, એલએન્ડટી એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય અનિલ વી પરબે કહ્યું હતું કે, “ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમની શરૂઆતથી સામેલ થવાની તક આપવાની સાથે એલએન્ડટીની ક્ષમતામાં વિશ્વાસ મૂકવા બદલ અમે એનપીસીઆઇએલના આભારી છીએ. અમને મહામારીના પડકારોનો સફળતાપૂર્વક સામનો કરીને કરારબદ્ધ ડિલિવરીના નિયત સમયગાળાથી છ મહિના અગાઉ આ મહત્વપૂર્ણ ઉપકરણ પ્રદાન કરવા પર ગર્વ છે. એલએન્ડટી આદરણીય પ્રધાનમંત્રીના વિઝન “આત્મનિર્ભર ભારત”ના વિઝન અને ભારતના પરમાણુ કાર્યક્રમને ઝડપથી આગળ વધારવા સંપૂર્ણપણે કટિબદ્ધ છે, જે નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવા COP 26માં ભારતની પ્રતિબદ્ધતામાં પ્રદાન કરશે.”
આ પણ વાંચો: સુરત: સ્વદેશી કંપની દ્વારા નિર્મિત IB C454 સીરિઝની છેલ્લી બોટ તટરક્ષક દળને થઇ અર્પણ
અસરકારક ટ્રેક રેકોર્ડ
L&Tનું એ એમ નાઇક હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક ધરાવતી, અદ્યતન, સંપૂર્ણ સંકલિત, ડિજિટલી સક્ષમ ઉત્પાદન સુવિધા છે. આ “મેક ઇન ઇન્ડિયા” અભિયાનમાં પ્રદાન કરવાનું જાળવી રાખીશું. L&T હેવી એન્જિનીયરિંગની તમામ સુવિધાઓ ઓર્ડર મુજબ એન્જિનીયર્ડ ઉત્પાદન કરવા માટે ઇન્ડસ્ટ્રી 4.0 સોલ્યુશન્સ સાથે સુસજ્જ છે. L&Tનો હેવી એન્જિનીયરિંગ વ્યવસાય રિફાઇનરી, ઓઇલ એન્ડ ગેસ, પેટ્રોકેમિકલ્સ, ખાતર અને પરમાણુ ઊર્જા ક્ષેત્રોમાં (nuclear energy Fields)આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને સઘન ટેકનોલોજી ધરાવતા ઉપકરણો અને વ્યવસ્થાઓ પૂરી પાડવાનો અસરકારક ટ્રેક રેકોર્ડ ધરાવે છે.