- સુરતીઓએ પતંગોનું માર્કેટ તરીકે ઓળખાતા ડગરવાડમાં પતંગો લેવા માટે લગાવ્યો મેળો
- પતંગના ભાવમાં વધારો જોવા મળ્યો
- ગુજરાત સરકાર દ્વારા લગાવામાં આવેલી રાત્રી કર્ફ્યુથી વેપારને નુકશાન
સુરત : માનવામાં આવે છે કે કોરોનાને કારણે સુરતીઓએ એક પણ તહેવારોની ઉજવણી કરી નથી. પણ હવે એવું લાગી રહ્યું છે કે, સુરતીઓ આ કોરોના કાળમાં મકરસંક્રાંતિનો ઉત્સવ ધૂમધામથી ઉજવશે. આ વર્ષે સવારે 10 વાગ્યા બાદથી 8 થી 15 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન રહેશે. જેથી સુરતીઓ આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવશે.
પતંગના સ્ટિકની ઘટ હોવાથી ભાવમાં 2 ગણો વધારો
પતંગ વેચનાર વેપારીઓનું એમ કહેવું છે કે, આ વખતે પતંગના સ્ટિકમાં ઘાટ હોવાથી પતંગના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ટ્રાન્સપોર્ટ સેવા પણ કોરોના કારણે બંધ હોવાથી પતંગ સ્ટિક આવતી પણ નથી. ગત્ત વર્ષે જે પણ સ્ટીક સ્ટોકમાં હતા. જેનાથી પતંગ બનાવીને વેપાર કરવો પડે છે. સાથે એમ પણ કહેવું છે કે, કોરોનામાં ત્રણ મહિના જે લોકડાઉન રહ્યું તેના કારણે કેટલાક લોકોની આવક પણ ઘટી છે.સાથે માથે મોંઘવારી આવીને ઉભી છે. પતંગ ચાહકો દર વર્ષે 20 થી 30 પતંગ પંજા લેતા હતા. જે લોકો આ વર્ષે ખાલી 5 થી 10 પતંગ પંજા લઈને જાય છે.
રાત્રી કર્ફ્યુથી પતંગ વેપારીઓમાં નારાજગી
ગુજરાતમાં હાલ રાત્રી કર્ફ્યુ ચાલી રહ્યું છે. તો સુરતના ડબગરવાડમાં પતંગ બજારના વેપારીઓમાં નિરાશા જોવા મળી રહ્યો છે. ડબગરવાડના 25 વર્ષજુના પતંગના વેપારી એવા શૈલેષભાઇ મુરલીવાળા કહે છે કે, અમારો મૈન ધંધો રાત્રિ દરમિયાન હોય છે કારણ કે, ફેમિલીવાળા દિવસે કામ પર હોય છે અને સાંજે ઘરે ફેમેલી સાથે પતંગ માનજો લેવા માટે નીકળતા હોય છે. તો આ સમય કોરોના ચાલી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા લગાવામાં આવેલી રાત્રી કર્ફ્યુથી અમારા વેપારને ખુબજ નુકશાન થઇ રહ્યું છે.
સુરત શહેરમાં પણ 144ની કલમ લાગવાથી ધંધાને નુકશાન
અમારે ઉતરાણના 3 દિવસ પેહલા રાત્રિ ધંધો વધારે હોય છે.સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાં પણ 144ની કલમ લાગવાથી પણ ધંધાને નુકશાન છે. ખરીદી કરનારા લોકો પણ આવે તો ફેમિલી સાથે મિત્રો સાથે આવતા હોય છે. જેમાં 4 થી વધારે વ્યક્તિઓ હોયજ છે. એવામાં અચાનક સ્થાનિક પોલીસ આવી જાય તો ગ્રાહકને અટકાયત નઈ કરે તે ડરથી પણ ગ્રાહકો આવતા નથી.