- સુરતના વિદ્યાર્થીએ સિલ્વર મેડલ મેળવીને દેશને ગૌરવ અપાવ્યું
- International Chemistry Olympiad 2021માં સિલ્વર મેડલ મેળવ્યો
- ભારતમાંથી 4 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી
સુરત : જાપાનના ઓસ્કામાં 25 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન 53મી આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં કુલ 79 દેશએ ભાગ લીધો હતો અને બધા જ દેશ દ્વારા પોતાના વિદ્યાર્થીઓનું પ્રતિનિધિતત્વ કરવામાં આવ્યું હતું. તેમાં ભારતમાંથી 4 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં દિલ્હીના ધનંજય રતન, તામિલનાડુથી અડ્રરસ રેડ્ડી માદુર, હરિયાણાથી રાશિત સિગલા અને ગુજરાત રાજ્યના સુરત શહેર માંથી માહિતી ગઢીવાલાનું પસંદગી કરવામાં આવી હતી. એમાં ગુજરાત રાજ્યના સુરત શહેરના માહિત ગઢીવાલાએ પોતાનું સારું પ્રતિનિધિત્વ કરી સિલ્વર મેડલ મેળવીને દેશને ગૌરવ અપાવ્યું છે.
આ પણ વાંચો: ભારતીય પહેલવાને રચ્યો ઈતિહાસ: સિલ્વર મેડલ કર્યો સુનિશ્ચિત, હવે રમશે ફાઈનલ દંગલ
આ પહેલા જુનિયર સાઇન્સમાં ગોલ્ડ મૅડલ મેળવ્યો હતો
સુરતના એલન કેરિયરના વિદ્યાર્થી માહિત ગઢીવાલાએ જાપાનના ઓસ્કા શહેરમાં યોજનારી 53માં ઇન્ટરનેશનલ કેમેસ્ટ્રી ઓલિમ્પિયાડ 2021માં ભારત દેશને સિલ્વર મેડલ મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ પહેલા પણ જુનિયર સાઇન્સ કોમ્પિટિશનમાં માહિત ગઢીવાલા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ગોલ્ડ મેડલ સિનિયર લેવલની વૈશ્વિક સ્પર્ધામાં મેળવી હતી. તે સમય દરમિયાન પણ માહિતી ગઢીવાલાએ આનો શ્રેય પોતાના માતા-પિતા અને શિક્ષકોને આપ્યો હતો.
આ પણ વાંચો: Tokyo Olympics 2020: ભારતીય મહિલા હોકી ટીમનો પરાજય, આર્જેન્ટિનાનો 2-1થી વિજય
માહિતના માતા-પિતા બન્ને દાંતના ડોક્ટર છે
જાપાન ઓસ્કા શહેરમાં 53માં ઇન્ટરનેશનલ કેમેસ્ટ્રી ઓલિમ્પિયાડ 2021માં ભારત દેશને સિલ્વર મેડલ મેળવનાર માહિત ગઢીવાલાના માતા-પિતા બન્ને દાંતના ડોક્ટર છે. તેઓ પોતાની ખાનગી ક્લિનિક ચલાવે છે. માતા પ્રેમલ ગઢીવાલાએ કહ્યું હતું કે, માહિત ભણવામાં ખૂબ જ હોશિયાર છે, અને તેને ભળવું ખૂબ જ ગમે છે. અમે તેને ખૂબ જ સપોર્ટ કરીએ છીએ. તેની તૈયારીમાં અમારા બેમાંથી કોઈપણ એક સાથે રહેતું જ હતું. જ્યારે માહિતના પિતા દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે, અમને જ્યારે ખબર પડી કે મારા પુત્રએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે, ત્યારે અમને ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા હતા અને હાલ પણ ખૂબ જ ખુશ છીએ.