- મહિધરપુરા પોલીસે ડુપ્લીકેટ રીસ્ટ વોચ સાથે બે ભાઈઓની ધરપકડ કરી
- પોલીસે રૂપિયા 61.23 લાખના 2075 નંગ ડુપ્લીકેટ રીસ્ટ વોચ કબજે કર્યા
- આ દુકાનમાં અગાઉ પણ પોલીસે માર્યો હતો છાપો
સુરતઃ શહેરમાં મહિધરપુરા પોલીસે ભાગળ બુંદેલાવાડ વિસ્તારમાં આવેલી સના ટાઈમમાં છાપો માર્યો હતો. પોલીસને દુકાનમાંથી જાણીતી બ્રાન્ડ હયુબ્લોટ, ટીશોટ, ટેગ હ્યુઅર, રાડો, ઓમેગા, અરમાની, કાર્ટિયર, સી.કે, ડીઝલ, લ્યુમીનર, રોલેક્ષ, એડમરપીઝટ, ફ્રેક્મીલર, કોરમ, યુલીસનાડીન, જી શોક, માઉન્ટ બ્લેક, ઇનવિકટા, માઇકલ કોર્સ, સેવન ફ્રાઈડે, ફોસીલ, સનેલ, ગેસ, જીસી, ડીઓર, ગુચી, પેટેકફિલીપ, વર્સાચી કંપનીની ડુપ્લીકેટ રીસ્ટ વોચનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે અગાઉ રૂપિયા 3.31 કરોડ કિંમતની ઘડિયાળ કબજે કરી હતી
મહિદરપુરા પોલીસે કુલ રૂપિયા 61.23 લાખની કિંમતની 2075 નંગ ડુપ્લીકેટ રીસ્ટ વોચ સાથે બે ભાઈઓની ધરપકડ કરી છે. પોલીસે દુકાનના માલિક ઈરફાન નુરમોહમદ મેમણની ધરપકડ કરી છે. અગાઉ વર્ષ 2019ના ફેબ્રુઆરી માસમાં પણ સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ દ્વારા આ દુકાન પર છાપો મારીને તેના ગોડાઉનમાંથી રૂપિયા 3.31 કરોડ કિંમતની કાંડા ઘડિયાળ કબજે કરી હતી.