ETV Bharat / city

પાંચ મહિનામાં દક્ષિણ ગુજરાતની તમામ હોટલ્સને રૂપિયા 500 કરોડનું નુકસાન - હોટલ સ્ટાફ

કોરોના કાળમાં દરેક ઉદ્યોગને માર પડ્યો છે. આર્થિક નુકસાન વચ્ચે અનેક ઉદ્યોગ ચાલી રહ્યા છે, ત્યારે હોટલ ઇન્ડસ્ટ્રી પણ તેમાંથી બાકાત રહી નથી. દક્ષિણ ગુજરાતની તમામ હોટલની વાત કરવામાં આવે તો, છેલ્લા 5 મહિનામાં અંદાજે 500 કરોડનું નુકસાન થયું હોવાનું દક્ષિણ ગુજરાત હોટલ એસોસિએશ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ અનલોકમાં પણ નુકસાનીની કળ વળી નથી.

profit-and-loss-of-hotels-in-surat
પાંચ મહિનામાં દક્ષિણ ગુજરાતની તમામ હોટલ્સને રૂપિયા 500 કરોડનું નુકસાન
author img

By

Published : Aug 29, 2020, 8:30 PM IST

સુરત: ખાવા પીવાના શોખીન સુરતીઓ શહેરના એક પણ રેસ્ટોરન્ટ હોટલ ક્યારેક ખાલી રહેવા દેતા નથી, પરંતુ કોરોના કાળમાં આ ખાલીખમ જોવા મળી રહ્યા છે. હંમેશા ભરચક રહેતા રેસ્ટોરન્ટ આજે સુમસામ છે. લોકડાઉનમાં હોટલ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે બંધ રહી હતી. જેથી એક રૂપિયાનો પણ લાભ રેસ્ટોરન્ટ કે હોટલ માલિકોને થયો ન હતો. આ વચ્ચે અનલોક 1 અને 2માં આંશિક છૂટછાટ મળતા હોટલો 30 ટકા કર્મચારીઓ સાથે શરૂ થઈ, પરંતુ હોટલમાં આવનારા લોકોની સંખ્યા નહીંવત જોવા મળી છે. જેથી પાર્સલ સેવા શરૂ કરાઈ છે. જેમાં માત્ર 10થી 20 ટકાની જ આવક થઈ રહી હોવાનું હોટલ માલીકો જણાવે છે.

પાંચ મહિનામાં દક્ષિણ ગુજરાતની તમામ હોટલ્સને રૂપિયા 500 કરોડનું નુકસાન

આ અંગે દક્ષિણ ગુજરાત હોટેલ એસોસિએશનના પ્રમુખ સનથ રેલીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 મહિનાથી હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે. રૂપિયા 500 કરોડથી વધુનું નુકસાન થયું છે. લોકડાઉન અને અનલોકને કારણે ખાસ કરીને હાઇવે પર આવેલી હોટલ્સને આર્થિક નુકસાન થયું છે. કોરોનાથી બચવા અને તકેદારીના ભાગરૂપે લોકો હોટલમાં જમવા આવતા નથી.

સુરતમાં 30 વર્ષથી વધુ સમયથી ગીતા ગૃપ ઓફ રેસ્ટોરન્ટના માલિક રમેશચંદ્ર શેટ્ટીએ જણાવ્યું હતું કે, અનલોકમાં માત્ર 30 ટકા કર્મચારીઓ સાથે રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું, પરંતુ માત્ર 10થી 20 ટકા જેટલો જ વેપાર થયો છે. આવક ઓછી થતા પાર્સલ પદ્ધતિના કારણે હોટલ શરૂ કરવામાં આવી છે. આજે પણ લોકો હોટલમાં આવી રહ્યા નથી. આ સાથે હોટલ સ્ટાફની અછત પણ છે. અમે ટિકિટ મોકલીને બીજા રાજ્યમાં ગયેલા કર્મચારીઓને બોલવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે.

હોટલ એસોસિએશને મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર, કહ્યું- પરિસ્થિતિ નહીં સુધરે તો 90 ટકા હોટલ બંધ થશે

કોરોના પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકારે સમગ્ર દેશને અઢી મહિના માટે લોકડાઉન કર્યું હતું. ત્યારબાદ અનલોક-1 જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મોટા ભાગના ઉદ્યોગો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ દરમિયાન હોટલ અને રેસ્ટોરેન્ટ ઉદ્યોગ રાત્રીના 9 કલાક સુધી શરૂ રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. આમ છતાં હોટલ અને રેસ્ટોરેન્ટ ઉદ્યોગને અંદાજે 500 કરોડનું નુકસાન થયું છે. જેથી સર્ધન ગુજરાત હોટલ એસોસિએશને મુખ્ય પ્રધાન રૂપાણીને પત્ર લખ્યો હતો.

ગીર સોમનાથ: હોટલ ઉદ્યોગ પર કોરોનાનો માર, હોટલ માલિકોની સરકાર પાસે રાહતની માગ

કોરોના મહામારીને કારણે તીર્થધામ સોમનાથમાં હોટલ અને રેસ્ટોરન્ટનો ધંધો મૃતપાય બન્યો છે. હોટલ કેટલાક દિવસોથી બંધ રહેવાને લીધે હોટલ માલીકોને કંઇ આવક ન થવાને કારણે તેમની હાલત દયનિય બની છે, જેથી તેમણે સરકારને યાગ્ય રાહત આપવા માગ કરી હતી.

લોકડાઉનમાં દ્વારકાના હોટલ ઉદ્યોગને કરોડો રૂપિયાની નુકસાની, કેન્દ્ર પાસે રાહત પેકેજની આશા

દેવભૂમી દ્વારકાઃ કોરોના વાઇરસના 56 દિવસના લોકડાઉન બાદ, લોકડાઉન 4.0માં તંત્ર દ્વારા અનેક રાહતો આપી હોવા છતાં હજૂ અમુક ઉદ્યોગોને રાહત નથી મળી, ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકામાં હોટેલ ઉદ્યોગને કરોડો રૂપિયાની નુકસાની થઇ હોવાથી કેન્દ્ર સરકાર પાસે રાહતની આશા રાખવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.