ETV Bharat / city

પરપ્રાંતીય શ્રમિકો નહીં હોવાથી ઉદ્યોગકારોને કરોડોનું નુકસાન, શ્રમિકોને ટ્રેન મારફતે પરત બોલાવવા કરાઇ માગ - સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ

અનલોક-1માં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના અનેક યૂનિટ શરૂ થયા છે, પરંતુ પરપ્રાંતીય શ્રમિકો નહીં હોવાના કારણે કેટલાક ડાઇંગ યૂનિટો બંધ કરવાની નોબત આવી છે.

ETV BHARAT
પરપ્રાંતીય શ્રમિકો નહીં હોવાથી ઉદ્યોગકારોને કરોડોનું નુકસાન, શ્રમિકોને ટ્રેન મારફતે ફરી સુરત બોલાવવા કરાય માગ
author img

By

Published : Jun 16, 2020, 4:33 PM IST

સુરત: અનલોક-1માં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના અનેક યૂનિટ શરૂ થયા છે, પરંતુ પરપ્રાંતીય શ્રમિકો નહીં હોવાના કારણે કેટલાક ડાઇંગ યૂનિટો બંધ કરવાની નોબત આવી છે. લોકડાઉન દરમિયાન સુરતમાંથી લાખોની સંખ્યામાં પરપ્રાંતીય લોકો દ્વારા હિજરત કરવામાં આવી છે. જેથી હવે ઉદ્યોગ શરૂ થતાં ઉદ્યોગકારોને કરોડોનું નુકસાન થઇ રહ્યું છે.

દક્ષિણ ગુજરાત ડાઇંગ અને પ્રોસેસિંગ હાઉસ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારીયાએ જણાવ્યું કે, જો સરકાર સ્પેશિયલ ટ્રેન મારફતે શ્રમિકોને ફરી સુરત નહીં બોલાવે તો અનેક પ્રોસેસીંગ યુનિટ હંમેશા માટે બંધ કરવાની નોબત આવશે.

પરપ્રાંતીય શ્રમિકો નહીં હોવાથી ઉદ્યોગકારોને કરોડોનું નુકસાન, શ્રમિકોને ટ્રેન મારફતે ફરી સુરત બોલાવવા કરાય માગ

સુરત શહેર સમગ્ર દેશના શ્રમિકોને મોટી રોજગારી આપી રહ્યું છે, પરંતુ કોરોના વાઇરસના સંક્રમણના કારણે લોકડાઉન લાદવામાં આવતાં આ તમામ શ્રમિકો બેરોજગાર બન્યા હતાં. જેથી પરપ્રાંતીય શ્રમિકો પગપાળા પોતાના વતન જવા નીકળી ગયા હતા. આ ઉપરાંત અમુક શ્રમિકો માટે સરકાર દ્વારા શ્રમિક ટ્રેન પણ શરૂ કરવામાં આવી હતી. જો કે, અનલોક-1માં સરકારની ગાઈડલાઈન મુજબ ઉદ્યોગો શરૂ થઈ ગયા છે. આવા સમયે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે, આ ઉદ્યોગ સાથે મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો જોડાયેલા છે.

સુરતમાં અત્યારે ૨૦ ટકા યૂનિટો ચાલી રહયા છે અને તેમાં પણ કારીગરોની સંખ્યા ખૂબ ઓછી છે. લોકડાઉન દરમિયાન લાખોની સંખ્યામાં શ્રમિકો હિજરત કરી પોતાના વતન ચાલ્યા ગયા છે. જેના કારણે આજે ડાઈંગ પ્રોસેસીંગ યુનિટમાં કારીગરોની સંખ્યામાં મોટી અછત જોવા મળી રહી છે. આ અછતના કારણે અનેક યુનિટો હંમેશા માટે બંધ થઈ જાય એવી નોબત પણ ઊભી થઈ છે.

આ અંગે સાઉથ ગુજરાત ડાઈંગ અને પ્રોસેસિંગ હાઉસ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારીયાએ જણાવ્યું છે કે, જે રીતે લોકોને ખાસ ટ્રેન થકી તેમના વતન મોકલવામાં આવ્યા હતા તેનાથી પણ તેજ ગતિએ સ્પેશિયલ ટ્રેન થકી તેમને સુરત લાવવામાં આવે.

વધુમાં તેમણે જણાવ્યું કે, પરપ્રાંતીય શ્રમિકોના આવ્યા બાદ જ ઉદ્યોગની સ્થિતિ ફરીથી સારી થઈ શકશે. પરપ્રાંતીય શ્રમિકો નહીં હોવાથી નાના વેપારીઓને હાલ દર મહિને 2થી 5 લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.