- સુરતમાં આજથી રાત્રિ કરફ્યૂ લાગુ
- કરફ્યૂના કારણે હોટેલોને રોજના કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ
- સાઉથ ગુજરાત સર્ધન હોટલ ઇન્ડસ્ટ્રી દ્વારા આ અંગે સીએમને કરાશે રજૂઆત
સુરતઃ દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં વધારો થતા સુરતમાં શનીવાર રાતથી કરફ્યૂની અમલવારી થશે. પરંતુ આ કરફ્યૂના સીધી અસર લગ્નગાળાની સિઝન અને હોટેલ ઉદ્યોગ પર પડશે. રાત્રિ કરફ્યુના કારણે હોટેલોને કરોડો રૂપિયાનું રોજનું નુકસાન થાય એમ હોટેલ એસોસિએશને જણાવ્યું છે. સુરત હોટેલ એસોસિએશન દ્વારા આ અંગે મુખ્યપ્રધાનને રજૂઆત પણ કરવામાં આવશે.
લગ્ન માટે હોટલો બુક થઈ હતી તે ઓર્ડર થઈ રહ્યા છે રદ
હોટેલ સંચાલકોની માનીએ તો 1500 જેટલા લગ્ન માટે હોટલો બુક થઈ હતી. જોકે હવે રાત્રી કરફ્યૂના કારણે ધીરે ધીરે ઓર્ડર રદ્દ થઇ રહ્યા છે. લોકડાઉન બાદ કર્મચારીઓને ખર્ચો કરી બોલાવાયા હતા, ત્યારે હવે નુકસાનીનું ભરપાઈ કોણ કરશે? આ મોટો પ્રશ્ન સંચાલકો સામે ઊભો થયો છે. મોટા ભાગના હોટલ માલિકોએ બેન્કમાંથી લોન લીધી છે.