ETV Bharat / city

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ સુરતમાં ભાજપના 12 અને કોંગ્રેસના 7 ઉમેદવાર કરોડપતિ - સુરત ભાજપ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ તરફથી જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, તેમાંથી 12 ઉમેદવાર કરોડપતિ છે, જ્યારે કોંગ્રેસમાંથી 7 ઉમેદવારે પોતાના એફિડેવિટમાં પોતાને કરોડપતિ ગણાવ્યા છે. આ સાથે જ બન્ને પાર્ટીમાં ઘણા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત સ્કૂલ સુધી જ સીમિત છે.

સુરતમાં ભાજપના 12 અને કોંગ્રેસના 7 ઉમેદવાર કરોડપતિ

author img

By

Published : Feb 9, 2021, 3:03 PM IST

  • સુરત ભાજપે 12 કરોડપતિને આપી ટિકિટ
  • કોંગ્રેસે 7 કરોડપતિને આપી ટિકિટ
  • બન્ને પક્ષમાંથી 53 ઉમેદવારનો માધ્યમિક સુધી અભ્યાસ

સુરતઃ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારો પૈકી અનેક કરોડપતિ છે, જ્યારે કેટલાક ઉમેદવાર સ્નાતક પણ નથી. ભાજપના ઉમેદવારો માટે સૌથી ધનાઢ્ય એવા ક્રેડાઇના સેક્રેટરી અને બિલ્ડર દીપેન દેસાઈ છે. જેમણે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. બીજી બાજુ સંજય દલાલ કરોડપતિ હોવા છતાં ધોરણ 8 પાસ છે. આ સાથે જ 22 વાહનો ધરાવનારા પટેલે ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે.

અજીત પટેલ અને તેમના પરિવાર પાસે 22 વાહનો

ભાજપમાં દીપેન દેસાઈ 20 કરોડ, પરેશ પટેલ 9 કરોડ, રાજન પટેલ 1.22 કરોડ, સંજય દલાલ 4 કરોડ, કિશોર માયાની 1.10 કરોડ અને અજીત પટેલે 2.93 કરોડ પોતાની સંપત્તિ જણાવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે અજીત પટેલ અને તેમનો પરિવાર 22 વાહનો ધરાવે છે. આ સાથે જ 3 કરોડની સંપત્તિ તેમણે પોતાના એફિડેવિટમાં બતાવી છે, પરંતુ તેમણે માત્ર ધોરણ 9 સુધી જ અભ્યાસ કર્યો છે. ભાજપની જેમ કોંગ્રેસમાં પણ કેટલાક ઉમેદવારો કરોડપતિ છે. જેમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશનો પ્રતિનિધિત્વ સુરતમાં કરનારા ધનસુખ પટેલ 12.55 કરોડ, ડી.પી વેકરીયા 4 કરોડ, ગિરીશ પટેલ 2 કરોડ અને દિનેશ કાછડીયાએ પોતાની સંપત્તિ 1.50 કરોડ બતાવી છે. ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં બન્ને મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. એમાંથી કોણ ચૂંટાઈને સુરત મનપા સામાન્ય સભા હોલમાં બેસે તે તો સમય જ કહેશે, પરંતુ આ બન્ને પક્ષે ટિકિટની ફાળવણી ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતને કેટલી ધ્યાને લીધી છે તે બાબત ઘણી રસપ્રદ છે.

120 નગરસેવકોની સ્પર્ધામાં 65 ઉમેદવારો 10 પાસ પણ નથી

સામાન્ય પટાવાળાથી ક્લાર્ક સુધીની નોકરી માટે ચોક્કસ શૈક્ષણિક લાયકાત નક્કી કરાઇ છે. સામાન્ય રીતે કોઈપણ જગ્યાએ કામ માટે જનાર વ્યક્તિને એક સવાલ જરૂર પૂછાય કે કેટલી ચોપડી ભણ્યા છો? તેનો મતલબ એવો થાય કે કેટલો અભ્યાસ કર્યો છે? ત્યારે સુરત જેવા વિશ્વકક્ષાના સ્માર્ટ શહેરની કરુણતા એ છે કે આ શહેરનો વહીવટ સંભાળનારા 120 નગરસેવકોની સ્પર્ધામાં 65 ઉમેદવારો ધોરણ 10 પાસ પણ નથી.

ધોરણ 10 સુધી પણ નથી ભણયા

ભાજપના ઉમેદવારો પર નજર કરીએ તો ભાજપે 31 એવા ઉમેદવારને ટિકિટ આપી છે જે 10 પાસ નથી, જ્યારે કોંગ્રેસે આવા 33 ઉમેદવારોને ટિકિટ આપી છે જે ધોરણ 10 પાસ કરી શક્યા નથી. આ ઉપરાંત 10 પાસ હોય તેવા ભાજપના 26 અને કોંગ્રેસના 27 ઉમેદવારો છે, જ્યારે 12 પાસ કરીને અભ્યાસમાં પૂર્ણવિરામ મૂકી દેનારાને હવે કોર્પોરેટર બનવા થનગની રહેલા હોય તેવા ભાજપના 15 અને કોંગ્રેસના 19 ઉમેદવારો છે.

કેટલા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ?

ભાજપે 17 ગ્રેજ્યુએટ, 12 વકીલ , 3 એન્જિનિયર અને 3 ડૉક્ટરને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે 8 ગ્રેજ્યુએટ,12 વકીલ, 6 બી.એડ એન્જિનિયરને ટિકિટ આપી છે. ભાજપના એક ઉમેદવારો તો પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. આમ બન્ને પક્ષોએ ઓછું ભણેલા અને ઉચ્ચ શિક્ષિત ઉમેદવારને ટિકિટ આપવામાં પણ જાણે બરાબરની સ્પર્ધા કરી હોય તેવું ચિત્ર દેખાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.