સુરત :લાર્સન એન્ડ ટૂબ્રોની હેવી એન્જીનિયરિંગ કંપનીએ મેક્સિકો સરકારની માલિકીની ઓઇલ કંપની પેમેક્સ (પેટ્રોલીઓસ મેક્સિકેનોસ)ની પેટાકંપની પીટીઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરા દા દેસારોલ્લો દ્વારા મેક્સિકોમાં રિફાઇનરી પ્રોજેક્ટ માટે ઓર્ડર કરેલા વિશ્વના world's largest coke drums shipped to Mexico સૌથી મોટા છ કોક ડ્રમ્સ (LandT Coke Drums Export ) રવાના કર્યા હતા. આ દરેક ડ્રમનું વજન 658 ટન છે.
હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સમાં બનાવાયાં ડ્રમ
પેમેક્સ ડોસ બોકાસ રિફાઇનરી પ્રોજેક્ટમાં ડિલેયડ કોકિંગ યુનિટનો ભાગ આ કોક ડ્રમ્સ કમ્બાઇન ડિસ્ટિલેશન પ્લાન્ટમાંથી અવશેષોને ઉચ્ચ મૂલ્ય ધરાવતા ઉત્પાદનોમાં પરિવર્તિત કરશે. સુરત નજીક હજીરામાં સ્થિત L And Tના અદ્યતન ‘હેવી એન્જીનિયરિંગ કોમ્પ્લેક્સ’માં (LandT Heavy engineering company) કોવિડ-19 મહામારી દરમિયાન સફળ (L and T Coke Drums Export) નિર્માણ થયું હતું. કોવિડ-19 મહામારીને કારણે ઊભા થયેલા અસાધારણ પડકારો વચ્ચે પણ હેવી એન્જિનીયરિંગે ગ્રાહકોને સતત સેવા પ્રદાન કરી છે.
સમયસર કોક ડ્રમ્સ ડિલિવર કરાયા
એલએન્ડટી એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર (L&T Heavy engineering company) હેવી એન્જીનિયરિંગના સીનિયર વીપી અને હેડ અનિલ વી. પરબે કહ્યું હતું કે,“અમે આ પ્રકારના પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ માટે વિશ્વના સૌથી મોટા કોક ડ્રમ્સ સપ્લાય(LandT Coke Drums Export ) કરવા માટે વિશ્વાસ મૂકવા બદલ પીટીઆઇ-આઇડીનો આભાર માનીએ છીએ. અમારા ક્લાયન્ટની અપેક્ષાઓ પૂરી કરવાની અને સમયસર કોક ડ્રમ્સ ડિલિવર કરવાની અમને ખુશી છે.”
એન્જિનીયરિંગ ક્ષમતાઓ માટે આંતરરાષ્ટ્રીયસ્તરે સારી શાખ
પરબે ઉમેર્યું હતું કે, “આ સફળતા સાથે અમે અમેરિકામાં એક ક્લાયન્ટ માટે આ જ પ્રકારના હેવી કોમ ડ્રમ્સ (world's largest coke drums shipped to Mexico) સપ્લાય કરવાના અમારા પોતાના માપદંડને તોડીને નવો માપદંડ સ્થાપિત કર્યો છે. અમને અમારા વિવિધ આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટને સૌથી વધુ મોટા, સૌથી ભારે અને સૌથી જટિલ ઉપકરણ સતત પૂરાં પાડવા પર ગર્વ છે. આ પ્રકારના મોટા વોલ્યુમનું સંચાલન કરવા તથા નિર્ધારિત સમયરેખામાં સલામતી અને ગુણવત્તાના સર્વોચ્ચ ધારાધોરણો સાથે પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં અમારી હેવી એન્જીનિયરિંગ ક્ષમતાઓ આંતરરાષ્ટ્રીયસ્તરે સારી શાખ ધરાવે છે.”
આ પણ વાંચોઃ એલ એન્ડ ટીએ ગ્લોબલ ફ્યુઝન પ્રોજેક્ટ માટે ક્રાયોસ્ટેટના ઉત્પાદનમાં મોટી સફળતા હાંસલ કરી
મેક્સિકોનો રાષ્ટ્રીય મહત્વપૂર્ણ રિફાઇનરી પ્રોજેક્ટ
આ પ્રસંગે પીટીઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરા દા દેસારોલ્લો એસ. એ. દા સી. વી. (પીટીઆઇ-આઇડી)ના પ્રોજેક્ટ ડિરેક્ટર ડો. લીયોનાર્ડો કોર્નેજોએ કહ્યું હતું કે, “આ કોમ ડ્રમ્સ (LandT Coke Drums Export ) મેક્સિકોના રાષ્ટ્રીય મહત્વપૂર્ણ રિફાઇનરી પ્રોજેક્ટ માટે આવશ્યક ઉપકરણ છે અને અમને વિશ્વના સૌથી મોટા કોક ડ્રમ્સ world's largest coke drums shipped to Mexico બનાવવા માટે એલએન્ડટી સાથે જોડાણ કરવાની ખુશી છે.”
વિશાળ કોક ડ્રમ્સની સમયસર ડિલિવરી પ્રશંસનીય
ડો. કોર્નેજોએ ઉમેર્યું હતું કે, “મોટા પાયે ફેબ્રિકેશનની કામગીરી સહિત આ પ્રકારના વિશાળ કોક ડ્રમ્સની (LandT Coke Drums Export ) સમયસર ડિલિવરી પ્રશંસનીય છે. અમને ટીમ એલએન્ટીના વિશ્વસનીય અને પારદર્શક અભિગમની ખુશી છે તથા અમે કંપનીને ભવિષ્યમાં આ પ્રકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે કિંમતી પાર્ટનર ગણીએ છીએ.”
ઇન્ડસ્ટ્રી 4.0 સોલ્યુશન્સ સાથે સજ્જ
એલએન્ડટીનું એ એમ નાયક હેવી એન્જીનિયરિંગ કોમ્પ્લેક્સ (L&T Heavy engineering company) આંતરરાષ્ટ્રીય માપદંડ ધરાવતું, અદ્યતન, સંપૂર્ણ સંકલિત, ડિજિટલ સક્ષમ ઉત્પાદન સુવિધા છે. કોમ્પ્લેક્સે મેક ઇન ઇન્ડિયા મિશનમાં પ્રદાન કરવાનું જાળવી રાખ્યું છે. એલએન્ડટીની હેવી એન્જીનિયરિંગની તમામ સુવિધાઓ ઇન્ડસ્ટ્રી 4.0 સોલ્યુશન્સ સાથે સજ્જ છે, જેથી એન્જીનિયર્ડ-ટૂ-ઓર્ડર ઉત્પાદન કરી શકે. એલએન્ડટીનો હેવી એન્જીનિયરિંગ વ્યવસાય રિફાઇનરી, ઓઇલ અને ગેસ, પેટ્રોકેમિકલ્સ, ખાતર અને પરમાણુ ઊર્જા ક્ષેત્રોમાં વૈશ્વિક ગ્રાહકોને ટેકનોલોજી સાથે સજ્જ ઉપકરણ અને સિસ્ટમ પૂરી પાડવાનો ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ ધરાવે છે.
આ પણ વાંચોઃ સુરતના ઈચ્છાપૂર બ્રિજ પર અડચણરૂપ 143 ટન વિશાળકાય બોઇલર આજે ખસેડવામાં આવ્યું