ETV Bharat / city

સુરતમાં L એન્ડ Tએ વિશ્વના સૌથી ભારે એલસી-મેક્સ રિએક્ટર્સને લીલી ઝંડી આપી - હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન

સુરતમાં L એન્ડ T હેવી એન્જિનિયરિંગે વિશ્વના સૌથી ભારે એલસી-મેક્સ રિએક્ટર્સને નિયત સમય પહેલાં જ લીલી ઝંડી આપી એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. લાર્સન એન્ડ ટર્બોના હેવી એન્જિનિયરિંગ બિઝનેસે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમ. કે. સુરાનાની ઉપસ્થિતિમાં વિશ્વના સૌથી ભારે એલસી-મેક્સ રિએક્ટર્સને નિયત સમય પહેલાં પૂર્ણ કરીને તેને રવાના કર્યા છે.

સુરતમાં L&Tએ વિશ્વના સૌથી ભારે એલસી-મેક્સ રિએક્ટર્સને નિયત સમય પહેલા પૂર્ણ કરી લીલી ઝંડી આપી

author img

By

Published : Jan 29, 2021, 8:20 PM IST

Updated : Jan 29, 2021, 8:45 PM IST

  • સુરતમાં L એન્ડ Tએ વિશ્વના સૌથી ભારે એલસી-મેક્સ રિએક્ટર્સને લીલી ઝંડી આપી
  • હજીરા સ્થિત ડિજિટલી સક્ષમ કોસ્ટલ મેન્યુફેક્ચરિંગ એકમથી આ રિએક્ટરને વિશાખાપટ્ટનમ પહોંચાડાશે
  • ભારતની પ્રથમ રેસીડ્યૂ અપગ્રેડેશન ફેસિલિટી ફીડ સ્ટોકમાં વધારો કરવા, પ્રોડક્ટ ફેક્સિબિલિટીમાં સુધારો કરવા સક્ષમ બનાવશે
    સુરતમાં L&Tએ વિશ્વના સૌથી ભારે એલસી-મેક્સ રિએક્ટર્સને નિયત સમય પહેલા પૂર્ણ કરી લીલી ઝંડી આપી
    સુરતમાં L&Tએ વિશ્વના સૌથી ભારે એલસી-મેક્સ રિએક્ટર્સને નિયત સમય પહેલા પૂર્ણ કરી લીલી ઝંડી આપી

સુરતઃ 2313 મેટ્રિક ટન (એમટી)ની ક્ષમતા ધરાવતા રિએક્ટર્સ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા ભારતની પ્રથમ રેસીડ્યૂ અપગ્રેડેશન ફેસિલિટી (આરયુએફ) વિશાખ રિફાઇનરીને હેવી ઓઈલને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત બીએસ-6 ડીઝલમાં પરિવર્તિત કરવા અને ફીડ સ્ટોકમાં વધારો કરવા અને પ્રોડક્ટ ફેક્સિબિલિટીમાં સુધારો કરવા માટે સક્ષમ બનાવશે. ગુજરાતના હજીરા સ્થિત L એન્ડ Tની સંપૂર્ણ સંકલિત, અદ્યતન, ડિજિટલી સક્ષમ કોસ્ટલ મેન્યુફેક્ચરિંગ એકમથી રિએક્ટર્સ ‘સિંગલ પીસ’માં સીધા વિશાખાપટ્ટનમ પહોંચશે.

દરેક ડિલિવરી માટે એલ એન્ડ ટીની ટીમના આભારી છીએઃ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન

આ પ્રસંગે પ્રતિક્રિયા આપતા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમ. કે. સુરાનાએ જણાવ્યું હતું કે, અમારી રિફાઈનરીઝને અદ્યતન અને અપગ્રેડ કરવાની અમારી કામગીરીમાં એલ એન્ડ ટી મૂલ્યવાન પાર્ટનર રહ્યું છે. આ રિએક્ટર્સની પ્રત્યેક ડિલિવરી બદલ અમે એલ એન્ડ ટી ટીમના આભારી છીએ.

એલસી-મેક્સ રિએક્ટર્સની વહેલી ડિલિવરી

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના ડિરેક્ટર રિફાઈનરી વિનોદ એસ. શેનોયે કહ્યું હતું કે, સારી કારીગરી અને સંપૂર્ણ સુરક્ષા સાથે આ પ્રકારના મહત્ત્વપૂર્ણ ઉપકરણનું ઉત્પાદન નોંધપાત્ર બાબત છે. એલસી-મેક્સ રિએક્ટર્સની વહેલી ડિલિવરી બદલ અમે ખુશ છીએ તથા અમારા વિશાખ પ્રોગ્રામને તેનાથી લાભ થશે.

હેવી એન્જિનિયરિંગ શોપ્સ દેશમાં એક માત્ર

આ સિદ્ધિ અંગે પ્રતિક્રિયા આપતા લાર્સન એન્ડ ટુબ્રોના સીઈઓ અને એમડી એસ. એન. સુબ્રમણ્યમે કહ્યું હતું કે, અમે અમારા મૂલ્યવાન ક્લાયન્ટ એચપીસીએલને રેકોર્ડ ટાઈમમાં આ વિશિષ્ટ રિએક્ટર્સ ડિલિવર કરતા આનંદીત છીએ. અમારી હેવી એન્જિનિયરિંગ શોપ્સ દેશમાં એક માત્ર છે કે, જેણે શેડ્યૂલ પહેલા વૈશ્વિક ક્લાયન્ટ્સને મોટી, ભારે, લાંબી અને સૌથી જટિલ પ્રક્રિયા ધરાવતા પ્લાન્ટ ઉપકરણોની સતત રવાનગી કરી છે. આ ટ્રેક રેકોર્ડ અભુતપૂર્વ મહામારી અથવા અન્ય સ્થિતિમાં અખંડ રહ્યો છે.

એચપીસીએલનાની અપેક્ષાઓ ઉપર ખરા ઉતર્યા

એલ એન્ડ ટી હેવી એન્જિનિયરિંગના એક્ઝિક્યૂટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ અનિલ પરબે કહ્યું હતું કે, વિશ્વના સૌથી ભારે એલસી-મેક્સ રિએક્ટર્સની ડિલિવરી કરવામાં તથા ભારતના પ્રથમ આરયુએફ પ્રોજેક્ટનો હિસ્સો બનવામાં અમારામાં વિશ્વાસ રાખવા બદલ અમે એચપીસીએલના આભારી છીએ. અમને ગર્વ છે કે, અમે એચપીસીએલનાની અપેક્ષાઓ ઉપર ખરા ઉતર્યા છીએ અને શેડ્યૂલ પહેલા આ રિએક્ટર્સની રવાનગી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી “આત્મનિર્ભર ભારત” મિશનમાં એલ એન્ડ ટીના યોગદાનનું આ વધુ એક ઉદાહરણ છે.

વિશ્વના 30થી વધુ દેશોમાં કામગીરી ધરાવે છે

એલ એન્ડ ટી હેવી એન્જિનિયરિંગ રિફાઈનરી, ઓઈલ એન્ડ ગેસ, પેટ્રોકેમિકલ, ફર્ટિલાઈઝર અને ન્યૂક્લિઅર પાવર ઈન્ડસ્ટ્રીઝમાં વૈશ્વિક ગ્રાહકોને હાઈ ટેક્નોલોજી રિએક્ટર્સ અને સિસ્ટમ સપ્લાય કરે છે. લાર્સન એન્ડ ટુબ્રો ઈપીસી પ્રોજેક્ટ્સ, હાઈ-ટેક મેન્યૂફેક્ચરિંગ અને સર્વિસીઝમાં કાર્યરત્ ભારતીય બહુરાષ્ટ્રીય કંપની છે, જેની આવક 21 અબજ યુએસ ડોલરથી વધુ છે. તે વિશ્વના 30થી વધુ દેશોમાં કામગીરી ધરાવે છે. મજબૂત અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ તથા ઉચ્ચ ગુણવત્તા માટે હંમેશા પ્રયાસરત્ રહેવાને કારણે એલ એન્ડ ટી આઠ દાયકાથી તેના મુખ્ય બિઝનેસિસમાં લીડરશીપ જાળવી રાખવા સક્ષમ રહ્યું છે.

Last Updated : Jan 29, 2021, 8:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.