ETV Bharat / city

સુરતમાં હળવાશ અનુભવવા કૃણાલ પંડ્યા ઢોંસા ખાવા નીકળી પડ્યા - ઢોંસા

સુરતમાં યોજાયેલા વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનારા કૃણાલ પંડ્યા સુરતમાં સ્ટ્રીટ ફૂડની મજા માણતાં જોવા મળ્યા હતા. સુરતમાં રવિવારે વિજય હજારે ટ્રોફી પૂર્ણ થયા બાદ હળવાશનો અનુભવ કરવા માટે કૃણાલ પંડ્યા ઢોસા ખાવા નીકળી પડ્યા હતા.

સુરતમાં હળવાશ અનુભવવા કૃણાલ પંડ્યા ઢોંસા ખાવા નીકળી પડ્યાં

author img

By

Published : Mar 2, 2021, 5:32 PM IST

  • ક્રિકેટર કૃણાવ પંડ્યાએ માણી હળવાશ
  • સુરતમાં પીપલોદમાં જોવા મળ્યાં ઢોંસાની મજા માણતા
  • વિજય હજારે ટ્રોફી મેચમાં કર્યું હતું શાનદાર પ્રદર્શન
    પીપલોદમાં જોવા મળ્યાં ઢોંસાની મજા માણતાં કૃણાલ પંડ્યા

સુરતઃ વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનારા અને વડોદરા ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા અચાનક ક્રિકેટ પીચની જગ્યાએ પ્લાસ્ટિકના ટેબલ ખુરશી પર બેસીને ઢોંસાની મજા માણતાં જોવા મળ્યા હતા. સુરતના પીપલોદ વિસ્તાર ખાતે આવેલા એક નાનકડી હોટેલમાં જઈને તેમણે સામાન્ય વ્યક્તિની જેમ સાંભર ઢોંસા ખાધા હતા. તેમને ઢોંસા એટલી હદે ભાવ્યા હતા કે, તેમણે બીજીવાર પણ ઓર્ડર આપ્યો હતો.

વિજય હજારે ટ્રોફીમાં બેટ્સમેન શ્રેણીમાં પંડ્યા ત્રીજા ક્રમે

પોતાની મોંઘી ગાડીથી ઉતરીને એક સાધારણ ઢોંસાની હોટેલમાં જઈને જે રીતે ઢોંસાની મજા માણી રહ્યા હતા, તેના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં તેમના પ્રત્યે પ્રેમ વધારે જોવા મળ્યો હતો. વિજય હજારે ટ્રોફીની વાત કરવામાં આવે તો આ ટૂર્નામેન્ટમાં તે સારું પ્રદર્શન કરનારા અને વધુ રન બનાવનાર બેટ્સમેન શ્રેણીમાં ત્રીજા ક્રમે આવે છે. હાલમાં જ સુરતમાં યોજાયેલી મેચમાં તેમણેે નાબાદ 133 રન બનાવ્યા હતા. એટલું જ નહીં ચાર મેચમાં તેમણે 386 રન બનાવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.