- સુરતના વેપારીને જાનથી મારી નાખવાની કોલકતાના વેપારીએ આપી ધમકી
- કલકત્તાના વેપારીને સુરતના વેપારીનો માલ પસંદ ન આવતા રુપિયા આપવાની કરી મનાઈ
- જાનથી મારી નાખવાની ધમકી મળતા સુરતના વેપારીએ પોલિસ ફરિયાદ નોંધાવી
સુરત: સુરતના કાપડ વેપારી પાસેથી કલકત્તાના વેપારીએ રૂપિયા 30.68 લાખના કાપડના માલની ખરીદી કરી ઠગાઈ કરી છે. સુરતના વેપારીએ ઉધરાણીના પૈસાની માગણી કરતા કલકત્તાના વેપારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી સલાબતપુરા પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો.
સુરતના વેપારીના માલની ઠગાઈ કરતા કલકત્તાના વેપારી
કોલકતાના વેપારી અશોકભાઈએ સુરતના વેપારી આયુષભાઈ પાસેથી રૂપિયા 65.48 લાખનો માલ ખરીદ્યો હતો અને ખરીદેલા માલમાંથી રૂપિયા 32.10 લાખનો માલ પરત કર્યો હતો. કલકત્તાના વેપારીએ 30.68 લાખ રૂપિયા સુરતના વેપારીને ચુકવ્યા ન હતા.સુરત શહેરમાં રિંગરોડ ખાતે કોહીનુર માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા આયુષ સંતોષભાઈ મખારીયા પાસેથી ગત વર્ષ 2019માં કલકત્તામાં રહેતા સ્વસ્તિક ક્રિયેશનના પ્રોપરાયટર અશોકકુમારે રૂપિયા 65.48 લાખનો માલ ખરીદ્યો હતો.વેપારી આયુષભાઈએ માલ ટ્રાન્સફર મારફત કલકત્તા મોકલી આપ્યો હતો. વેપારી આયુષભાઈએ વેચેલા માલની ઉધરાણી કરતા કલકત્તાના વ્યાપારી અશોકકુમારે રૂપિયા 15 લાખનો ચેક આપ્યો હતો. વેપારી આયુષભાઈએ ચેક બેંકમાં નાખતા બાઉન્સ થયો હતો. વ્યાપારી અશોકકુમારે ખરીદેલા માલમાંથી અમુક માલ પસંદ ન આવતા રૂપિયા 32.10 લાખનો માલ આયુષભાઈને પરત કરી દીધો હતો,અને બાકી નીકળતા 30.68 લાખ રૂપિયા વેપારીને ચુકવ્યા ન હતા.
સુરતના વેપારીએ કલકત્તાના વેપારી વિરુધ્ધ કરી પોલિસ ફરિયાદ
ઉધરાણીના બાકી નીકળતા રૂપિયાની માગ કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સલાબતપુરા પોલિસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી.વેપારી આયુષભાઈ કલકત્તાના વેપારી પાસેથી ઉધરાણીના બાકી નીકળતા રૂપિયા 30.68 લાખની માગણી કરવા જતા કલકત્તાના વેપારી અશોકકુમારે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આયુષભાઈએ કલકત્તાના વ્યાપારી અશોકકુમાર વિરુદ્ધ સલાબતપુરા પોલિસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.