ETV Bharat / city

શું તમે જે દુકાનમાંથી ખરીદી કરો છો તે દુકાનદારે વેક્સિન લીધી છે ? સુરતમાં જાણવું બનશે સરળ.. - Vaccination Status

કોરોનાની બીજી લહેર (Second Wave Of Corona) હવે ધીમી થઈ રહી છે. આ સાથે રાજ્યમાં વેક્સિનેશન પ્રક્રિયા (Corona Vaccination in Gujarat) પણ વાયુવેગે આગળ વધી રહ્યું છે. આ વચ્ચે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા દેશમાં સૌપ્રથમ વખત હેલ્થ કાર્ડ સિસ્ટમ (Health Card System) શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ છે શું અને તે કાર્ય કઈ રીતે કરે છે, વાંચો આ અહેવાલમાં...

Health Card System
Health Card System
author img

By

Published : Jun 14, 2021, 8:10 PM IST

Updated : Jun 14, 2021, 8:23 PM IST

  • સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા સૌપ્રથમ વખત શરૂ કરાઈ સિસ્ટમ
  • Vaccination નો વ્યાપ વધારવા Health Card System કરાઈ શરૂ
  • Green Health Card અને White Health Card વડે જાણી શકાશે Vaccination Status

સુરત : કોરોનાની બીજી લહેર (Second Wave of Corona) ની ગતિ મંદ પડ્યા બાદ કોરોના વેક્સિનેશન (Corona Vaccination) નું પ્રમાણ વધારવા માટે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા હેલ્થ કાર્ડ સિસ્ટમ (Health Card System) શરૂ કરવામાં આવી છે. આ કાર્ડ દ્વારા લોકોના અને તેમાં પણ ખાસ કરીને ધંધાદારીઓનું વેક્સિનેશન સ્ટેટસ (Vaccination Status) જાણી શકાશે.

જાણો શું કહે છે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનિ

Health Card System કઈ રીતે કાર્ય કરશે

Health Card System એ સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા દેશમાં સૌપ્રથમ વખત અપનાવવામાં આવેલો પ્રોજેક્ટ છે. જેના અંતર્ગત જે લોકોએ કોરોના વેક્સિન (Corona Vaccine) ના બન્ને ડૉઝ લઈ લીધા હોય તેમજ કોરોના મુક્ત થયા હોય, તેમને ગ્રીન હેલ્થ કાર્ડ (Green Health Card) આપવામાં આવશે. જ્યારે કોરોના વેક્સિન (Corona Vaccine) ના એક કે એકપણ ડૉઝ ન મેળવનારા લોકોને વ્હાઈટ હેલ્થ કાર્ડ (White Health Card) આપવામાં આવશે. ગ્રીન હેલ્થ કાર્ડ (Green Health Card) ધરાવતા લોકોએ વારંવાર કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર નહીં પડે. આ પ્રકારના કાર્ડ મુખ્યત્વે દુકાનધારકો તેમજ વિવિધ ધંધાદારીઓને આપવામાં આવી રહ્યા છે. જે કરવા પાછળનું કારણ કોરોનાની ચેઈન તોડવાનું હોવાનું સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનિએ જણાવ્યું હતું.

સુરતમાં અત્યાર સુધી 38 ટકા લોકોએ Corona Vaccine લીધી

કોરોનાની બીજી લહેર (Second Wave of Corona) ભલે મંદ થવા લાગી હોય પરંતુ સુરતમાં કોરોના સંક્રમણ (Corona in Surat) વધે નહીં તે માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા (Corona Vaccination) વધારવા માટે હેલ્થ કાર્ડ સિસ્ટમ (Health Card System) શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી સુરતમાં કુલ 38 ટકા લોકોએ વેક્સિન મેળવી લીધી છે. શહેરમાં વેક્સિનના બન્ને ડૉઝ મેળવનારા લોકોની સંખ્યા 2.79 લાખથી પણ વધારે છે. જ્યારે આગામી દિવસોમાં પણ વેક્સિનના બન્ને ડૉઝ મેળવનારા લોકોને SMC ગ્રીન હેલ્થ કાર્ડ (Green Health Card) આપશે. શહેરમાં અત્યાર સુધી 1.40 લાખ લોકોને વ્હાઈટ હેલ્થ કાર્ડ (White Health Card) આપવામાં આવ્યા છે અને જે લોકોએ અત્યાર સુધી વેક્સિન નથી લીધી તેમને એક સપ્તાહમાં ફરજિયાત RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે.

Last Updated : Jun 14, 2021, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.