- આજે માત્ર ત્રણ કલાકમાં 1 લાખથી વધુનો વેરો ઉઘરાવ્યો
- ત્રણ દિવસમાં વેરો જ ભરનાર સામે પંચાયત કરશે કડક કાર્યવાહી
- બે કરોડ જેટલો ગ્રામપંચાયતનો બાકી
કીમઃ આજ રોજ ઓલપાડ તાલુકાના સૌથી મોટા ગામની કીમ (Kim)ગ્રામ પંચાયતએ વેરો ન ભરતા લોકો વિરુદ્ધ લાલ આંખ કરી હતી અને કીમ (Kim)ના સરપંચ શૈલેશ મોદી તેમજ પંચાયત સ્ટાફ રવિવારના રજાના દિવસે ગામમાં વેરો ઉઘરાવવા(collect taxes) નીકળી ગયા હતા.

આ પણ વાંચોઃ વડોદરામાં 60 જેટલા શ્રમિકો પાસેથી 42 હજારથી વધુની ઉઘરાણી કરવામાં આવી
વેરો ના ભરતા તમામ સુવિધાઓ બંધ કરાશે
કીમ (Kim)ના સરપંચ અને સ્ટાફે માત્ર ત્રણ કલાકમાં જ એક લાખથી વધુનો વેરો ઉઘરાવ્યો(collect taxes) હતો તેમજ જે લોકોએ વેરો નથી ભર્યો, તેમને આગામી ત્રણ દિવસમાં વેરો નહિ ભરે, તો કોઈપણ પ્રકારે વાત સાંભળ્યા વગર પંચાયત તરફથી મળતી સુવિધાઓ બંધ કરી દેશું તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ બારડોલી નગરપાલિકાએ વર્ષ 2020-21માં 85.92 ટકા વેરાની વસૂલાત કરી
અત્યાર સુધી ગ્રામપંચાયતે 32લાખ જેટલો વેરો ઉઘરાવ્યો
કીમ (Kim)ગામના સ્થાનિકોએ સમયસર વેરો નહિ ભરતા કીમ (Kim) ગ્રામ પંચાયત પર 2 કરોડ જેટલી વસૂલાત થઈ ગઈ હતી. વારંવાર ગામલોકોને નોટિસ આપવા છતાં પણ ગામલોકોએ ધ્યાનમાં ન લેતા ગ્રામપંચાયતે કડક ઉઘરાણી શરૂ કરતાં, અત્યાર સુધી 32 લાખ જેટલી ઉઘરાણી કરી નાખી છે અને આગામી ટૂંક સમયમાં 2 કરોડની ઉઘરાણી કરવામાં આવશે, તેમ સરપંચે જણાવ્યું હતું.