સુરત : સીએમ રુપાણીએ આ સાથે જે રીતે હીરાઉદ્યોગમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી છે તેને લઇ ચેતવણી આપી હતી કે જો ગાઇડલાઇન પ્રમાણે ઉપયોગ નહીં કરવામાં આવે તો ફરીથી ઉદ્યોગ શરૂ નહીં કરાય. કોરોના કેસોની સંખ્યા અંગે સતત પાંચ કલાક સુધી ચાલેલી સમીક્ષા બેઠક પૂર્ણ કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે થોડા દિવસથી સુરત સહિત જિલ્લામાં પોઝિટિવ કેસો વધ્યાં છે. જૂન માસમાં કોરોનાના સંક્રમણને પ્રમાણમાં રોકી શકાયું છે. ધન્વંતરી રથનો ઉપયોગ થતાં અમદાવાદમાં મોતનો આંક ઘટાડી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. સરકારે સુરતની સંપૂર્ણ ચિંતા એક એક મિનિટે કરી રહી છે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓની ટીમને છેલ્લા ત્રણ દિવસથી સુરત મોકલવામાં આવી છે. કોરોનાના સંક્રમણ કઈ રીતે નિયંત્રિત કરી શકાય તેની ચિંતા કરી છે.
100 કરોડના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કિડની અને સ્ટેમ્સસેલ બિલ્ડીંગને કોવિડ હોસ્પિટલ બનાવાશે
શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોના કેસને લઈ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સુરત મુલાકાતે આવ્યાં હતા. સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં તેમણેે અધિકારીઓ, ધારાસભ્ય, સાંસદ અને સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને આઈએમએફના સભ્યો સાથે તેઓએ સમીક્ષા બેઠક યોજી હતી..સુરતમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યાં છે, તેને ધ્યાનમાં રાખી 100 કરોડના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કિડની હોસ્પિટલ અને સ્ટેમ્સસેલ બિલ્ડીંગને કોવિડ હોસ્પિટલ બનાવવા અંગેની જાહેરાત કરી હતી.