સુરત રાજ્યમાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ ફૂલ સક્રિય થઈ ગઈ છે અને કોંગ્રેસના સક્રિય હોદેદારો પોતાના પક્ષમાં ખેંચી રહી છે, ત્યારે કામરેજ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કિશન પટેલે પણ કોંગ્રેસને બાય બાય કહીને (Former Congress president joined BJP) અને કેસરિયો ધારણ કર્યો છે. કિશન પટેલે કેસરિયા ધારણ કરતા વિધાનસભાની ચૂંટણી પહેલાં (Congress leader joined BJP) કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.
કોંગ્રેસને ટાટા બાય બાય કહીં ભાજપમાં ગુજરાત માટે વર્ષ 2022એ ચૂંટણીનું વર્ષ છે, ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે, અને તોડ જોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે, ત્યારે સુરત જિલ્લામાં સતત ભાજપ દ્વારા હરીફ પક્ષોને તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે અને લોકપ્રિય નેતાઓને પોતાના પક્ષમાં ખેંચી રહ્યા છે. છેલ્લા બાર વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા અને પૂર્વ કામરેજ તાલુકા કોંગ્રેસના સંગઠન પ્રમુખ તેમજ સેવની સેવા સહકારી મંડળીના પ્રમુખ કિશન પટેલે પણ કોંગ્રેસને ટાટા બાય બાય કહી દીધા હતા અને વાજતે ગાજતે સરકારના મંત્રી મુકેશ પટેલના હસ્તે કેસરિયો (Kishan Patel joined BJP) ધારણ કર્યો હતો.
કામરેજ તાલુકામાં લોકપ્રિય આગેવાન છે કિશન પટેલ સુરત જિલ્લો અને તેમાં પણ કામરેજ તાલુકોએ ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કિશન પટેલ સતત વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો કરી કોંગ્રેસને ફરી ઉભી કરવાના પ્રયાસો હાથ ધરી રહી રહ્યા હતા. તેમજ વર્ષે કરોડોનું ટન ઓવર ધરાવતી સેવની સેવા સહકારી મંડળીની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભવ્ય જીત થઈ હતી, ત્યારે ભાજપના કોંગ્રેસ મુક્ત અભિયાન હેઠળ કિશન પટેલને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો અને કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી પહેલાં મોટો ઝટકો આપ્યો હતો. Kamrej assembly seat, Gujarat Assembly Election 2022