સુરત: લંડનના હાઇ પ્રોફાઇલ વિસ્તારોમાં રવિવારે ડિજિટલ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર નેહા ઠાકર અને સુરંજિતા ભગવતી મૂળ અમદાવાદના છે. 'જસ્ટિસ ફોર સુશાંત' તરીકે ઓળખાતા આ વિશ્વવ્યાપી અભિયાનમાં યુનાઇટેડ કિંગડમે (UK) પણ હાથ મિલાવ્યું છે.
JusticeForSushan અભિયાનમાં માત્ર ભારતીય જ નહીં, પરંતુ લંડનના વિવિધ એશિયન સમુદાયના રહેવાસીઓ સાઉથહોલ, હિલિંગડન અને યુક્સબ્રીજ, વેમ્બલી, મેડમ તુસાદ, બેકર સ્ટ્રીટ,બકિંઘમ પેલેસ, ટ્રફાલ્ગર સ્ક્વેર, લંડન આઈ, બિગ બેન અને વેસ્ટમિંસ્ટર સ્ક્વેર જેવા પ્રખ્યાત સ્થળોએ એકઠા થયા હતા અને એક વિશાળ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. અંતમાં અભિનેતાના મૃત્યુ મામલામાં ન્યાયની માગ કરી હતી. 34 વર્ષીય અભિનેતાના મૃત્યુ પ્રકરણમાં ઉચિત તપાસની માગ માટે લંડનમાં વિશાળ ડિજિટલ પોસ્ટરોવાળી ટ્રક પણ આ અભિયાનમાં જોવા મળી હતી.
UKના વિવિધ સ્થળે બ્લેક આઉટફિટ્સ પહેરીને અને હાથમાં પ્લેકાર્ડ લઈ લોકો ભેગા થયા હતા. સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ સોશિયલ મીડિયા શક્તિ સાફ જોવા મળી રહી છે. 'યુકે ફાઇટ્સ ફોર સુશાંત સિંહ રાજપૂત' નામની એફબી ગ્રૂપની રચના 10મી ઓગસ્ટ, 2020 ના રોજ અમદાવાદમાં જન્મેલી યુકે સ્થિત નેહા ઠાકર દ્વારા કરવામાં આવી હતી. જેમાં 546 લોકો જોડાયા છે, જેમાં મોટા ભાગે લંડનમાં રહેતા ભારતીયો સામેલ છે અને સુશાંતસિંહના મોતના કાળને ખુબ જ વ્યથિત છે અને આ કેસમાં થયેલી ગેરરીતિના સખત વિરોધી છે અને ન્યાયની માગણી કરી રહ્યાં છે.
નેહાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગ્રૃપના ઘણા લોકો દ્વારા કરવામાં આવેલા ઘણી ચર્ચાઓ અને અનેક વિચારો કરવામાં આવ્યા હતા. નડિયાદની નિશા દેસાઈ જેવા ઉદાર સભ્યોએ અભિયાન માટે 900 પાઉન્ડની પણ મદદ કરી. સુસ્મિતા બહિનીપતિ અને પૂર્વા વૈદ્ય નેમાવરકરએ આ અભિયાનને વેેગ આપવા માટે ડિજિટલ એડ એજન્સી સાથે બેઠક યોજવામાં કોઈ કસર છોડી ન હતી. આ અભિયાનને ત્યારે વધુ વેગ મળ્યું જ્યારે સુરંજિતા ભગવતી, જેમણે પોતાનો પ્રારંભિક વર્ષ અમદાવાદમાં વિતાવ્યો હતો અને એફબી ગ્રૂપની અન્ય સક્રિય સભ્ય છે કે તેઓએ એ આ અભિયાન માટે ટ્વીટ કરી હતી, જેને 1600થી વધુ લોકો દ્વારા પસંદ કરવામાં આવી હતી અને લગભગ 480 વખત રિટ્વીટ કરવામાં આવ્યું હતું અને 60 ટકા પ્રતિસાદ મળ્યો હતો.
સુરંજિતા ભગવતીએ જણાવ્યું હતું કે, સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ આખું વિશ્વ તેના પરિવારને ન્યાય મળે એ માટે એક થયો છે. વિશ્વની દરેક વ્યક્તિ આ કેસની તપાસ કરી રહેલા લોકો પર નજર રાખી રહી છે. જેથી તે યોગ્ય રીતે કરવામાં આવે અને અંતમાં ન્યાય પ્રબળ રહે.