ETV Bharat / city

Jolva Rape Case: આરોપી સુધી પહોંચવામાં મહત્વનું સાબિત થયું દરવાજા પર લગાવેલું તાળું, દુષ્કર્મના આરોપીની ધરપકડ - પલસાણા સુરત પોલીસ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવાની ઔદ્યોગિક વસાહતમાં 11 વર્ષની બાળકી સાથે બનેલી દુષ્કર્મની ઘટના (Minor Girl Rape in Jolva)માં હાલ પોલીસે બિલ્ડિંગમાં જ રહેતા દયાચંદ નામના ઈસમની ધરપકડ કરી છે. દયાચંદ ઘરેથી બાળકીને અવાવરુ રૂમમાં લઈ ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી.

Jolva Rape Case: આરોપી સુધી પહોંચવામાં મહત્વનું સાબિત થયું દરવાજા પર લગાવેલું તાળું, દુષ્કર્મના આરોપીની ધરપકડ

author img

By

Published : Feb 21, 2022, 10:15 PM IST

બારડોલી: પલસાણા તાલુકાના જોળવામાં 11 વર્ષની માસૂમ બાળકીને હવસનો શિકાર (Minor Girl Rape in Jolva) બનાવી રૂમમાં ગોંધીને નાસી જનારા નરાધમની પોલીસે ધરપકડ (Accused of Jolva Rape Case) કરી છે. પ્રથમ 2 શકમંદોની પૂછપરછ બાદ દરવાજા પર લગાવેલા નવા તાળાએ આરોપી સુધી પહોંચવાનો રસ્તો ખુલ્લો કર્યો હતો. 2 પૈકી એક શકમંદ તાળું લેવા માટે જે દુકાનમાં ગયો હતો તેના CCTVમાં તે નજરે પડતા પોલીસે તેની કડકાઇથી પૂછપરછ કરી હતી, જેમાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું (Jolva Rape Case) હોવાની કબૂલાત કરતા પોલીસે હાલ તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી.

બાળકોને ઘરે મુકી દંપતિ મિલમાં કામે જતું હતું

નાના ભાઈએ કહ્યું, દયાચંદ બેનને લઈ ગયો હતો. સુરત રેન્જ આઈ.જી. (Surat Range IG) રાજકુમાર પાંડિયને પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, રાત્રે 10 વાગ્યે સંજીવીની હોસ્પિટલ (sanjeevani hospital surat)માં કોઈ બાળકીનું શંકાસ્પદ મોત થયું હોવાની ખબર પડતાં પલસાણા પોલીસ (Palsana Police Surat) સ્થળ પર પહોંચી હતી. જોળવામાં એક એપાર્ટમેંટમાં રહેતું દંપતિ તેમના બંને સંતાનો 11 વર્ષની બાળકી અને 5 વર્ષના બાળકને ઘરે એકલા મૂકીને મિલમાં કામ કરવા જતું હતું.

બંધ રૂમમાંથી બાળકી લોહીલુહાણ હાલતમાં મળી

રવિવારે બપોરના 3.30 વાગ્યાની આસપાસ ભાઈબહેન રમતા હતા તે સમયે દયાચંદ નામનો શખ્સ ત્યાં આવીને ભાઈને ઘરે જવાનું કહી બાળકી (Child abuse in Surat)નો હાથ પકડીને ક્યાંક લઈ ગયો હતો. સાંજે જ્યારે માતાપિતા ઘરે આવ્યા ત્યારે દીકરી નજરે નહીં પડતાં પુત્રને પૂછતાં તેણે દયાચંદ બેનની આંગળી પકડીને લઈ ગયો હોવાનું જણાવ્યુ હતું. આથી તેમણે શોધખોળ કરી હતી. બિલ્ડિંગના ખાલી રૂમોમાં તપાસ કરી હતી. તમામ રૂમ ખુલ્લા હતા, જ્યારે એક રૂમને તાળું મારેલું હોઇ શંકા જતાં તેમણે તાળું તોડતા અંદર બાળકીની લોહીલુહાણ હાલતમાં પડેલી હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તેનુ મોત થયું હતું.

આરોપી તાળું ખરીદતો CCTVમાં નજરે પડ્યો

પોલીસ પૂછપરછમાં પરિવારજનોએ 2 જણા પર શંકા વ્યક્ત કરી હતી. બિલ્ડિંગમાં જ રહેતા દયાચંદ અને અન્ય એક શખ્સ કાલૂરામ પર શંકા કરતાં પોલીસે બંનેની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જો કે કડક પૂછપરછ બાદ પણ કબૂલાત કરી નહોતી. દરમિયાન પોલીસે તાળું જોતાં તાળું નવું હોવાથી આજુબાજુની દુકાનોમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન એક દુકાનમાંથી દયાચંદ તાળું ખરીદતો CCTVમાં નજરે પડે છે. એ મજબૂત પુરાવો મળ્યા બાદ પોલીસે ફરીથી તેની કડક પૂછપરછ હાથ ધરતા તેણે સમગ્ર ઘટનાની કબૂલાત કરી હતી.

આરોપી સેક્સ્યુઅલ મેનીયાથી પીડાતો હોવાની પત્નીની કબૂલાત

દયાચંદને સેક્સ્યુલ મેનીયા હોવાનું તેની પત્નીએ પોલીસને જણાવ્યુ હતું. તેને સેક્સનો બહુ શોખ છે. તેની પાસેના ફોનમાંથી પણ પોર્ન ફિલ્મની અનેક ક્લિપ મળી આવી હતી. દયાચંદ તેની પત્ની અને 2 બાળકો સાથે પીડિતની બિલ્ડીંગમાં જ રહેતો હોય પીડિત પરિવાર પણ તેનાથી પરિચિત છે.

મોઢું અને નાક દબાવી રાખતા બાળકીનું મોત થયું

પૂછપરછમાં દયાચંદે કબૂલાત કરી હતી કે તેણે બાળકીનું મોઢું અને નાક દબાવી રાખતા તેણીનું મોત થયુ હતું. સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ તેણે કાલુરામની મદદ લીધી હતી. કાલુરામને સ્થળ પર ઊભો રાખ્યા બાદ તે તાળું લેવા માટે ગયો હતો અને દરવાજાને તાળું મારીને બંને ત્યાંથી પોતપોતાના રૂમમાં જતાં રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.