ETV Bharat / city

Jolva Rape Case: આવેદનપત્ર આપવા ગયેલા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ગરમાગરમી, PIએ દંડો બતાવતા કાર્યકરો ઉશ્કેરાયા - સુરતમાં દલિત યુવતી પર બળાત્કાર

જોળવામાં બાળકી સાથે દુષ્કર્મ (Jolva Rape Case) બાદ હત્યાના મામલે કોંગ્રેસ કાર્યકરોએ DySP કચેરી સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. સૂત્રોચ્ચાર દરમિયાન બારડોલી ટાઉન PI અને કોંગી અગ્રણીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

Jolva Rape Case: આવેદનપત્ર આપવા ગયેલા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ગરમાગરમી, PIએ દંડો બતાવતા કાર્યકરો ઉશ્કેરાયા

author img

By

Published : Feb 22, 2022, 4:59 PM IST

બારડોલી: પલસાણાના જોળવા ખાતે રવિવારના રોજ 11 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ (Jolva Rape Case) બાદ તેની હત્યા કરી દેવામાં આવી હોવાની ચકચારી ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ (Jolva Rape Case Accused) કરી હતી. જો કે જિલ્લામાં વધી રહેલી ગુનાખોરીને લઈ જિલ્લા કોંગ્રેસ હરકતમાં આવી હતી અને મંગળવારના રોજ બારડોલી DySPને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ SC સેલના અધ્યક્ષ (Chairman of the Region Congress SC Cell)હિતેન્દ્ર પીઠડીયા, પૂર્વ કેન્દ્રીયપ્રધાન તુષાર ચૌધરી, આગેવાન દર્શન નાયક સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને DySP કચેરીની સામે રસ્તા પર બેસી સૂત્રોચ્ચાર (Protest In Surat) કરતા એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.

જિલ્લા કોંગ્રેસ હરકતમાં આવ્યું હતું અને મંગળવારના રોજ બારડોલી DySPને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

પ્રદર્શન કરી રહેલા કાર્યકરોને પોલીસે દંડો બતાવતા વાતાવરણ ઉગ્ર બન્યું

પ્રદર્શન કરી રહેલા કોંગી કાર્યકરો (Congress In Gujarat)ને બારડોલી PI પટેલે દંડો બતાવતા જ કાર્યકરો ઉશ્કેરાયા હતાં અને PI તેમજ કોંગી આગેવાનો વચ્ચે ચકમક ઝરી હતી. બારડોલી PI આદિવાસી અને દલિત સમાજ (Tribal and Dalit In Gujarat) પ્રત્યે અન્યાય કરતા હોવાના આક્ષેપો પણ વિરોધ પ્રદર્શન (Jolva Rape Case Protest) દરમિયાન કરવામાં આવ્યા હતા. જો કે બાદમાં પોલીસે મામલો થાળે પડ્યો હતો અને આવેદનપત્ર લઈ પોલીસે દીકરીને ન્યાય અપાવવાની બાંયધરી આપી હતી.

બારડોલી PI પટેલે દંડો બતાવતા જ કાર્યકરો ઉશ્કેરાયા હતા.

આ પણ વાંચો: Minor Girl Rape case in Jolva : સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ રૂમમાં ગોંધી દીધી, સારવાર મળ્યાં પહેલાં મોત

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાનો આરોપ

જોળવા અને આજુબાજુના ગામોમાં ડ્રગ્સ અને અફીણનો કારોબાર.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જોળવા અને આજુબાજુના ગામોમાં ડ્રગ્સ અને અફીણનો કારોબાર (Drugs and opium In Surat) બેરોકટોક ચાલે છે. આ ઉપરાંત પલસાણા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા બાળકીના પરિવારને ઝડપથી ન્યાય મળે તેમજ જોળવા, તાતીથૈયા, બગુમરા જેવા વિસ્તારોમાં નાના મોટા અનેક ઔદ્યોગિક એકમ હોઇ અનેક લોકો વસવાટ કરે છે, જેને કારણે અહીં એક પોલીસ મથક શરૂ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. સરકાર સ્માર્ટ પોલીસ સ્ટેશન ન બનાવે તો ચાલશે પણ સામાન્ય પોલીસ સ્ટેશન બનાવી લોકોની સુરક્ષા પુરી પાડે તે જરૂરી છે.

આ પણ વાંચો: Jolva Rape Case: આરોપી સુધી પહોંચવામાં મહત્વનું સાબિત થયું દરવાજા પર લગાવેલું તાળું, દુષ્કર્મના આરોપીની ધરપકડ

પોલીસે અમારી સાથે ગુનેગારોની જેમ વર્તન કર્યું - ડૉ. તુષાર ચૌધરી

માજી કેન્દ્રિય પ્રધાન ડૉ. તુષાર ચૌધરીએ પોલીસની કામગીરી શંકાસ્પદ હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે, ઘટના બાદથી પોલીસે બાળકીના માતપિતાનો કબજો લઈ લીધો છે અને તેમને બિહાર જતા રહેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. દલિત બાળકીની બાળત્કાર બાદ હત્યા (Dalit Girl Raped In Surat) કરવામાં આવી હોવા છતા મામલો રફેદફે કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે રજૂઆત અને વિરોધ કરવા આવેલા કોંગી કાર્યકરો સામે બારડોલી પોલીસ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી. ચૌધરીએ કહ્યું કે બારડોલી ટાઉન પોલીસે (Bardoli Town Police) અમે ગુનેગાર હોય તેમ અમારી સાથે દાદાગીરી કરી અમારા બાવડા પકડી દંડાથી મારવાનો પ્રયાસ કર્યો હતો, જે કોઈ પણ સંજોગોમાં ચલાવી લઈશું નહીં. તેમણે આવા પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.