ETV Bharat / city

લૂંટારુ બન્યો સ્માર્ટ, યુટ્યુબમાં વિડીયો જોઈને શીખી લૂંટ

author img

By

Published : Aug 5, 2022, 7:27 PM IST

Updated : Aug 6, 2022, 12:33 PM IST

સુરતમાં એક વ્યક્તિએ યુટ્યુબ વિડીયોમાંથી (youtube video) લૂંટ કરવાનું શીખ્યું. તેનું પ્રેકટિકલ વર્ક કરવા તેણે એક જવેલર્સને નિશાન (jewellery loot in Surat ) બનાવી દીધો હતો. જોકે પોલીસે પણ સીસીટીવી (Crime cctv footage) ફૂટેજ આધુનિક સર્વેલન્સ સીસ્ટમનો ( CCTV Surveillance System ) ઉપયોગ કરી લૂંટારુને પકડી લીધો.

Jewellery loot in surat : કતારગામમાં જ્વેલર્સ લૂંટ, સીસીટીવીથી આરોપી ઝડપાયો

સુરત : ઇન્ટરનેટ ઓફ થીંગ્ઝની સુલભતાએ કેટલાક લોકોની દુષ્પ્રવૃત્તિઓને વેગ આપવામાં ભાગ ભજવ્યો હોય તેવા કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવી રહ્યાં છે. યુટ્યુબ પર વિડિયો (youtube video) જોઈ જ્વેલર્સની દુકાનમાં લૂંટની (jewellery loot in Surat ) ઘટનાને અંજામ આપનાર આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી છે. ગ્રાહકના વેશમાં આવેલા આરોપીએ જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 3. 77 લાખની પાંચ ચેઇનની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. જોકે આરોપીને પોલીસે સીસીટીવી ફૂટેજ આધુનિક સર્વેલન્સ સીસ્ટમના ( CCTV Surveillance System )કારણે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 3. 77 લાખની પાંચ ચેઇનની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો

સમોર ગોલ્ડ પેલેસમાં બની ઘટનાઃ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા દર્શનભાઈ પ્રવીણભાઈ શાહ કતારગામ આંબા તલાવડી રોડ પાસે સમોર ગોલ્ડ પેલેસ નામની જ્વેલર્સની દુકાન ધરાવે છે. 4 ઓગસ્ટ 2022 ના રોજ તેઓની દુકાને એક વ્યક્તિ આવ્યો હતો અને સોનાની ચેઇન જોવા માંગી હતી જેથી જવેલર્સ અને ચેઇન જોવા આપી હતી. આ દરમિયાન ગ્રાહકના સ્વાંગમાં આવેલા ઈસમે ચેઇનની કિંમત પૂછી હતી જેથી જ્વેલર્સ ચેઇનનું વજન કરી કેલ્ક્યુલેટરમાં હિસાબ કરતા હતાં આ દરમિયાન ગ્રાહકના સ્વાંગમાં આવેલા ઇસમે તેના ખભા પર લટકાવેલા પર્સમાંથી મરચાની ભૂકી કાઢી જ્વેલર્સની આંખમાં નાખી હતી.

આ પણ વાંચોઃ Robbery Case in Modasa: ધોળા દિવસે વધ્યો લૂંટારુંઓનો આતંક

તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવીઃ મરચાંની ભૂકી નાંખ્યા બાદમાં તે ઇસમ ત્યાંથી રૂપિયા 3.77 લાખની કિંમતની પાંચ ચેઇનની લૂંટ (jewellery loot in Surat ) કરી બાઈક પર બેસી ફરાર થઈ ગયો હતો. આ મામલે જવેલર્સ દર્શનભાઈ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં ( CCTV Surveillance System )તપાસ કરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચોઃ Surat Robbery Case: ધોળા દિવસે માત્ર પાંચ સેકન્ડમાં લૂંટારોએ કરી લાખોની લૂંટ

ત્રણ ચેઇન કબ્જે થઇઃ લૂંટ વિશે ડીસીપી ભાવના પટેલે જણાવ્યું હતું કે આરોપીનું નામ હિતેશ ભરતભાઈ વસાણી છે અને તે કંતારેશ્વર મહાદેવ મંદિર પાસે રહે છે. Youtube પર વિડિયો (youtube video) જોઈને તેણે આ લૂંટને (jewellery loot in Surat ) અંજામ આપ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા 2.38 લાખની કિંમતની ત્રણ ચેઇન અને લૂંટના ગુનામાં વપરાયેલું બાઈક કબ્જે કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં આરોપીને દેવું થઈ જતા લૂંટ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

Last Updated : Aug 6, 2022, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.