ETV Bharat / city

Jakhvada Primary School: સુરત જિલ્લાની એક એવી શાળા જ્યાં મુસ્લિમ શિક્ષક બાળકોને ભણાવે છે ગીતાના પાઠ - સુરતની શાળાઓમાં કુરાનનું શિક્ષણ

સુરત જિલ્લાની જખવાડા પ્રાથમિક શાળા (Jakhvada Primary School)માં મુસ્લિમ શિક્ષક હિંદુ વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવે છે. શાહ મહોમ્મદ સઇદ છેલ્લાં 12 વર્ષથી ગામના વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

Jakhvada Primary School: સુરત જિલ્લાની એક એવી શાળા જ્યાં મુસ્લિમ શિક્ષક બાળકોને ભણાવે છે ગીતાના પાઠ

author img

By

Published : Mar 21, 2022, 4:27 PM IST

સુરત: સરકાર દ્વારા હાલ તાજેતરમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે. પરંતુ સુરત જિલ્લાની જખવાડા પ્રાથમિક શાળા (Jakhvada Primary School)માં મુસ્લિમ સમાજમાંથી આવતા શિક્ષક વર્ષોથી શાળાના બાળકોને ભગવદ્ ગીતાના પાઠ ભણાવી (bhagavad gita in gujarat schools) રહ્યા છે. કહેવાય છે શિક્ષકને કોઈ ધર્મ હોતો નથી. તેમના માટે બધા જ ધર્મ સરખા હોય છે. આ વાતને સાર્થક કરી છે માંગરોળ તાલુકામા જખવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક શાહ મહોમ્મદ સઈદે.

મુસ્લિમ સમાજમાંથી આવતા શિક્ષક વર્ષોથી શાળાના બાળકોને ભગવદ્ ગીતાના પાઠ ભણાવી રહ્યા છે.

શાળામાં હિન્દુ-મુસ્લિમ બંને સમાજના 71 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે- શાહ મહોમ્મદ સઈદ છેલ્લા 12 વર્ષથી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. તેઓએ શિક્ષક સેવા શરૂ કરી ત્યારથી જ બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ મળે એવા પ્રયાસો હાથ ધર્યા અને સફળ પણ થયા. જખવાડા ગામમાં હિન્દુ-મુસ્લિમ (Hindu Muslim Population In Jakhvada) બંને સમાજની વસ્તી છે. ગામની પ્રાથમિક શાળમાં 1થી5 ધોરણ (Primary Education In Surat District) સુધી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જ્યાં હાલ હિન્દુ-મુસ્લિમ બંને સમાજના 71 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને બંને સમાજના બાળકોને શિક્ષક ધર્મ પુસ્તકના પાઠ કરાવી રહ્યા છે.

આ પણ વાંચો: Bhagavad Gita in Textbook : 'આપ' ના પાઠ્ય પુસ્કતમાં ભગવદ્ ગીતાના આવકાર સાથે પ્રહાર

ભગવદ્ ગીતાના વાંચનથી બાળકોમાં આવ્યાં સંસ્કાર- કદાચ સમગ્ર રાજ્યની પહેલી આ શાળા હશે જ્યાં મુસ્લિમ શિક્ષક મુસ્લિમ બાળકોને કુરાન (Teaching of Quran in schools Surat) અને હિન્દુ બાળકોને ભગવદ્ ગીતાનું રોજ રસપાન કરાવે છે. શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવી રહેલી આ પ્રવૃત્તિથી શાળામાં અભ્યાસ કરતા બંને ધર્મના બાળકોમાં સંસ્કાર જોવા મળી રહ્યા છે. સૌ પ્રથમ તો બાળકોની યાદ શક્તિ વધી છે. હિન્દુ ધર્મના બાળકો શાળાએ આવતા પહેલાં મા-બાપને વંદન કરી મંદિરે જાય છે અને મુસ્લિમ ધર્મના બાળકો મસ્જિદે જાય છે અને બાદમાં શાળાએ આવે છે. બાળકો શાળાના શિક્ષકને જે કાંઈ ધર્મ પુસ્તકનું વાંચન કર્યું એ જણાવે છે. તેમજ શાળાએ છૂટ્યા બાદ એક લાઈનમાં ઘરે જાય છે અને મમ્મી-પપ્પાને પાણી પીવડાવ્યાં બાદ જ પાણી પીવે છે.

આ પણ વાંચો: Child Prodigies Of Ahmedabad: 15 વર્ષના આ બાળકના નામે 10થી વધારે રેકોર્ડ્સ, ભગવતગીતા-રામાયણ ચોપાઈ છે કંઠસ્થ

જમતા પહેલા ભગવદ્ ગીતાના પાઠ કરે છે પછી જ જમે છે- બાળકો પૈસા બચાવી બિસ્કિટના પેકેટ લાવી દર્દીઓને આપે છે. ગામમાંથી એક રૂપિયો પણ મળે તો શાળાના શિક્ષકને જમા કરાવે છે. શાળાના શિક્ષક શાહ મહોમ્મદ સઈદે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભગવદ્ ગીતાના પાઠથી બાળકોમાં સારા સંસ્કારો જોવા મળી રહ્યા છે. બાળકો રોજ એક રૂપિયો બચાવે છે અને બિસ્કિટના પેકેટ લાવી સરકારી દવાખાનામાં જાય છે અને દર્દીઓને આપે છે. તેમજ ગામમાંથી કદાચ કોઈ જગ્યાએથી કોઈના ખોવાઇ ગયેલા પૈસા મળે તો શાળાના શિક્ષક પાસે જમા કરાવી આપે છે. સૌ બાળકોએ જિંદગીમાં ક્યારેય જુગારના પત્તા નહીં જોવાનો સંકલ્પ પણ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.