ETV Bharat / city

સુરતની મુખ્ય ગણાતી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની જગન્નાથ રથયાત્રા રદ્દ - ઇસ્કોન મંદિર

સુરતની મુખ્ય ગણાતી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની જગન્નાથ રથયાત્રા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્યણ કરવામાં આવ્યો છે. ભક્તોને ફોટો અને વીડિયો વ્હોટસ એપ ગૃપના માધ્યમથી મળી જશે.

સચિસ્ટ કુમાર દાસ
સચિસ્ટ કુમાર દાસ
author img

By

Published : Jun 20, 2020, 11:08 PM IST

સુરત: કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા સુરતની 5 પૈકીની મુખ્ય ગણાતી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રાને પરવાનગી આપવામાં આવી નથી. જેથી આ વખતની ઇસ્કોન મંદિરની સૌથી મોટી રથયાત્રા દર્શન ભક્તો નહીં કરી શકે. ટ્રસ્ટી અને પૂજારીઓ દ્વારા માત્ર મંદિરના પરિસરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને નાનકડા રથમાં બિરાજમાન કરી પરિક્રમા કરાવવામાં આવશે. જ્યારે ભક્તોને ફોટો અને વીડિયો મોકલી વ્હોટ્સએપ ગ્રુપના માધ્યમથી દર્શન કરાવવામાં આવશે.

સુરતની મુખ્ય ગણાતી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની જગન્નાથ રથયાત્રા રદ્દ

સુરતમાં નીકળતી રથયાત્રાઓ

  • રેલવે સ્ટેશનથી ઈસ્કોન મંદિર
  • મહીઘરપૂરા મંદિર વિસ્તાર
  • ઉધના ઈન્દિરા નગર વિસ્તાર
  • પાન્ડેસરા હાઉસિંગ બોર્ડ વિસ્તાર
  • સચિન-કનકપૂર વિસ્તાર
  • લંકાવિજય હનુમાન મંદિર, અમરોલી

જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની સૌથી વધુ જૂની અને જાણીતી ઇસ્કોન મંદિરની રથયાત્રાને કોરોનાની વૈશ્વિક મહામારીનો ધ્યાનમાં રાખી પોલીસ પરવાનગી આપવામાં આવી નથી. દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી શહેરની 5 પૈકીની મુખ્ય ગણાતી ઇસ્કોન મંદિરની રથયાત્રામાં 50 હજારથી વધુ ભક્તો જોડાય છે. ત્યારે આ વખતે કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લઈ રથયાત્રા રદ્દ કરવામાં આવી છે.

આ સાથે જ મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ, બહેન શુભદ્રા અને ભાઈ બલરામને નાના રથમાં બેસાડી પરિક્રમા કરાવવામાં આવશે. જ્યાં વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીના માધ્યમથી ભક્તોને દર્શન કરવામાં આવશે. જો કે, મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં નહિ આવે. જેથી ભગવાન જગન્નાથની રથયાત્રા રદ્દ થતા ભક્તોમાં પણ નિરાશાનું મોજું ફરી વળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.