સુરતઃ આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ (International Tea Day 2022) છે. ત્યારે ભારત એક એવો દેશ છે. જ્યાં સૌથી વધુ ચાના રસિયાઓ (Tea lovers in Surat) રહે છે. અહીં સૌથી વધુ ચાની વેરાયટી મળે છે અને હાલ સુરતના લોકોને સૌથી મોંઘી ચા વધારે ભાવી રહી છે. ચાની કિંમત સાંભળી તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો. કારણ કે, આ એક કિલો ચાની કિંમત 5 લાખ રૂપિયા હોય છે. જી હાં, અને સુરતમાં આ એક કપ ચા પીવા માટે સુરતીઓ 250 રૂપિયા ખર્ચે છે.
સુરતની આ ચા છે પ્રખ્યાત - લેમન ટી, ગ્રીન ટી, બ્લેક ટી અને ચાની અનેક વેરાયટીઓ વિશે તમે સાંભળ્યું હશે. પરંતુ ક્યારેય વ્હાઈટ ટી (Surat famous White Tea) વિષે સાંભળ્યું છે? સુરતમાં આ ચા ખૂબ જ પ્રચલનમાં આવી છે. લોકો આને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેવામાં સુરતના પીપલોદ ખાતે આવેલા કૈસલ ટીમાં મળનાર વાઈટ ટી (Piplod Castle Tea Famous Tea) નામની આ ચા જોવામાં અન્ય કરતા જુદી છે.
ચામાં હોય છે વિશેષતા - આ ચાની કિંમત પણ સાંભળીને અંદાજો લગાવી શકાય કે. આ ચામાં ચોક્કસથી કેટલીક ખાસિયતો હશે. તેના કારણે સુરતીઓ અને ખૂબ જ પસંદ કરી છે. સામાન્ય રીતે ચાની કિંમત 10 રૂપિયાથી (Piplod Castle Tea Famous Tea) શરૂ થાય છે, પરંતુ આ ચા પીવા માટે લોકો 250 રૂપિયા ખર્ચ કરતાં હોય છે. ચાને વ્હાઈટ ટી (Surat famous White Tea) તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો- ચા પીવો અને પ્રેમ મેળવો, અમદાવાદમાં એન્જીનીયરે શરૂ કરી ચા ની કીટલી
વાઈટ ચા તરીકે ઓળખાય છે - કૈસલ ટીના ફાઉન્ડર આશિષભાઈએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં ચાની 100થી વધુ વેરાયટી મળે છે, પરંતુ અમારે ત્યાં 2 ચા પ્રખ્યાત છે અને એક અન્ય એક ચા છે જે વાઈટ ચા (Piplod Castle Tea Famous Tea) તરીકે ઓળખાય છે, જેને મહિલાઓ અને યુવતીઓ (Surat famous White Tea) વધારે પીવે છે. આ ચા અસમથી આવે છે. આ ચાની કિંમત 2 લાખ રૂપિયા છે. આ ચા હૃદય રોગથી લોકોને બચાવે છે. આ કેન્સર પીડિત દર્દીઓને ખૂબ જ પીવડાવવામાં આવે છે.
ઉપયોગ બ્યૂટી પ્રોડક્ટમાં પણ ઉપયોગમાં લેવાય છે - તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વજન ઘટાડવા માટે લોકો ખૂબ જ પૈસા ખર્ચા કરતાં હોય છે. જોકે, આ ચા પીવાથી વજન ઘટે છે. એટલું જ નહીં, દાંતમાં બેક્ટેરિયા થતા નથી. આ ચાની જે પાંદડી હોય છે. તેનો ઉપયોગ બ્યૂટી પ્રોડક્ટમાં પણ કરવામાં આવે છે. આ ચા બનાવવા માટે ખૂબ જ કાળજી લેવી પડતી હોય છે. યોગ્ય માત્રામાં ટેમ્પરેચર હોવું જોઈએ અને તે પ્રમાણે ચા આપવી પડતી હોય છે. જો 5 સેકન્ડ પણ વધારે ચા પાણીમાં હોય તો તેનું ટેસ્ટ આવતો નથી. આ ચા ગરમ પીવી પડતી હોય છે જો ઠંડી થઈ જાય તો ટેસ્ટ નથી આવતું.