- યુવાધનને ડ્રગ્સની લતથી દૂર કરવા માટે સુરત શહેરમાં પરિવર્તન વ્યસન મુક્તિ કેન્દ્ર કાર્યરત
- 18થી 25 વર્ષના જ યુવાધન આવે છે ડ્રગ્સની લત છોડાવવા માટે
- એકલતા દુર કરવા માટે ધીરે-ધીરે ચઢે છે ડ્રગ્સના રવાડે
સુરત: શહેરમાં છેલ્લા ઘણા સમયથી જે રીતે ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ (Drugs racket busted) થઈ રહ્યો છે, તેનાથી અંદાજો લગાવી શકાય કે, શહેરમાં આ નેટવર્ક (surat drug racket) કેટલો મજબુત થઇ ગયો છે અને કેટલાક યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યા છે, ત્યારે આવા યુવાધનને ડ્રગ્સની લત (drug addicted)થી દૂર કરવા માટે સુરત શહેર (surat drug house)માં પરિવર્તન વ્યસન મુક્તિ કેન્દ્ર કાર્યરત છે. છેલ્લા છ મહિનામાં આશરે 100થી વધુ યુવાઓએ ડ્રગ્સની લત છોડવા માટે આ કેન્દ્રની મુલાકાત લીધી છે, સુરત શહેરમાં એમડી ડ્રગ્સ (MD drugs) અને ગાંજા લેનાર યુવાધન સૌથી વધારે છે.
આ ડ્રગ્સ કઈ રીતે નુકસાન કરી શકે તે અંગેની અમે જાણકારી પણ આપીએ છીએ
ODI સેન્ટર ઇન્ચાર્જ નેહલ સોલંકીએ જણાવ્યું હતું કે, અમે પરિવર્તન વ્યસન મુક્તિ કેન્દ્ર સાથે જોડાયેલા છે. અમારી સંસ્થા ઓપીડી સેન્ટર ચલાવે છે, જેમાં ડ્રગ્સ એડિકટ અને વ્યસની લોકોને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. કોમ્યુનિટીમાં જઈ આ ડ્રગ્સ કઈ રીતે નુકસાન કરી શકે, તે અંગેની અમે જાણકારી પણ આપીએ છીએ અને તેમને આ વ્યસનથી બહાર કાઢવાનું કામ પણ અમારું છે. જે લોકો અમારી પાસે ટ્રીટમેન્ટ માટે આવે છે તે લોકો શરૂઆતમાં અમને જણાવતા નથી કે, તેઓ ડ્રગ્સ લે છે, પરંતુ બે થી ત્રણ સીટિંગ બાદ તેઓ જણાવે છે કે, તેઓ ડ્રગ્સની લતમાં સંપડાયેલા છે. અમે તેમના ફેમિલી બેકગ્રાઉન્ડ અંગે માહિતી મેળવીએ છીએ અને તપાસ કરીએ છીએ કે, કેવી રીતે તેઓ આ વ્યસનમાં ધકેલાયા છે અને અમે તેમને ડોક્ટરની ટ્રીટમેન્ટ અપાવીએ છીએ, સાથોસાથ તેમની કાઉન્સલીંગ પણ કરાવીએ છીએ.
18થી 25 વર્ષના જ યુવાધન ડ્રગ્સની લત છોડાવવા આવે છે
તેઓએ કહ્યું હતું કે, છેલ્લા છ મહિનામાં જે લોકો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે, તેવા 100 લોકોએ અમારા સેન્ટરની મુલાકાત લીધી છે. તેઓએ ઓપીડી સારવાર પણ લીધી છે. તેમનું કાઉન્સિલીંગ કરવામાં આવ્યું છે અને સાથોસાથ અમે ફોલોઅપ લેતા રહીએ છીએ. જોવા જઈએ તો અમારે ત્યાં 18થી 25 વર્ષના જ યુવાધન ડ્રગ્સની લત છોડાવવા માટે આવે છે યુવાધન માટે ડ્રગ્સ એક ખાસ લત તરીકે સામે આવ્યું છે કે જેઓ ખાસ પાર્ટીમાં તેનું સેવન કરતા હોય છે. એન્જોય માટે તેઓ વારંવાર ડ્રગ્સ લેતા હોય છે. ડ્રગ્સમાં એમડી ડ્રગ્સ, કોકિંગ, ગાંજો, બ્રાઉન શુગર લેનાર યુવાનો આવતા હોય છે, ખાસ કરીને એમડી ડ્રગ્સ અને ગાંજો હાલ યુવાનો માટે સ્પેશ્યલ થઇ ગયું છે.
નશા મુક્ત ભારત અભિયાન શરૂ થયું
ટ્રીટમેન્ટમાં એક ભાગ તરીકે ડોક્ટરની સલાહ સુચન લેવામાં આવે છે. તેમના શરીરની તાસીર અને માનસિક સ્થિતિને જોઈ દવાઓ આપવામાં આવતી હોય છે. જેટલી વાર તેઓ ફોલોઅપમાં સેટિંગ કરતા હોય છે, તેટલું જ તેમની સારવાર ઝડપી બને છે. સાથોસાથ તેમની ફેમિલી બેકગ્રાઉન્ડ પણ અમે જોતા હોઈએ છીએ. પરિવાર જેટલો સહકાર આપે એટલા જલદી તેઓ સામાન્ય જીવન જીવી શકે છે. જ્યારથી નશા મુક્ત ભારત અભિયાન શરૂ થયું છે ત્યારથી જે લોકોને આ અંગે જાણકારી મળી છે કે, તેઓ ડ્રગ્સની લતથી દૂર થઈ શકતા હોય છે. અમે યુવાધનને વિશ્વાસ આપીએ છીએ કે, એમાંથી એ ચોક્કસપણે બહાર આવી શકે છે. ફક્ત તેઓને સમજૂતી અને સલાહની જરૂર હોય છે અને આમાંથી બહાર આવી શકાય છે.
એકલતા દુર કરવા માટે ધીરે-ધીરે ડ્રગ્સના રવાડે ચઢી જતા હોય છે
તેઓએ જણાવ્યું હતું કે, ફેમિલી બેકગ્રાઉન્ડ વિષે વાત કરીએ તો ઘણીવાર એવું પણ જાણવા મળે છે કે, માતા અને પિતા બંને નોકરીયાત હોય છે, ઘરમાં એકલવાયું જીવન જીવતા હોય છે. મોટા ભાગે ટાઈમ ઘરમાં એકલો જ રહે છે અથવા તો તેમના દોસ્તના ઘરે રહેતા હોય છે અને આ રીતે ધીરે ધીરે પોતાની એકલતા દુર કરવા માટે ધીરે-ધીરે ડ્રગ્સના રવાડે ચઢી જતા હોય છે. એના ઘરે ટાઇમપાસ કરવો છે કે બહાર ગાર્ડનમાં ટાઇમપાસ કરવો છે, કે મુવી જોવા જવું છે કે કોઈના ઘરે પાર્ટીમાં જવું છે. એકલવાયું જીવનને દુર કરવા માટે એકલતા દૂર કરવા માટે માનસિક સ્થિતિને સુધારવા માટે પણ ઘણીવાર ધીરે ધીરે ડ્રગ્સના રવાડે ચઢી જતા હોય છે.
પરિવારે અમારો સંપર્ક કર્યો
સાથે તેઓએ જણાવ્યું હતું કે, 25 વર્ષની ઉંમરમાં ડ્રગ્સને રવાડે ચડી ગયેલા એક યુવાનને તેના માતા-પિતા લઈને આવ્યા હતા. યુવાન ઇન્જેક્શન દ્વારા એમડી ડ્રગ્સ લેતો હતો. તેના બંને હાથ ખરાબ થઈ ગયા હતા. લવ મેરેજ કર્યા હતા એમને નાનું બાળક છે. માતાપિતાથી તે અલગ રહેતો હતો તેઓ એમેઝોનમાં જોબ પણ કરતા હતા અને લતના કારણે જ નોકરી ગુમાવી દીધી હતી. જેથી ઘરે બેસવાનો વારો હતો તેમાં પણ ડ્રગ્સથી દૂર રહી શકતા નહોતા પછી એમના પરિવારે અમારો સંપર્ક કર્યો અને એમને બોલાવ્યા પહેલા દિવસે તો નહીં આવ્યા, બીજા ત્રીજા દિવસે ફોન કરવાથી એ ભાઈ આવ્યા, 21 દિવસની ટ્રીટમેન્ટ બાદ તેમની લત છૂટી ગઈ છે આ વાતને એક વર્ષ થઈ ગયો છે.