સુરત: શહેરના પૂણાગામ વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના હનુમાન મારવાડી સુરતમાં ગરીબ બાળકો માટે કોરોના કાળમાં સંકટમોચન બનીને આવ્યાં છે. આ ગરીબ બાળકો માસ્ક ખરીદી શકે અથવા તેમની સાઈઝનો માસ્ક બજારમાં મળી શકે તે મુશ્કેલ હોય છે. આ બાળકો કેવી રીતે કોરોનાથી બચી શકે આ વિચાર સાથે હનુમાન મારવાડીએ વેસ્ટમાંથી બેસ્ટ માસ્ક બનાવવાનો વિચાર કર્યો અને પોતાના આસપાસના વિસ્તારોમાંથી ટેલરની દુકાન અને ટેક્સટાઈલ માર્કેટમાંથી જે પણ કાપડ વેસ્ટ પછી જતાં હતાં તે ઘેર લાવી તેનાથી નાના નાના માસ્ક બનાવવાનું શરૂ કર્યું. કોરોના કાળમાં તેઓ ગરીબ ઘરના બાળકો માટે માસ્ક બનાવે છે.
હનુમાને જણાવ્યું હતું કે, જો આ વર્ષે નવરાત્રી આયોજન ન થાય તો પણ આ માસ્ક કે તેઓ તમામ ગરીબ બાળકોને નિઃશુલ્ક આપી દેશે. ઉલ્લેખનીય છે કે, તેઓ અત્યાર સુધી ફોર લેયર માસ્ક વેસ્ટમાંથી બેસ્ટ બનાવી 3000 ગરીબ અને શ્રમિક બાળકોને આપી ચૂક્યાં છે.