ETV Bharat / city

સુરત વોર્ડ નંબર 27માં ભાજપે એક પણ ગુજરાતીને ટિકિટ નહિ આપતા ભારે રોષ - Surat Municipal Corporation

ભાજપ દ્વારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે 120 બેઠક માટે પોતાના 119 ઉમેદવારોના નામની જાહેરાત કરતા વિવાદ શરૂ થયું છે. મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા.

સુરત વોર્ડ નંબર 27માં ભાજપે એક પણ ગુજરાતીને ટિકિટ નહિ આપતા ભારે રોષ

author img

By

Published : Feb 6, 2021, 11:04 PM IST

  • ઉમેદવારોના નામની જાહેરાત કરતા વિવાદ શરૂ
  • ગુજરાતી ઉમેદવારને ટિકિટ આપાઇ નહી
  • સુરત ભાજપ કાર્યાલય ખાતે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે વોર્ડ નંબર 27 ના કાર્યકર્તાઓ રજૂઆત

સુરતઃ ભાજપ દ્વારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે 120 બેઠક માટે પોતાના 119 ઉમેદવારોના નામની જાહેરાત કરતા વિવાદ શરૂ થયું છે. મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચી રહ્યા હતા. જેથી કાર્યાલય બહાર સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને વોર્ડ નંબર 27ની વાત કરવામાં આવે તો ત્યાંના સ્થાનિક લોકો ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા આવ્યા હતા કે, 27,000 જેટલા ગુજરાતી સમાજના લોકો હોવા છતાં તેઓએ એક પણ ગુજરાતી ઉમેદવારને આ વોર્ડમાં ટિકિટ આપી નથી. જેના કારણે આ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

સુરત વોર્ડ નંબર 27માં ભાજપે એક પણ ગુજરાતીને ટિકિટ નહિ આપતા ભારે રોષ

સુરત ભાજપ કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સુરત ભાજપ કાર્યાલય ખાતે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે વૉર્ડ નંબર 27 ના કાર્યકર્તાઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. વૉડ નંબર 27 ડિંડોલી વિસ્તારમાં આવે છે જ્યાં 27 હજારથી વધુ ગુજરાતી સમાજના લોકો રહે છે. તેમ છતાં ભાજપ દ્વારા આ વોર્ડમાં બે પરપ્રાંતીય સમાજના ઉમેદવાર અને બે મરાઠી સમાજના ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે તેઓની માનવું છે કે, આ વોર્ડમાંથી એક ઉમેદવાર ગુજરાતી હોવું જોઈએ.

ગુજરાતી સમાજના લોકોની સંખ્યા પરપ્રાંતિય સમાજના લોકો કરતા વધારે

ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂઆત કરવા આવેલા વૉર્ડ નંબર 27 ના કાર્યકરોએ જણાવ્યું હતું કે, આ વોર્ડમાંથી ભાજપે એક પણ ગુજરાતી ઉમેદવારને તક આપી નથી જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે. ગુજરાતી સમાજના લોકોની સંખ્યા પરપ્રાંતિય સમાજના લોકો કરતા વધારે છે તેમ છતાં હાજર ગુજરાતી લોકો સાથે અન્યાય કર્યું છે જેથી આવનારા દિવસોમાં તેઓ ચૂંટણી બહિષ્કાર કરશે. ભાજપ આ વોર્ડના ઉત્તર ગુજરાતના પ્રતિનિધિત્વ કરનારા કાર્યકરને ટિકિટ આવે તેવી પણ માગણી કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.