- 22 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઇ અપઘાત કર્યો
- પતિ તથા પુત્રી ઘરે હાજર ન હતા
સુરત : શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ભાઠેના લક્ષ્મીનગર સોસાયટીમાં 22 વર્ષીય મહિલાએ ઘરમાં છતના લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નિશાબેન પતિ અને એક પુત્રી સાથે રહેતા હતા. નિશા અને પતિ હિતેશ ઘરમાં જરીનું કામ કરતા હતા. નિશાની માતા પણ જરીના કામમાં મદદ કરવા ઘરે આવતા હતા.
આર્થિક તકલીફના કારણે પગલું ભર્યું
ગઇ કાલે પુત્રી બહાર સંબંધીના ઘરે ગઈ હતી. પતિ હિતેશભાઈ ક્રિકેટ મેચ રમવા ગયા હતા. તે દરમિયાન મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી છતના લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ પરિવારના લોકોને થતાં દોડી આવ્યા હતા. હાલ નિશાબેન આર્થિક તકલીફના કારણે આ પગલું પગલું ભર્યું હોવાની ચર્ચા કરાઇ રહી છે.