- સુરતમાં 24 જૂનથી લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવશે
- મનપાની તમામ તૈયારીઓ પૂર્ણ
- હાલમાં 1 દિવસમાં 50 હજારથી વધુ રસી આપવામાં આવી
સુરત : 24 મી જુનથી સુરતમાં દરરોજે 50 હજારથી વધુ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે. આ માટે મહાનગરપાલિકા દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પહેલીથી 7 એપ્રિલ દરમિયાન રોજ 50 હજાર લોકોને વેક્સિન પાલિકા દ્વારા આપવામાં આવી છે અને 24 જૂનના રોજ આ તમામ લોકોના 84 દિવસે પૂર્ણ થશે જેથી 24 મી જુનથી વેક્સિનેશનની સંખ્યામાં વધારો થશે.
ત્રીજી વેવ સામે રસીકરણ જ હથિયાર
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે ત્રીજા વેવને નાથવા માટે શ્રેષ્ઠ ઉપાય વેક્સિનેશન છે. સુરતમાં પ્રતિ દિવસ 10,000 વેક્સિનેશન અમે કરતા હતા અને છેલ્લા કેટલાક દિવસથી આ આંકડો 24 થી 25 હજાર સુધી પણ જાય છે. આગામી દિવસોમાં જે વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે એને બમણા કરવામાં આવે એના માટે પણ આયોજન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : કોવિડ વેક્સિન લગાડવા યુવાનો હાથમાં પેમ્પ્લેટ લઈને સેન્ટરે પહોંચ્યા
તમામ વ્યવસ્થા પૂરી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વેક્સિન વધારેમાં વધારે લોકોને મળે લોકો વાયરસથી બચે તે સુરત મહાનગરપાલિકાનો ઉદ્દેશ છે, આ માટે સામાજિક સંગઠન એનજીઓ અને આગેવાનો દ્વારા પણ આયોજન કરવામાં આવ્યા છે. વેક્સિનેશનનો વધારો થશે આ માટે જરૂરી તમામ વ્યવસ્થા આ અંગે ચર્ચા-વિચારણા બાદ વેક્સિનેશન માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
આ પણ વાંચો : Vaccination Update : સુરત ગ્રામ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા વધુ 6,001 લોકોએ Vaccine મુકાવી