ETV Bharat / city

સુરતીલાલાઓ નવા પ્રોજેક્ટ માટે થઈ જાઓ તૈયાર, PM મોદી 3400 કરોડના પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ - Diamond Research and Mercantile City

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે સુરતના પ્રવાસે (PM Modi Gujarat Visit) આવી રહ્યા છે. ત્યારે આ દિવસે તેઓ શહેરમાં 3,400 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત (Inauguration of development work) કરશે. આ પ્રોજેક્ટમાં મહત્વાકાંક્ષી ડીમ સિટી પ્રોજેક્ટનો (DREAM City Project) પણ સમાવેશ થયો છે.

સુરતીલાલાઓ નવા પ્રોજેક્ટ માટે થઈ જાઓ તૈયાર, PM મોદી 3400 કરોડના પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ

author img

By

Published : Sep 24, 2022, 8:42 AM IST

Updated : Sep 24, 2022, 9:19 AM IST

સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તેઓ 29 સપ્ટેમ્બરે સુરત આવશે. આ દિવસે તેઓ શહેરમાં 3,400 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ (Inauguration of development work) અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ મહત્વાકાંક્ષી ડ્રીમ (DREAM) સિટી પ્રોજેક્ટના (DREAM City Project) 370 કરોડ રૂપિયાના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. આ ઉપરાંત શહેરમાં 139 કરોડ રૂપિયાના ખર્ચે નવો બાયોડાયવર્સિટી પાર્ક (Biodiversity Park) બનશે.

139 કરોડ રૂપિયાના ખર્ચે બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક

આ કામોનું થશે લોકાર્પણ આ વિવિધ વિકાસકાર્યોમાં પાણી પૂરવઠાના 672 કરોડ રૂપિયાના કાર્યો, 890 કરોડ રૂપિયાના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, 370 કરોડ રૂપિયાના ડ્રીમ (DREAM) સિટીના કાર્યો, 139 કરોડ રૂપિયાના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમ જ અન્ય વિકાસકાર્યો જેવાં કે, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ/બીઆરટીએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વેહિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમ જ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વિકાસકાર્યોનો (Inauguration of development work)સમાવેશ થાય છે.

ડ્રીમ (DREAM) સિટીના મુખ્ય પ્રવેશદ્વાર તેમ જ ફેઝ-1ના કાર્યોનું લોકાર્પણ

ડ્રીમ (DREAM) સિટીના મુખ્ય પ્રવેશદ્વાર તેમ જ ફેઝ-1ના કાર્યોનું લોકાર્પણ સુરતના હીરા ઉદ્યોગના (diamond city surat) વેપારીઓ માટે શરૂ કરાયેલો મહત્વાકાંક્ષી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (Diamond Research and Mercantile City DREAM) સિટી પ્રોજેક્ટ પૂરજોશથી આગળ વધી રહ્યો છે.

ફેઝ 2ના કાર્યોનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના (DREAM City Project) 103.40 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ફેઝ 1 રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે. સાથે જ 9.53 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત ફેઝ 2ના કાર્યોનું ખાતમુહૂર્ત (Inauguration of development work) કરવામાં આવશે. આમ, વડાપ્રધાન (PM Modi Gujarat Visit) ડ્રીમ સિટીના કુલ રૂ.269.60 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

બાયોડાયવર્સિટી પાર્કની સાથે અન્ય વિકાસકાર્યોનું પણ થશે લોકાર્પણ

ડ્રીમ સિટી સર્વિસ પ્રોવાઈડર તરીકે કરશે કામ ઉલ્લેખનીય છે કે, સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસના (diamond city surat) ઝડપી વિકાસને કારણે એક પૂરક તરીકે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સ્પેસની વધતી માગને પહોંચી વળવાના વિઝન સાથે ગુજરાત સરકારે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)ની રચના કરી, જેને ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટી લિમિટેડ (DREAM સિટી લિમિટેડ) નામ આપવામાં આવ્યું છે. આ ડ્રીમ સિટી તેના હિતધારકો માટે સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરશે.

અત્યારે આનું અમલીકરણ હાલ ફેઝ 1 અને ફેઝ 2 સંબંધિત 400 કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. તો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય ઘટકોમાં રસ્તાઓ, યુટિલિટી ડક્ટ્સ, સ્ટ્રીટ લાઈટ, પાણી પૂરવઠો, ગટર નેટવર્ક, વરસાદી પાણીની ગટર વગેરેનો સમાવેશ થાય છે.

શહેરને મળશે નવો બાયોડાયવર્સિટી પાર્ક
શહેરને મળશે નવો બાયોડાયવર્સિટી પાર્ક

139 કરોડ રૂપિયાના ખર્ચે બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને પર્યાવરણની જાળવણી કરવાના ઉદ્દેશથી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડૉ. હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધીના ભાગમાં કાંકરા ખાડી પાસે આશરે 67.50 હેક્ટર ખુલ્લી જગ્યામાં બાયોડાયવર્સિટી પાર્ક (Biodiversity Park) બનાવવામાં આવશે, જેમાં બાયોડાયવર્સિટી પાર્કમાં 13 કિમી લાંબી વોકિંગ ટ્રેઇલ્સ બનાવવામાં આવશે. અહીં કુલ 85 જાતની વિવિધ વનસ્પિતઓ તેમજ 6 લાખ જેટલાં વિવિધ વૃક્ષો અને છોડવાંઓ રોપવામાં આવશે.

આ સુવિધા હશે આ બાયોડાયવર્સિટી પાર્કમાં (Biodiversity Park) વોકિંગ ટ્રેઇલ્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે હશે. આ સ્વચ્છ, હરિયાળો પાર્ક મુલાકાતીઓની શારીરિક અને માનસિક સ્થિતિ જાળવવામાં મદદરૂપ થશે. ઉપરાંત, પાર્કની જાળવણી, બાગાયત તેમ જ હાઉસ કિપીંગ માટે કર્મચારીઓની જરૂર પડશે, જેના કારણે રોજગારીની તકો ઊભી થશે.

Last Updated : Sep 24, 2022, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.